સજંય દત્તની કમબૅક ફિલ્મ કેવી છે?

રિટર્ન્ડ ફ્રૉમ જેલ સંજય દત્તની આ રેપ ઍન્ડ રિવેન્જ ડ્રામા ફિલ્મ તેના ધીરજવાન ફૅન્સ(કદાચ) જોઈ શકે. બાકીના યાદ રાખે, ભૂમિ સિવાય પણ ઘણી ફિલ્મો આ દુનિયામાં છે

bhoomi

ફિલ્મ-રિવ્યુ - પાર્થ દવે

ભૂમિ

બાબા આપ કબ જેલ સે બહાર આ રહેલે હો? જબ બી આઓ પહેલી મૂવી મેરી ચ સાઇન કરના. ક્યા હૈ ઇસમેં આપ કો ઍક્ટિંગ કરને કી ઝરૂરત હી નહીં રહેગી. ઔર શૂટિંગ ભી ફટાફટ નિપટા લેંગે. હમ એક ઐસી પિક્ચર બનાએંગે જો આપકો એકદમ સૂટ કરે. આપકો જેલ મેં જૈસે કામ કરતે થે ઐસે હી ચ જૂતે-ચપ્પલ-શૂઝ બનાને હેં. સિરિયસ રહના હૈ. રાત કો ડ્રિન્ક કરના હૈ ઔર ખાસ બાત : રોતે રહના હૈ... રોતે રહના હૈ... રોતે રહના હૈ... કુછ અચ્છા હો તો ઇમોશનલ હોકર ઔર કુછ બુરા હો તો ગુસ્સા હોકર-ઍન્ગ્રી લુક દિખાકર રોતે રહના હૈ... બસ! ઇસમેં આપકી પ્રૅક્ટિસ ભી હૈ. હૈ ના?

મૂવી મેં હોગા ક્યા?

આપને ‘માતૃ’ દેખી? વહી ચ ફાલતુ ‘માતૃ’ મૂવી? ઔર ઉસકે બાદ આયી હુયી ઉસસે થોડી અચ્છી સી ‘મૉમ’? બસ, વો દોનોં મૂવી આપ રટ લો. આપ મૉમ કી જગહ ડૅડ હો ઔર સભી કો ડેડ કર દોગે. બસ.. ઇતની સી બાત હૈ. આપકે ફૅન્સ કો આપસે પ્યાર હૈ. જેલ સે બાહર આને કે બાદ આપકી પહલી પિક્ચર. ચલ પડેગી મામૂ!

ડિટ્ટો આવો જ કંઈક સંવાદ ડિરેક્ટર ઓમંગ કુમાર અને સંજય દત્ત વચ્ચે ‘ભૂમિ’ના શૂટિંગ પહેલાં થયો હોવો જોઈએ અને ન થયો હોય તો કંઈ નહીં, બેઉના મનમાં કલ્પના તો આવી જ કંઈક હશે. પણ ફિલ્મ બની છે કેવી? જો બ્લુ વ્હેલ ગેમમાં બૉલીવુડની (બૉલીવુડની શું, ગમે ત્યાંની!) ફિલ્મો બતાવવામાં આવે તો ડઝનો ફિલ્મ બાદ ‘ભૂમિ’ને છેલ્લા ટાસ્કમાં મૂકી શકાય એવી બની છે!

બોરિંગ બદલા

આમ તો સુપરફ્લૉપ ‘માતૃ’ અને સેમીહિટ ‘મૉમ’નું નામ લીધું એટલે અને જેણે ‘ભૂમિ’નું ટ્રેલર જોયું હશે તે ફિલ્મની સ્ટોરી તો સમજી જ ચૂક્યા હશે. તો પણ ક્વિકલી કહી દઉં : પિતા અરુણ સચદેવ (સંજય દત્ત) અને પુત્રી ભૂમિ (અદિતિ રાવ હૈદરી) આગરામાં રહે છે. પિતા જૂતાં-ચંપલની દુકાન ચલાવે છે અને (હથોડીથી જૂતાં, ટેબલ અને માણસને ટીચતો સીન લઈ શકાય એ માટે) જૂતાં-ચંપલ સીવે પણ છે. ભૂમિ ઇન્ડિપેન્ડન્ટ વર્કિંગ ગર્લ છે. સિંગલ પેરન્ટ અરુણે તેને ભણાવીગણાવીને મોટી કરી છે. અરુણ પુત્રી માટે જમવાનું બનાવે, તેને માથું દબાવી આપે. તે આગરાના ગાઇડ અને તેના પાડોશી-કમ-દોસ્ત તાજ (શેખર સુમન) સાથે રાતના બેસીને દારૂ પીએ. ભૂમિનાં લગ્ન નીરજ (સિદ્ધાંત ગુપ્તા) નામના છોકરા સાથે થવાના છે. ત્યાં ભૂમિને એકતરફી પ્રેમ કરતો વિશાલ (વીર આર્યન) ફરી પ્રપોઝ કરે છે. ભૂમિ નકારે છે. વિશાલભાઈનો ઈગો ઘવાતાં તેના કઝિન અને સેવન્ટી-એઇટીઝની ફિલ્મોના વિલન જેવા લાગતા વિલન ધૌલી (શરદ કેલકર)ને બધું કહે છે. લગ્નના આગલા દિવસે વિશાલ, ગુલામ અને ધૌલી ભૂમિ પર થિયેટરમાં રેપ કરે છે. લગ્ન તૂટી જાય છે. કોર્ટમાં બધી ફિલ્મોમાં થતું હોય એવું થાય છે. ગુનગારો છૂટી જાય છે અને બધી ફિલ્મોમાં થતું હોય એમ સંજય દત્ત શૂમેકરમાંથી હલ્ક બનીને ગુનેગારોને ખતમ કરે છે. પણ બધું એટલું સુસ્ત અને મંદ ગતિએ થાય છે કે આ ફિલ્મ રેપ ઍન્ડ રિવેન્જ ડ્રામાના બદલે મહાબોરિંગ બદલા અને અસહ્ય મેલોડ્રામાવાળી ફિલ્મ બનીને રહી ગઈ છે.

અસહ્ય મેલોડ્રામા

‘મૅરી કૉમ’ જેવી ગુડ અને ‘સરબજિત’ જેવી લેસ ધૅન ગુડ ફિલ્મ બનાવી ચૂકેલા ઓમંગ કુમાર અહીં હૃદયવેધક, ધરતી ધ્રૂજી ઊઠે ને આકાશ ગાજી ઊઠે અને આંસુઓનો સમંદર ભરાઈ જાય એવી રેપ ઍન્ડ રિવેન્જ ફિલ્મ બનાવવા માગતા હતા. મહિલાઓનો રિસ્પેક્ટ કરો, જેન્ડર ડિãસ્ક્રમિનેશન, સોસાયટીના ડબલ સ્ટાન્ડર્ડ અને પૂર્વગ્રહો, જેન્ડર ઇક્વાલિટી, પ્રેમ અને ખાસ પિતા-પુત્રી વચ્ચેનો સંબંધ - આ બધું એકસાથે તેઓ બતાવવા ઇચ્છતા હતા. પણ તમે આખી ફિલ્મ દરમ્યાન જુઓ છો કે ડિરેક્ટરની એક પણ ઇચ્છા પૂરી નથી થઈ શકી! બલકે આટલુંબધું એક રૂટીન રિવેન્જ ડ્રામામાં એકીસામટું બતાવવામાં બધાનો ડાટ વાળ્યો છે. ક્રાઇમ સીન્સ અને પિતા-પુત્રી વચ્ચેના પ્રેમાળ સીન્સ ડ્રામેટિકલ રીતે ડિઝાઇન થયા છે, પણ એ ડિઝાઇન જાણે અન્ડરલાઇન અને બોલ્ડ કરી હોય એ રીતે આખી ફિલ્મમાં સીન્સ દર્શાવાયા છે. એક પણ સીનમાં ઊંડાઈ નથી. ઈવન, ઇન્ટરવલ પહેલાંના જે હલકાફૂલકા સીન છે એ પણ કોઈ કારણ વિના ભયના વાતાવરણમાં ફિલ્માવાયેલા લાગે છે. સ્ક્રીન પર પિતા-પુત્રી હસીમજાક કરે છે, પણ તમને કંટાળો આવે છે. અદિતિનું કૅરૅક્ટરાઇઝેશન ઘટના ઘટી એ પહેલાંથી જ કોઈ અગમ્ય કારણોસર ટેન્શનમાં હોય એવું લાગે છે, જેના કારણનાં કોઈ ચિહ્ન નથી દેખાતાં! શેખર સુમન બે પેગ મારીને જ ઍક્ટિંગ કરી શકતો હોય એવું લાગે છે. આમ જ ફિલ્મ આગળ વધે છે. ક્રાઇમ થાય છે, ઇન્ટરવલ પડે છે, અચાનક ફોગટમાં કાદવમાંથી સની લીઓની નીકળે છે, વિલન છૂટા ફરે છે; પણ સંજય બાબા એમ જ જોડાં ટિપ્યા કરે છે. વાંક દત્તનો નથી, ડિરેક્ટરનો છે. કુમારભાઈ રીતસરની આપણી ધીરજની કસોટી કરે છે. ફિલ્મ દરમ્યાન તમને સતત એમ થયા કરે કે હવે વેર વાળે તો સારું, હવે વેર વાળે તો સારું અને તમે પૂરેપૂરા કંટાળીને વૉટ્સઍપ ઓપન કરવાનું વિચારી રહ્યા હો ત્યારે જ ભૂમિ પિતાને કહે છે, જા જી લે અપની ઝિંદગી! આઇ મીન, મૉમ બનીને ઘાયલ કરી નાખો એ સાલાઓને. તમે કાબિલ છો!

રાઇટર રાજ શાંડિલ્ય અને ઓમંગ કુમારે પોલીસ-સ્ટેશન અને કોર્ટરૂમ ડ્રામામાં ઘણો સમય વેસ્ટ કર્યો છે. એમાં એ જ ઘિસાપિટા સ્ટિરિયોટાઇપ નરેશન્સ છે. ડિસિન્ટરેસ્ટેડ અને સંવદેનહીન પોલીસવાળાઓ (જેઓ પાછા છેવટે છુપાઈને હીરોની મદદ કરે જ!), જજમેન્ટલ પાડોશીઓ, વનસાઇડેડ કોર્ટકેસ, એમાં પણ મૂર્ખ પબ્લિક પ્રોસિક્યુટર, એનાથી થોડા વધુ મૂર્ખ ડિફેન્સ લૉયર, સોસાયટીનાં બેવડાં ધોરણો, કરોડરજ્જુ વિનાનો ફિયાન્સે, વગેરે એ જ મુદ્દાઓ તમને વાયા ‘કાબિલ’, ‘મૉમ’ અને ‘માતૃ’ યાદ અપાવતા રહે છે. બૉલીવુડની ફિલ્મોમાં આજ સુધી ઘણી ફેક અને વાહિયાત કોર્ટ રજૂ થઈ છે એમાં આ ફિલ્મની કોર્ટ મોખરે રહેશે! ફિલ્મમાં ક્રૂરતા અને હિંસા છે, પણ તમને અસર નથી કરતી. ફિલ્મનું ãસ્ક્રપ્ટિંગ અને કૅરૅક્ટરાઈઝેશન એટલું નબળું છે કે દરેક પાત્ર ડોલ ભરાઈ જાય એટલાં આંસુ સારીને તમને ખાતરી કરાવે છે કે તેઓ દુ:ખમાં છે! જોક કરીને પોતે જ હસે એટલે આપણને ખ્યાલ આવે કે અહીં હસવાનું હતું એના જેવું!

ઍક્ટિંગ બોલે તો...

એક સીનમાં બધા ગુમ થયેલી ભૂમિને શોધતા હોય છે. એક પોલીસમૅન કૂવા તરફ જોઈને કહે છે કે મરી તો નથી ગઈને?! ત્યારે દત્તની આંખો દેખાય છે. ગજબ! અબાધિત ડર જેને કહેવાય તે આ! પણ બસ, આ એક સીન! આ તથા આ ઉપરાંતના આવા એકલદોકલ સીન આખી તર્ક અને બુદ્ધિવિહોણી ફિલ્મમાં ધોવાઈ ગયા છે. મોટા ભાગની ફિલ્મમાં દત્તના હાવભાવ એવા છે જાણે તે પરાણે કામ કરી રહ્યો હોય. તેણે ઍક્ટિંગ માટે પ્રયત્ન કરવાની તસ્દી જ નથી લીધી, ગ્લિસરીન નાખીને રડ્યા સિવાય! (આવું જ સલમાને ‘એક થા ટાઇગર’માં કરેલું!) સાલું, આપણે તો ૧૩૪ મિનિટ બેસીને સાચું રડવું પડેને! ‘દેખ ભાઈ દેખ’ના ખુશમિજાજ અંકલ સમીર દીવાન (શેખર સુમન) અહીં શરૂઆતમાં જામે છે, પણ સોબતની અસરના કારણે કે શું ખબર નહીં તે પણ નબળી ઍક્ટિંગ કરવા માંડે છે! મનોહર અને મનમોહક લાગતી અદિતિ રાવ હૈદરીનું પાત્ર ફિલ્મમાં હકલાય છે જે તેણે પ્રમાણમાં ઠીક ભજવ્યું છે. શરદ કેલકરે અહીં તેના અવાજથી તદ્દન વિપરીત ઍક્ટિંગ કરી છે. પાછા તેના મોઢે અમુક તો તદ્દન વાહિયાત ડાયલૉગ્સ મુકાયા છે! કોર્ટરૂમ ડ્રામા પૂરો થયા બાદ પિતા-પુત્રી શરદ કેલકરની માફી માગે છે (હા, છે ભાઈ ફિલ્મમાં એવું!) તો શરદભાઈ ડાયલૉગ ફટકારે છે : મૈં જિતના ભૂમિ કે બાહર હૂં ઉતના હી અંદર હૂં! એટલે શું?! બાકીના કલાકારોમાં ભૂમિનો ફિયાન્સે બનતો સિદ્ધાંત ગુપ્તા, શરદ કેલકરની ટોળકીમાં વિશાલ બનતો વીર આર્યન અને ગુલામના પાત્રમાં પુરુ છીબર તથા જિતુના પાત્રમાં બંગાળી ઍક્ટર રિધી સેન ફિલ્મને વધારે બોગસ બનાવવામાં સફળ રહ્યા છે.

ફિલ્મનો બિનજરૂરી લાઉડ બૅકગ્રાઉન્ડ સ્કોર ઇસ્માઇલ દરબાર તથા મ્યુઝિક સચિન-જિગરે આપ્યાં છે. ફિલ્મની શરૂઆત જ એક સાંભળવું ન જોઈએ એવા ગીતથી થાય છે. અન્ય એક રાહત ફતેહ અલી ખાને ગાયેલું ગીત છે. પણ... છોડોને યાર! મ્યુઝિકમાં કંઈ સારું છે જ નહીં.

વણમાગેલી સની લીઓની!

એક સીનમાં ભૂમિને કાદવવાળી નદીની અંદર ફેંકવામાં આવે છે. તેના પિતા ઘેર રડતા હોય છે. (ગમે ત્યાંથી મૂવી જુઓ, તે રડતા જ હશે!) ઇન્ટરવલ પડે છે. ઇન્ટરવલ બાદ પહેલા જ સીનમાં કાદવથી લથપથ આખું શરીર દેખાય છે સની લીઓનીનું! ધીમે-ધીમે ફુવારાથી શરીર સાફ થાય છે અને સૈયાં તેરા ટ્રિપી વાગે છે! એ આઇટમ-સૉન્ગ પૂરું થતાં જ કટ ટુ સેકન્ડ સીન, તરત જ ભૂમિ મુશ્કેલીથી કાદવમાંથી બહાર આવવા મથતી દેખાય છે. વૉટ ઍન એડિટિંગ!

હજીયે પૂછવું છે જોવી કે નહીં?


સંજય દત્તની ઍક્ટિંગના, ઓહ સૉરી તેની ઍક્શનના ચાહકો જોઈ શકે છે; પણ દત્ત તમારી ધીરજ ખૂટી જાય પછી ઍક્શનની શરૂઆત કરે છે એ યાદ રાખજો. છતાંય જેલમાંથી બહાર નીકળ્યાની ખુશી મનાવવી જ હોય તો જોઈ શકાય. બાકી આ વીકમાં બીજા સારા ઑપ્શન છે જ અને આમેય ફિલ્મ ઍમેઝૉન પ્રાઇમ પર થોડા સમયમાં આવી જ જવાની છે. હજી એક વાત કહું, સંજય દત્ત આના કરતાં તો સારું જ કમબૅક ડિઝર્વ કરે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK