ફિલ્મ પ્રિવ્યુ : કિક

પ્રોડ્યુસર-ડિરેક્ટર સાજિદ નડિયાદવાલાની ‘કિક’ સાઉથની રીમેક છે. ૨૦૦૯માં આ જ નામથી રિલીઝ થયેલી સાઉથની ફિલ્મે બૉક્સ-ઑફિસ પર તહલકો મચાવી દીધો હતો અને અઢાર કરોડ રૂપિયાની ફિલ્મે ૮૪ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. તેલુગુ ‘કિક’ રિલીઝ થાય એ પહેલાં જ એના રાઇટ્સ સાજિદ નડિયાદવાલાએ લીધા હતા. સાજિદ નડિયાદવાલાની ‘કિક’માં સલમાન ખાન અને જૅકલિન ફર્નાન્ડિસ ઉપરાંત રણદીપ હૂડા, નવાઝુદ્દીન સિદ્દીકી, સૌરભ શુક્લા, અર્ચના પૂરણસિંહ અને મિથુન ચક્રવર્તી પણ છે. ફિલ્મનું શૂટિંગ મુંબઈ અને દિલ્હી ઉપરાંત સ્કૉટલૅન્ડ, સાઉથ કોરિયા અને બ્રિટનમાં થયું છે.


‘કિક’ની સ્ટોરી જાહેર ન થાય એ માટે બહુ પ્રયાસ કરવામાં આવ્યા છે. ફિલ્મ આમ તો તેલુગુ રીમેક છે, પણ આ રીમેકની સ્ટોરીમાં પણ અનેક ચેન્જ કરવામાં આવ્યા છે. ‘કિક’માં એક ત્રિકોણિયો જંગ છે જેમાં સારો માણસ, ખરાબ માણસ અને ન્યાયની દિશામાં આગળ વધી રહેલો માણસ આમને-સામને આવી જાય છે. શાઇના (જૅકલિન ફર્નાન્ડિસ) માટે તેના પપ્પા હિમાંશુ (રણદીપ હૂડા) પાસે મૅરેજની વાત મૂકે છે. શાઇનાની મૅરેજની કોઈ ઇચ્છા નથી અને એ પછી પણ તે પપ્પાની ઇચ્છાને વશ થઈને હિમાંશુને મળવા તૈયાર થાય છે. જોકે તે જ્યારે મળે છે ત્યારે હિમાંશુને પોતાની લવ-સ્ટોરી કહી દે છે અને કહે છે કે કૉલેજના સમયમાં તે દેવી (સલમાન ખાન)ના પ્રેમમાં હતી. દેવી ખુશમિજાજ હતો. તેને કોઈ પણ કામમાં ક્યારેય તકલીફ ન પડતી અને કોઈની પણ સાથે ક્યારેય કોઈ પ્રૉબ્લેમ ન થતો, પણ આ બધું ત્યાં સુધી જ ચાલતું જ્યાં સુધી દેવીને એમાં કિક મળતી રહે. કિક એટલે કે મજાનો નશો. જો દેવીને જૉબમાં મજાનો નશો ન મળે તો તે જોબ છોડી દેતાં પણ અચકાતો નહીં અને જો કોઈની કંપનીમાં પણ તેને મજાનો નશો ન આવે તો તે કોઈને છોડી દેતાં પણ અચકાતો નહીં. દેવીની વાત સાંભળીને હિમાંશુ (રણદીપ હૂડા)ના કાન સરવા થઈ જાય છે. હિમાંશુ પણ એક એવા જ માણસને ઓળખે છે જેનું નામ ડેવિલ (સલમાન ખાન) છે. ડેવિલ ચોર છે અને દર વખતે તે કરોડોની ચોરી કરીને ભાગી જાય છે. પોલીસ તેને પકડવાનો અથાગ પ્રયાસ કરે છે, પણ તે પકડાતો નથી.

ડેવિલની ખાસિયત છે. તે અતિશય ધનિક હોય એવા પૉલિટિશ્યન અને ઇન્ડસ્ટિÿયલિસ્ટને જ લૂંટે છે. હિમાંશુ શાઇનાની મદદથી દેવી સુધી પહોંચે છે. હિમાંશુને દેવી પર શક છે એટલે તે ડેવિલને પકડવા માટે આડકતરી રીતે દેવીને પોતાની સાથે રાખે છે. દેવી પણ આ કામમાં કિક મળશે એવા ઇરાદે હિમાંશુની સાથે જોડાય છે. હિમાંશુને એમ છે કે દેવી પોતાની સાથે હોવાથી હવે ચોરી નહીં થાય, પણ ફરી એક વખત ચોરી થાય છે અને આ વખતની ચોરીમાં શાઇનાને એવી હિન્ટ પણ ડેવિલ આપતો જાય છે કે તે હવે પછીની ચોરી ક્યાં કરશે.

હકીકત એ છે કે ડેવિલનું કૅરૅક્ટર રૉબિનહુડ જેવું છે. તે ચોરી કરીને ગરીબ, જરૂરિયાતમંદ અને બીમાર લોકોની મદદ કરે છે, પણ હિમાંશુને એની સાથે કોઈ નિસ્બત નથી. હિમાંશુ આરોપીને પકડવા માગે છે. આરોપીને પકડવાની આ જે રેસ ચાલી રહી છે એ રેસમાં ડેવિલનો દુશ્મન ફિરોઝ (નવાઝુદ્દીન સિદ્દીકી) પણ ઉમેરાય છે. તે કોઈ પણ ભોગે ડેવિલ પાસે પોતાનું કામ કરાવવા માગે છે.

ફિલ્મનું મ્યુઝિક હિમેશ રેશમિયા, મીત બ્રધર્સ અને યો યો હની સિંહે આપ્યું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK