જુઓ ફિલ્મ 'અય્યારી'નું રિવ્યૂ

થ્રિલર ફિલ્મો જોવા ટેવાયેલા દર્શકોને કદાચ ધીરજ માગી લેતી અય્યારી ગમી શકે, બાકી ૧૬૦ મિનિટની ફિલ્મ પૂરી થતાં સુધી તમે શરૂઆત ક્યાંથી થઈ હતી એ ભૂલી જાઓ એટલી કન્ફ્યુઝિંગ છે. પોણા ભાગની ફિલ્મ તમારા ધારવામાં જ પસાર થઈ જાય છે

ોગબોોીબ

ફિલ્મ-રિવ્યુ - અય્યારી

પાર્થ દવે


નીરજ પાંડેએ લખેલી ‘નામ શબાના’ છેલ્લે આવેલી, જે પ્રમાણમાં ઠીક હતી. એ પહેલાં તેમના દ્વારા દિગ્દર્શિત અને લિખિત ‘એમ.એસ. ધોની’, એ પહેલાં ‘બેબી’, ‘સ્પેશ્યલ છબ્બીસ’ અને સૌથી પહેલાં આવી વર્ષ ૨૦૦૮માં સુપર સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ ‘અ વેન્સ્ડે’. નીરજભાઈની દરેક ફિલ્મનાં નામ એટલે ગણાવ્યાં કેમ કે ફિલ્મ-દર-ફિલ્મ તેમનું ક્વૉલિટી-લેવલ સ્લાઇટ્લી ડાઉન થતું જાય છે. ‘અ વેન્સ્ડે’ જેવો ચાર્મ ‘સ્પેશ્યલ છબ્બીસ’માં નહોતો અને ‘સ્પેશ્યલ છબ્બીસ’ના લેવલની ‘બેબી’ નહોતી.

કહે છે કે ‘બેબી’ની સ્ક્રિપ્ટની તૈયારી કરતી વખતે જ નીરજ પાંડેને ‘અય્યારી’નો સબ્જેક્ટ કાચા સ્વરૂપે હાથમાં આવ્યો હતો, પણ વચ્ચે ‘એમ.એસ. ધોની’ બનાવી એટલે એને પડતો મૂકી દીધો. અને પછી તેના મોસ્ટ ફેવરિટ મનોજ બાજપાઈને લઈને ને મોસ્ટ ફેવરિટ અક્ષયકુમારને ન લઈને બનાવી ‘અય્યારી’! જેમાં જૂના જોગીઓ અનુપમ ખેર અને નસીરુદ્દીન શાહને પણ કૅમિયો કહી શકાય એવા રોલમાં ગોઠવી દીધા. તો શું આ ફિલ્મ નીરજ પાંડેના ઊતરતા ક્રમના નિમયનો આગળનો મણકો છે કે પછી એ નિયમ તોડે છે?

આવો જોઈએ...

ગુરુ-ચેલા ચેઝિંગ!

વેલ, અનંત મિનિટો સુધી ચાલતી ટાઇટલ-ક્રેડિટ્સ બાદ પડદો ખૂલે છે અને દેખાય છે આર્મી-બંકર. સ્ક્રીન પર ડાબે નીચે લખેલું આવે છે, સાઉથ દિલ્હી રિજ, જેમાં કૅપ્ટન માયા સેમવાલ (પૂજા ચોપડા)ને બ્રિગેડિયર કે. શ્રીનિવાસ ખખડાવે છે કે ક્યાં છે તમારો બૉસ કર્નલ અભય સિંહ (મનોજ બાજપાઈ) અને મેજર જય બક્ષી (સિદ્ધાર્થ મલ્હોત્રા). આપણને ખ્યાલ આવે છે કે બેઉ ગાયબ છે. સ્ટાર્ટિંગની ૧૦ મિનિટમાં આ બેઉ પર દેશદ્રોહીનું લેબલ લાગી જાય છે. આ વાતચીત પૂરી થયા બાદ ૮૦ની સ્ટાઇલમાં ફરી ઓપનિંગ ક્રેડિટ આવે છે. હવે કહાની ફ્લૅશબૅકમાં શરૂ થાય છે (જેમાં હદબહારની ગૂંચવાણો છે).

આર્મી-ઑફિસર જય બક્ષી એક અનઑફિશ્યલ સીક્રેટ સર્વિસમાં કામ કરે છે, જેના બૉસ છે કર્નલ અભય સિંહ. જય બક્ષી એક દિવસ એ ઑફિસમાંથી અમુક વૅલ્યુએબલ ડેટા લઈને ફરાર થઈ જાય છે. એ અરસામાં જ એક્સ આર્મી-ઑફિસર અને આર્મ્સ-ડીલર ગુરિન્દર (કુમુદ મિશ્રા) દ્વારા આચરાતા હથિયારોની ખરીદીના સ્કૅમ વિશે ખબર પડે છે. જે-તે કંપની દ્વારા જો ઇન્ડિયન આર્મી હથિયારો નહીં ખરીદે તો આ સીક્રેટ સર્વિસની વાત ગુરિન્દર ન્યુઝમાં લીક કરી દેશે એવી ધમકી તે જનરલ પ્રતાપ મલિક (મોહન ગોખલે)ને આપે છે. પ્રતાપ મલિકે દેશના હિત માટે અનઑફિશ્યલી એ સીક્રેટ સર્વિસ માટે કરોડો રૂપિયા આપ્યા છે.

કૈરો-ઇજિપ્તથી પાછા આવેલા અભય સિંહને જય ફરાર થવાની જાણ થાય છે. જય તેનો શિષ્ય છે, તેની પાસે જાસૂસીની ટ્રિક્સ શીખ્યો છે. માયા સેમવાલ સહિત બીજા ચારેક જણ આ સર્વિસમાં કામ કરે છે. જય બક્ષી ત્વ્ એક્સપર્ટ ગર્લફ્રેન્ડ સોનિયા ગુપ્તા (રકુલ પ્રીત સિંહ) સાથે છે એવો ખ્યાલ અભય સિંહને આવે છે. હવે બે ગુરુ-શિષ્ય વચ્ચે કૅચ મી ઇફ યુ કૅન પ્રકારની રમત રમાય છે ને વચ્ચે-વચ્ચે સબપ્લૉટ આવ્યા કરે છે જેમાં એક્સ આર્મી-મૅન અને હવે હથિયારોનો બિઝનેસ કરતા મિસ્ટર મુકેશ કપૂર (આદિલ હુસેન)નો પાર્ટ આવે છે, જે ગુરિન્દરનો બૉસ છે. કૉમન મૅન બાબુરાવ શાસ્ત્રી (નસીરુદ્દીન શાહ) આવે છે, જેને જય બક્ષીએ એક હોટેલના રૂમમાં બેસાડી દીધો છે અને તારિક અલી (અનુપમ ખેર) આવે છે જે લંડનમાં અભય સિંહની મદદ કરે છે. આ બધું વાંચીને તમને ગૂંચવાડો થતો હશે, જોઈને તો મગજમાં ચકરી ચઢે છે, કેમ કે રાબેતા મુજબ નીરજભાઈએ બધા તાણાવાણા છેલ્લે ખોલીશું એમ વિચારીને અધૂરું-અધૂરું મૂકી દીધું. અને અંત આવતાં પૂરેપૂરી ૧૬૦ મિનિટ લાગે છે! એમાંથી પહેલી ૬૦ મિનિટ તો આ બધા કૅરૅક્ટરનું એસ્ટૅબ્લિશમેન્ટ થાય છે, બાકીની ૯૫ મિનિટ પછી અંત આવે છે ત્યાં સુધી તમે કંટાળી ચૂક્યા હો છો. ફિલ્મની પહેલી ૧૨૦ મિનિટ એક ટ્રૅક પર અને પછીની કોઈ અલગ જ ટ્રૅક પર ફિલ્મ ચડી જાય છે!

બોરડમ ઇન સ્લો મોશન

ફિલ્મની સ્ટોરી, સ્ક્રીનપ્લે અને ડિરેક્શન ત્રણે નીરજભાઈએ સંભાળ્યાં છે. એટલે એકેએક ફ્રેમમાં તેમની છાંટ છે, પણ ‘અ વેન્સ્ડે’, ‘બેબી’ કે ‘સ્પેશ્યલ છબ્બીસ’ની જેમ ચેઝ-સીક્વન્સિસ અહીં તમને જકડી નથી શકતી. એ ફિલ્મોની થ્રિલર મૂવમેન્ટ્સમાં તમે ખૂંપી જતા હતા, અહીં એક પણ એ પ્રકારનો સીન તમને પાંચ-સાત મિનિટથી વધારે જકડી નથી શકતો. તમે ટ્રેલર અને ડિરેક્ટરનું નામ વાંચીને ફિલ્મ જોવા જાઓ તો તંગ ક્ષણો અને થ્રિલર મોમેન્ટ્સની અપેક્ષા સો ટકા રાખો, પણ એવી એકપણ ઍક્ચ્યુઅલ ક્ષણ અહીં નથી આવતી. નીરજભાઈએ સેન્ટ્રલ પૉઇન્ટની આસપાસ ને ઇન્ડિયન આર્મીની પૃષ્ઠભૂમિમાં જૂઠ, ગદ્દારી અને રહસ્યની એક વાર્તા ગૂંથવાની ટ્રાય કરી છે. આર્મી ને ડિફેન્સની વાત છે માટે પૅટ્રિઑટિઝમ પણ થોડુંઘણું આવે છે.

ડેન્જરસ, ટ્રેઇન્ડ એજન્ટ અને પોતાના રૂપરંગ ક્યારેય પણ બદલી શકતા કર્નલ અભય સિંહનું પાત્ર મનોજ બાજપાઈએ લાજવાબ રીતે ભજવ્યું છે. અમુક ઇન્ટેન્સ ડાયલૉગ તેના મોઢે સ-રસ મુકાયા છે. તેના શિષ્ય બનતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ પૂરેપૂરો પ્રયતïન કર્યો છે જય બક્ષીના પાત્રમાં ઊતરવાનો, પણ બેઉ જણ ફ્લૅટ ને શુષ્ક સ્ક્રીનપ્લે આગળ હારી ગયા છે! ફિલ્મમાં ફોર્સફુલી સ્લો મોશન શૉટ્સ, એન્ડલેસચેઝ-સીક્વન્સિસની ભરમાર છે. મનોજનું પાત્ર એસ્ટૅબ્લિશ કરવા જ એક લૉન્ગ સીક્વન્સ કૈરો-ઇજિપ્તમાં સેટ કરવામાં આવી છે. 

છેલ્લે ‘યારિયાં’માં દેખાયેલી તેલુગુ ઍક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ અને ‘કમાન્ડો’ની હિરોઇન પૂજા ચોપડાનાં કૅરૅક્ટર ડેપ્થ વિનાનાં લખાયાં છે. એ બેઉ મુશ્કેલીમાં હોય કે રડતી હોય તમને એક પણ વખત સહાનુભૂતિ નથી થતી! ઈવન તેમના ઍવરેજ ડાયલૉગ અને વર્તણૂક એકદમ ઑડ લાગે છે. અમુક સીનમાં કોઈ ટીવી-શો જોતા હોઈએ એવું લાગે છે. રકુલ પ્રીતના અમુક સીન ઇરાદો ન હોય તો પણ કૉમેડી બની ગયા છે!

વિકીપીડિયામાં જોશો તો આ ફિલ્મ ધ આદર્શ સોસાયટી સ્કૅમ પર આધારિત છે એવું વંચાશે અને અગાઉ પણ આ કૌભાંડ પર આધારિત છે એવું કહેવાઈ ચૂક્યું છે. હવે વિધિની વક્રતા એ છે કે આ સ્કૅમની વાત તો ફિલ્મમાં ગણીને ૧૦-૧૫ મિનિટ માંડ આવે છે અને મૃત્યુ પામેલા સૈનિકો, તેમની વિધવા પતïનીઓ, તેમના માટે બની રહેલું બિલ્ડિંગ આ બધું તો એક સબપ્લૉટમાં નાખી દીધેલું લાગે છે. મોટા ભાગની ફિલ્મમાં હથિયારોના ઇલ્લીગલ સોદા, ભ્રક્ટાચાર, ફન્ડનો મિસયુઝ અને જાસૂસીની ઝલક દેખાય છે. ટુકડાઓમાં ફિલ્મ સારી છે. જેમ કે એક સીનમાં જય બક્ષી ઇન્ડિયા ગેટ પાસે ઊભો રહીને એના પર લખાયેલાં વીર સૈનિકોનાં નામ વાંચે છે. બૅકગ્રાઉન્ડમાં સૂચિત મ્યુઝિક વાગે છે, પણ એ સીન પણ ઘણો સ્ટ્રેચ થયેલો છે. તે બાઇક પર બેસીને પાછો ન જાય ત્યાં સુધી કૅમેરા તેના પર જ રહે છે. નીરજભાઈની આ જૂની ટ્રિક છે, પણ અહીં કામ નથી આવી. અહીં નીરજ પાંડેને જે ઓછો માફક આવે છે એ લવ-સ્ટોરીનો ટ્રૅક પણ ફ્લૅશબૅકની અંદર ફ્લૅશબૅક કરીને ઘુસાડ્યો છે. એ જ રીતે એક ખાસ કાશ્મીરનો સીન પરાણે ઘુસાડ્યો હોય એવું લાગે છે. આ બધામાં એડિટિંગની ઘણી આવશ્યકતા હતી-છે. એડિટર પ્રવીણસાહેબ, વેર આર યુ?!

સંજય ચૌધરીનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક છે, જેણે ‘નામ શબાના’ અને ‘એમ.એસ. ધોની’માં મ્યુઝિક આપેલું. અહીં અગાઉની ફિલ્મોની જેમ તે મહત્વનો ભાગ ભજવે છે, બેશક સીન્સ વધારે ધારદાર બનાવે છે; પરંતુ ઘણા સીનમાં નબળી સ્ક્રિપ્ટને કારણે બૅકગ્રાઉન્ડ મ્યુઝિક પણ મિસફિટ લાગે છે. હૉરર ફિલ્મમાં મ્યુઝિક ડરાવનું વાગે અને તમને દેખાય એનાથી એકદમ વિપરીત, એના જેવું!

જોવી કે નહીં?

‘અય્યારી’ શબ્દ અરેબિક છે, જેનો સામાન્ય અર્થ થાય છેતરપિંડી. એવો માણસ જે અલગ-અલગ રૂપ ધારણ કરીને લોકોને છેતરે. અહીં જેમ મનોજ અને સિદ્ધાર્થ બેઉ પોતાનાં રૂપ બદલી-બદલીને લોકોને છેતરે છે. દેવકીનંદન ખત્રીની ‘ચંદ્રકાંતા’ નવલકથા દ્વારા આ શબ્દ પૉપ્યુલર થયો. નીરજ પાંડેને પહેલાં આ શબ્દ જડ્યો હોય ને ગમી ગયો હોય પછી આ ફિલ્મ બનાવી નાખી હોય એવું પણ આખી ફિલ્મ જોયા પછી લાગી આવે! તેમણે બે રિયલ સ્કૅમનો બેઝ લઈને એમાં લવ-સ્ટોરી, જાસૂસી વગેરે ઘણાબધા એક્સપરિમેન્ટ્સ સાથે કરવાની ટ્રાય કરી છે. ચારેય દિશામાં આગળ વધતી અને અંતે ફાઇનલ ડૉટ પર સરખી રીતે ન પહોંચી શકતી ‘અય્યારી’ નીરજભાઈની સૌથી નબળી, કહો કે નિષ્પ્રાણ ફિલ્મ છે.

થ્રિલર ફિલ્મો જોવા ટેવાયેલા દર્શકોને કદાચ ધીરજ માગી લેતી ‘અય્યારી’ ગમી શકે, બાકી પઝલ ઉકેલવાની કોશિશ કરવી હોય તો તમે જઈ શકો છો! અડધે-પોણે સુધી ખબર જ નહીં પડે કે શું ચાલી રહ્યું છે,બેઠાં-બેઠાં ધાર્યા કરજો!

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK