જુઓ કેવી છે ફિલ્મ 'Tumhari Sulu'

વિદ્યા બાલન અને માનવ કૌલના દમદાર પર્ફોર્મન્સથી લબાલબ સુરેશ ત્રિવેણીની તુમ્હારી સુલુ મિડલ-ક્લાસ ઇન્ડિયન ફૅમિલીની વાત રજૂ કરતી એક લાઇટ-હાર્ટેડ ફિલ્મ છે : ડાયલૉગ્સ અને પન્ચિસના ચમકારા સાથેની આ ફિલ્મ ક્લિશે થયા વિના ઘણુંબધું કહી જાય છે

vidya balan

ફિલ્મ-રિવ્યુ - તુમ્હારી સુલુ

પાર્થ દવે - હમારી રૉકિંગ સુલુ

છેલ્લા થોડા વખતથી હિન્દી ફિલ્મો મોટા ભાગે ટિપિકલ ગ્લૅમરના ચળકાટ અને ઝાકઝમાળથી દૂર રહી છે અને મિડલ-ક્લાસ સબર્બન ઇન્ડિયન ફૅમિલીઝની લાઇફને ફોકસ કરી રહી છે. ‘શુભ મંગલ સાવધાન’, ‘બરેલી કી બર્ફી’થી લઈને ગયા અઠવાડિયે આવેલી ‘કરીબ કરીબ સિંગલ’ અને ‘શાદી મેં ઝરૂર આના’ એનાં લેટેસ્ટ ઉદાહરણો છે.

બીજું એ કે કૉમન મૅનને પડદા પર દર્શાવવાનો બૉલીવુડનો પૂર્વ-વ્યવસાય હતો એમ આજે કહેવું પડે એવી હાલત છે ત્યારે એક કૉમન વુમન નામે સુલોચના આપણી સમક્ષ આવી છે, જે સાવ સાદી-સરળ ને થોડી સિલી કહી શકાય એવી એક ગૃહિણી છે. તેને શોખ છે, બાયોડેટામાં ત્રણ પાનાં ભરાય એટલા છે; પણ બહુ મોટા નથી. તેના જેવા જ થોડા તરંગી ને વિચિત્ર છે. એક દિવસ એવા સંજોગ સરજાય છે કે તે સુલોચનામાંથી RJ સુલુ બની જાય છે...

તો સુલોચના યાને સુલુ યાને બેગમજાન વિદ્યા બાલન લાગલાગટ પછડાટ ખાધા બાદ ફરી આવી છે. તો... વિદ્યાની આ કહાની ‘કહાની’ દોહરાવશે કે પછી ‘ઘનચક્કર’ સાબિત થશે? આઇએ દેખતે હૈં...

હમારી સુલોચના!

ઘણાંબધાં લીંબુ પાણી ભરેલી બરણીમાં પડે છે અને પડદો ખૂલે છે. ખ્યાલ આવે છે કે અહીં લીંબુ-ચમચીની રમત ચાલુ છે. મસ્ત બૅકગ્રાઉન્ડ મ્યુઝિકમાં રમાતી લીંબુ-ચમચીની રમતમાં તેનો બીજો નંબર આવે છે. તે સહજ રીતે સ્વીકારી લે છે. પણ જ્યારે ફર્સ્ટ વનરની જગ્યા ખાલી થાય છે અને આજબાજુ કોઈ જોતું નથી ત્યારે વિનર પોઝિશન પર ઊભી રહીને તેના પતિને જલદીથી ફોટો પાડવાનું કહે છે. અને બસ, ફોટો પડાવીને રાજી થાય છે! આ છે સુલોચના. રોજબરોજની સામાન્ય જિંદગીમાંથી આનંદ શોધી લેતી એક સામાન્ય ગૃહિણી.

મુંબઈના વિરાર પરામાં રહેતી સુલોચનાનાં ઘણાં સપનાં છે. ઉટપટાંગ વિચારો છે. તે કોઈ કાર ચલાવતી મહિલા જુએ તો તેને કારનો બિઝનેસ કરવાનું મન થઈ જાય અને બીજા દિવસે એ વિચાર પડતો મૂકીને તેને બીજું કશુંક કરવાનું મન થઈ જાય. તે કૉન્ટેસ્ટ ઍડિક્ટ છે. મોટા ભાગની કૉન્ટેસ્ટમાં પાછી તે જ વિજેતા બને છે અને જાતજાતની ગિફ્ટ્સ ઘરમાં લઈ આવે છે. તેની આ બધી વાતો અને વિચિત્ર વિચારો સાંભળવા અને સમજવા હરહંમેશ તૈયાર રહે છે તેનો પતિ અશોક દુબે (સુપર્બ ઍક્ટર માનવ કૌલ). કોઈ પણ નવી વાત હોય, નવું સાહસ હોય; મોઢા પર સ્માઇલ રાખીને સુલોચના કહે છે, મૈં કર સકતી હૈ! આ સાથે તેના પર બીઇંગ અ વુમન જવાબદારીઓ છે. તે ઘર ચલાવે છે, રસોઈ કરે છે, તેનો ક્યુટ દીકરો છે પ્રણવ (અભિષેક શર્મા); તેને મોટો કરે છે. સુલોચના હેમા માલિની, શ્રીદેવી અને એસ. પી. બાલાસુબ્રહ્મણ્યમ (બટાટાવડા!)ની મિમિક્રી કરી શકે છે. સુલોચના, અશોક અને પ્રણવ ઉપરાંત સુલોચનાની બે ટ્વિન મોટી બહેનો આરાધના અને કલ્પના અને પિતા છે. આ ત્રણેય અવારનવાર સુલોચનાના ઘરે આવે છે અને તેનો આત્મવિશ્વાસ બની શકે એટલો ઘટાડવાનું કામ કરે છે. સુલુ બારમી ફેલ છે અને બેઉ બહેનો બૅન્કમાં જૉબ કરે છે. બે બહેનો સુલુને ખખડાવવાનો એક પણ ચાન્સ જતો કરતી નથી. પતિ અશોક પણ તેની ઑફિસમાં બૉસની વઢ ખાઈ રહ્યો છે. ૧૨ વર્ષની વફાદારી બાદ અમુક કારણોસર તેનો સ્ટ્રગલિંગ પિરિયડ સ્ટાર્ટ થયો છે!

આ બધા વચ્ચે સુલુ એક કૉન્ટેસ્ટ થ્રૂ મુંબઈના એક રેડિયો સુધી પહોંચે છે અને બને છે એવું કે તેને RJ તરીકે લેટ-નાઇટ શો સોંપવામાં આવે છે અને આગળ વધે છે લાઇટ-હાર્ટેડ લાફેબલ સ્ટોરી...

વાહ સુલોચના!

ફિલ્મની સ્ટોરી ટ્રેલરમાં દર્શાવે છે એના પરથી જ જણાઈ આવે છે. પરંતુ એ સિમ્પલ સ્ટોરીમાં ઍડ ડિરેક્ટરમાંથી ડિરેક્ટર બનેલા સુરેશ ત્રિવેણીએ સ્માર્ટલી ફેમિનિઝમ, પેગ્મેટિઝમ, રિયલિઝમ જેવા મુદ્દાઓ મૂકી દીધા છે. સામાજિક જડતા અને બંધિયારપણાના ખ્યાલ પણ તેના પિતા અને બે બહેનોનાં પાત્રો થકી દર્શાવાયા  છે. સુલુને હવા હવાઈ થવું છે, ઊડવું છે; પણ તે બારમા ધોરણ ફેલ થઈ છે એમ કહીને તેને વારંવાર યાદ અપાવવામાં આવે છે કે તે કશું જ નહીં કરી શકે. ઇન્ટરવલ બાદ દર્શાવાયેલી મિડલ-ક્લાસની વર્કિંગ વુમનની જર્નીને પણ ડિરેક્ટરે વેલ-ક્રાફ્ટેડ ટ્રીટમેન્ટ આપી છે. એકધારા નરેશનમાં ચાલતી ફિલ્મમાં અમુક સીન્સ અને પન્ચ તમને વિચારતા કરી મૂકે એવા છે. RJ અંજલિની ફૅન સુલુ પોતાને મળેલા પ્રેશરકુકરના બદલે ટીવીની માગણી કરે છે! બસમાં ટ્રાન્સજેન્ડરને લેડીઝ સીટ ઑફર કરાય છે અને તે બેસે છે. ઓલા ટૅક્સીની મહિલા-ડ્રાઇવર લેડી પૅસેન્જરના પતિને કહે છે કે તમારી પત્નીની ચિંતા ન કરો, મારી પાસે પેપર સ્પ્રે છે. આગળ તે કહે છે કે હું પાકિસ્તાની સિંગર્સનાં ગીતો નથી સાંભળતી, ખબર નહીં ક્યારે કન્ટ્રોવર્સી ને વિરોધ ચાલુ થઈ જાય! સુલુની બાલ્કનીમાં દરરોજ આવતા કબૂતરને જોઈને સુલુ કહે છે, ભાગ્યશ્રી કી બચ્ચી! ભાગ! ફિલ્મના આ પ્રકારના પન્ચિસ અને અમુક ડાયલૉગ્સ પણ મજેદાર છે. ડિરેક્શનની સાથે ફિલ્મ લખી પણ સુરેશ ત્રિવેણીએ જ છે.  

‘તુમ્હારી સુલુ’ મિડલ-ક્લાસ જિંદગી જીવતા ઑર્ડિનરી કપલનું પ્યૉર પ્રેઝન્ટેશન છે. સૉકેટ પર લટકતું ચાર્જર, સાંકડા બેડરૂમમાં ગોઠવાયેલો ડબલ બેડ, બાલ્કનીમાં દોરડા પર સુકાતાં ભીનાં કપડાં, ડ્રૉઇંગ રૂમના કૉર્નરમાં ગોઠવાયેલું સિમ્પલ વુડન ડાઇનિંગ ટેબલ વગેરે આર્ટ ડિપાર્ટમેન્ટનું કામ નોટેબલ છે! અને એ કન્જસ્ટેડ ફ્લૅટના નાના બેડરૂમમાં જ્યારે ર્હોની હસબન્ડ ઠેકડો મારે અને ગાય : બન મેરી મેહબૂબા, મૈં તૈનું તાજ પવા દુંગા / શાહજહાં મૈં તેરા, તૈનું મુમતાઝ બના દુંગા.. આહાહા! અદ્ભુત! આ ગીત પંજાબી સિંગર ગુરુ રંધાવાએ લખ્યું, ગાયું અને કમ્પોઝ કર્યું છે. બીજું સૉન્ગ ફર્રાટા છે જે અમત્ર્યા રાહુતે કમ્પોઝ કર્યું છે. ફિલ્મનું ગુડ બૅકગ્રાઉન્ડ મ્યૂઝિક કરણ કુલકર્ણીનું છે. ફિલ્મની ખાસ વાત એ છે કે ફિલ્મમાં ગીતોને જે પ્રકારે વણવામાં આવ્યાં છે એ સિચુએશનને વધુ મજેદાર બનાવે છે! સુરેશ ત્રિવેણીએ વિદ્યાનો ચાર્મિંગ વૉઇસ (સલ્ટ્રી પણ ખરો!) અને તેનું ખડખડાટ હાસ્ય કદાચ તેની અત્યાર સુધીની વિશાળ ફિલ્મોગ્રાફીમાં નથી દેખાયું એવું બહાર કાઢ્યું છે. ‘લગે રહો મુન્નાભાઈ’માં વિદ્યા RJ ચોક્કસ બની હતી, પરંતુ એમાં ફોકસ દત્તસાહેબ પર હતું; વિદ્યા પર નહીં.

વિદ્યા બાલન સુલુના પાત્ર માટે પિચ-પર્ફેક્ટ છે. તેણે હસમુખી અને મેલોડ્રામેટિક હાઉસવાઇફનું પાત્ર બખૂબી ભજવ્યું છે. હૃક્ટપુક્ટ શરીર પર શિફોન સાડી અને ચહેરા પર મોટી સ્માઇલ સાથે તે આકર્ષક લાગે છે. અહીં તેનું કૉમિક ટાઇમિંગ ઇમ્પૅકેબલ છે. વિદ્યા સાથે સ્ટૅન્ડિગ લુકવાળા માનવ કૌલની કેમિસ્ટ્રી બેસ્ટ છે. તે થિયેટર આર્ટિસ્ટ તરીકે તો અદ્ભુત છે જ, અહીં પણ તેણે વિદ્યાને બરાબરની ટક્કર આપી છે. પતિ તરીકે સપોર્ટિવ પણ પોચા દિલનો લાઇક ડરપોક, પત્નીને કન્ટ્રોલમાં રાખવાનો પ્રયત્ન કરતો પણ સાથે તેને સમજતો, સ્વિટ પણ ખરો અને ફ્રસ્ટ્રેશન પત્ની અને બાળક પર કાઢે તેવો આ બધા ભાવ માનવ કૌલે ઝીલ્યા છે. આ ઉપરાંત રેડિયો-સ્ટેશનની હેડ મારિયા મૅડમ તરીકે નેહા ધુપિયા, શો-પ્રોડ્યુસર પંકજ તરીકે વિજય મૌર્યા અને RJ અંજલિના પાત્રમાં RJ મલિશ્કા છે. વિજય મૌર્યાએ કૉમિક-રિમાર્કેબલ પર્ફોર્મન્સ આપ્યો છે.

ઓહ સુલોચના!

આ ફિલ્મ કોઈ રીતે સંપૂર્ણ કે માસ્ટરપીસ નથી. અહીં પણ હિન્દી ફિલ્મોની પ્રણાલી મુજબ સેકન્ડ હાફ લથડે છે. નરેશન બિલકુલ ફ્લૅટ હોવાથી આખી ફિલ્મ પ્રિડિક્ટેબલ છે. ઇન્ટરવલ પછીના અમુક સીનમાં, ખાસ કરીને એન્ડના સીનમાં જ્યારે વિદ્યા પોતાની વાત રજૂ કરે છે ત્યારે ફિલ્મ ઓવરમેલોડ્રામાના એવરેસ્ટને ટચ થઈ જ જાય છે. અને એન્ડ પણ કંઈ કન્ક્લુઝન ન મળ્યું હોય એમ નૉન-સૅટિસફાય નોટ સાથે પૂરો થઈ જાય છે. ફિલ્મમાં સુલુની RJ બનવા સુધીની સફરમાં જ ઘણો સમય નીકળી જાય છે અને પછી (સ્ટોરી દોડાવવી હોય એટલે કદાચ) તરત આવતા રેડિયો-સ્ટેશનના સીન સુપરફિશ્યલ અને અતાર્કિક લાગે છે. શ્રીદેવીવાળું હવા હવાઈ ૨.૦ સૉન્ગ પણ નરેશનમાં ફૉર્સફુલી ઘુસાડ્યું હોય એવું લાગે છે. ઇન્ટરવલ બાદ અમુક સીનમાં તમારી ધીરજની કસોટી કરાઈ રહી હોય એવું પણ તમને લાગે. સુલુ-અશોકના દીકરા પ્રણવનો જે સાઇડટ્રૅક ચાલે છે એમાં કાપકૂપની જરૂર હતી. ૧૪૦ મિનિટના રન-ટાઇમમાંથી થોડું ઓછી કરી શકાયું હોત. અમુક સીન્સ ધરાર ખેંચાયા છે.

મૈં કર સકતી હૈ


ફિલ્મમાં ઘણા મેટાફોરનો ઉપયોગ કરાયો છે. એ રીતે જોઈએ તો આ ફિલ્મમાં એ મહિલાની વાત નથી જેને RJ બનવું છે બલકે એવી હજારો મહિલાઓની વાત છે જે પોતાની હૅપીનેસ શોધી રહી છે. ઑર્ડિનરી લાઇફમાં કંઈક એક્સ્ટ્રા-ઑર્ડિનરી કરવાની વાત છે. બાલાસુબ્રહ્મણ્યમની મિમિક્રી કરીને મજા લેવાની વાત છે. કામ નાનું હોય કે સાવ સામાન્ય, એમાં નેવર સે ડાય અને ડોન્ટ ગિવ અપ ઍટિટ્યુડની વાત છે. ફિલ્મનો મહત્વનો પ્લસ પૉઇન્ટ એ છે કે મોટા ભાગની મિડલ-ક્લાસ મહિલાઓ ફૉર ધૅટ મૅટર, ગૃહિણીઓ સુલુમાં પોતાને જોઈ શકશે. પોતાને આઇડેન્ટિફાય કરી શકશે.

તો... જોવી કે નહીં?

‘તુમ્હારી સુલુ’ ‘કહાની’ જેટલી ફાડુ નથી અને ‘ઘનચક્કર’ જેટલી વાહિયાત પણ નથી. એટલે... વિદ્યા અને માનવ કૌલના દમદાર પર્ફોર્મન્સ અને એક આમ ઔરતની આમ વાર્તા આમ નરેશનમાં માણવાની ઇચ્છા હોય તો આ ફિલ્મ તમારા વાસ્તે છે. બાકી જેમને ઉતાર-ચડાવવાળી સ્ટોરી જોવી હોય કે પછી હીરો કે રોલ મેં તો ઍક્ટર જ મંગતા હૈવાળી માગણી હોય તો તેઓ સ્ટિÿક્ટ્લી દૂર રહે. જરાય નહીં ગમે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK