વસિમ જાફરે અમોલનો રણજીનો રેકૉર્ડ તોડ્યો

રણજી ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનાર મુંબઈનો ભૂતપૂર્વ પ્લેયર અમોલ મુઝુમદાર ગઈ કાલે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ-પંજાબ વચ્ચેની રણજી મૅચના બીજા દિવસની રમતની કૉમેન્ટરી માટે કૉમેન્ટરી-બૉક્સમાં આવીને ખુરસીમાં માંડ બેઠો હતો ત્યાં જ તેણે મુંબઈના કૅપ્ટન વસીમ જાફરને રણજી ટ્રોફીનો તેનો હાઇએસ્ટ ૮૨૩૭ રનનો આંકડો પાર કરતો જોયો હતો.

જાફર ૫૦મા રને પહોંચ્યો ત્યારે તે અમોલના વિક્રમને પાર કરી ચૂક્યો હતો. એ જોઈને અમોલે સાથીકૉમેન્ટેટર અજય મહેરાને કહ્યું હતું કે ‘મુંબઈના જ બૅટ્સમૅને મારો વિક્રમ તોડ્યો એ જોઈને મને બહુ ખુશી થઈ છે. જાફર હજી ઘણા વષોર્ સુધી રમીને બીજા હજારો રન બનાવે એવી હું આશા રાખું છું.’

અમોલ બે વર્ષ પહેલાં મુંબઈની ટીમ છોડીને આસામ વતી રમવા ગયો હતો. જોકે જાફરે ગઈ કાલ સુધીમાં જે ૮૨૭૦ રન બનાવ્યા છે એ બધા તેણે મુંબઈ વતી રમીને જ કર્યા છે.

જાફરને વાનખેડે ફરી ફળ્યું

વસીમ જાફર ૧૯૯૬માં પ્રથમ ફસ્ર્ટ-ક્લાસ મૅચ વાનખેડેમાં રમ્યો હતો. ફેબ્રુઆરી ૨૦૦૦માં તે સાઉથ આફ્રિકા સામે કારકર્દીની પ્રથમ ટેસ્ટમૅચ પણ વાનખેડેમાં રમ્યો હતો અને હવે તેણે અમોલ મુઝુમદારના રણજી ટ્રોફીના વિક્રમજનક ૮૨૩૭ રનના આંકડાને પણ વાનખેડેમાં જ પાર કર્યો છે.

મુંબઈના પાંચ વિકેટે ૩૦૮

ગઈ કાલે બીજા દિવસે પ્રથમ દાવમાં મુંબઈના પાંચ વિકેટે ૩૦૮ રન હતા. જાફર ૮૨ રન બનાવીને અને સૂર્યકુમાર યાદવ ૬૪ રન બનાવીને આઉટ થયો હતો. પંજાબના ૨૨૬ રન સામે મુંબઈ ગઈ કાલે ૮૨ રન આગળ હતું અને પાંચ વિકેટ પડવાની બાકી હતી.

જાફરની રેકૉર્ડ-બુક: અમોલ કરતાં ફાસ્ટેસ્

મુંબઈના ૩૩ વર્ષની ઉંમરના કૅપ્ટન વસીમ જાફરે ગઈ કાલે વાનખેડેમાં પંજાબ સામેની રણજી મૅચમાં ૫૦મો રન કર્યો ત્યારે તે મુંબઈના જ ભૂતપૂર્વ કૅપ્ટન અને પોતાના ભૂતપૂર્વ સાથીબૅટ્સમૅન અમોલ મુઝુમદારને વટાવીને રણજી ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનાર પ્લેયર બન્યો હતો. છેલ્લે ડિસેમ્બર ૨૦૧૦માં આસામ વતી રણજી મૅચ રમનાર અમોલે આ ટુર્નામેન્ટમાં કુલ ૮૨૩૭ રન બનાવ્યા હતા, પરંતુ હવે જાફરના ૮૨૭૦ રન રણજીના બધા બૅટ્સમેનોમાં હાઇએસ્ટ છે.

૩૭ વર્ષના અમોલે બે વર્ષ અગાઉ આસામના અમરજિત કેપીના રણજીના વિક્રમને પાર કર્યો હતો અને હવે અમોલને જાફર ઓળંગી ગયો છે.

જાફરે રણજીના વિક્રમજનક રનનો આંકડો ૧૦૦મી મૅચમાં પાર કર્યો છે અને એ રીતે તે અમોલથી ઝડપી છે. જાફરે ટેસ્ટક્રિકેટ સહિત ફસ્ર્ટ-ક્લાસ ક્રિકેટની કુલ ૨૦૧ મૅચોમાં કુલ ૧૫,૧૨૫ રન બનાવ્યા છે જેમાં ૪૪ સેન્ચુરી અને ૭૩ હાફ સેન્ચુરીઓનો સમાવેશ છે. તેની બૅટિંગઍવરેજ ૫૦.૭૬ છે.

જાફરે ૩૧ ટેસ્ટમૅચમાં એક ડબલ સેન્ચુરી સહિતની પાંચ સેન્ચુરી તથા ૧૧ હાફ સેન્ચુરી સાથે કુલ ૧૯૪૪ રન બનાવ્યા હતા. તેની બૅટિંગઍવરેજ ૩૪.૧૦ની હતી. તે છેલ્લી ટેસ્ટમૅચ એપ્રિલ ૨૦૦૮માં સાઉથ આફ્રિકા સામે રમ્યો હતો. તે બે વન-ડે પણ રમ્યો છે.

જાફરે ૧૯૯૬માં કરીઅરની બીજી જ ફસ્ર્ટ-ક્લાસ મૅચમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારી હતી. ત્યારે તે રાજકોટમાં સૌરાષ્ટ્ર સામેની રણજી મૅચના પ્રથમ દાવમાં ૩૧૪ રને નૉટઆઉટ રહ્યો હતો. મુંબઈના કોચ સુલક્ષણ કુલકર્ણીએ ત્યારે ઓપનિંગમાં તેની સાથે ડબલ સેન્ચુરી (૨૩૯) ફટકારી હતી.

રણજીમાં કરીઅર શરૂ કર્યા બાદ થોડા જ સમયમાં જાફરની કૅપ્ટન્સીમાં મુંબઈ ૩૮મી અને ૩૯મી વખત રણજીનું ટાઇટલ જીત્યું હતું. એ ઉપરાંત તે રમ્યો હોય એવી બીજી પાંચ રણજી સીઝનની ટ્રોફી પણ મુંબઈ જીત્યું હતું.

૨૦૧૦ની સાલમાં જાફરના સુકાનમાં મુંબઈએ દુલીપ ટ્રોફી જીતી લીધી હતી.

- અનંત ગવંડળકર

દિલ્હીમાં બીજા દિવસે પણ પડી ૧૮ વિકેટ


દિલ્હીની સૌરાષ્ટ્ર-રેલવે રણજી મૅચમાં પ્રથમ દિવસ પછી ગઈ કાલે બીજા દિવસે પણ ૧૮ વિકેટ પડી હતી. સૌરાષ્ટ્રના ૧૭૫ રન સામે રેલવે ૮૧ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. ત્યાર પછી સૌરાષ્ટ્ર ૧૫૨માં ઑલઆઉટ થઈ જતાં રેલવેને ૨૪૭નો ટાર્ગેટ મYયો હતો અને રમતના અંત સુધીમાં એણે ૯૭ રનમાં ૬ વિકેટ  ગુમાવી દીધી હતી. પ્રથમ દાવમાં છ વિકેટ લેનાર રવીન્દ્ર જાડેજાને ગઈ કાલે એક જ વિકેટ મળી હતી.

સુરતમાં હરિયાણા સામે ગુજરાતે ૨૧ રનની લીડ મેળવી હતી, જ્યારે વડોદરામાં બરોડાના ૨૮૪ રન સામે બેન્ગાલે ૪ વિકેટે ૨૬૪ રન બનાવ્યા હતા. સૌરવ ગાંગુલી ૬૦ રને રિટાયર્ડ હર્ટ થયો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy