નાની ફિલ્મોનો દિવસ

નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે ત્યારે આજે કોઈ મોટી ફિલ્મ રિલીઝ નથી થવાની. આજે બધી જ નાની અને સ્મૉલ-બજેટ ફિલ્મો રિલીઝ થશે. રિલીઝ થનારી આ ફિલ્મોમાં જો કોઈ વૅલ્યુએબલ ફિલ્મ ગણવી હોય તો એમાં એકમાત્ર ‘પ્યાર કા પંચનામા ૨’ છે.

small budget films



પ્યાર કા પંચનામા ૨

૨૦૧૧માં આવેલી ‘પ્યાર કા પંચનામા’ની સીક્વલ એવી આ ફિલ્મના કાર્તિક આર્યન, નુસરત ભરૂચા, સની સિંહ, સોનાલી સહગલ, ઇશિતા શર્મા અને ઓમકાર કપૂર છે. ત્રણ ભાઈબંધો સાથે રહે છે અને એક જ રૂમ શૅર કરે છે. આ ત્રણ ભાઈબંધો પ્રેમમાં પડે છે અને તેમની લાઇફમાં બહુ મોટા ચેન્જ આવે છે. આ ચેન્જને કારણે કૉમેડી તો સર્જાય છે પણ સાથોસાથ ભાઈબંધીમાં પણ લાગણીઓના ભાગીદારો જન્મતા હોય એવો અનુભવ થાય છે. ફિલ્મ કૉલેજિયન યંગસ્ટર્સને ગમે એ પ્રકારની છે.

વેડિંગ પુલાવ

આદી અને અનુષ્કા બન્ને બેસ્ટ ફ્રેન્ડ છે અને એકબીજાને ચાહે છે, પણ ચાહતની આ લાગણી કયા પ્રકારની છે એ વિશે બેમાંથી કોઈ જાણતું નથી. આદીનાં મૅરેજ ફાઇનલ થઈ જાય છે અને મૅરેજમાં જવા માટે અનુષ્કાને કહેવામાં આવે છે. બસ એ સમયથી અનુષ્કાને કન્ફ્યુઝન સાથેની ફીલિંગ્સ બહાર આવવાનું શરૂ થઈ જાય છે. આદીનું પણ કંઈક અંશે એવું જ છે. તેને અનુષ્કાના બૉયફ્રેન્ડની જબરદસ્ત ઈષ્ર્યા થઈ રહી છે. એક સમય એવો આવે છે કે આંખ સામે મૅરેજની તૈયારીઓ ચાલી રહી છે અને આદી-અનુષ્કા બન્નેને પોતાની ફીલિંગ્સની ખબર પડવાની શરૂઆત થઈ રહી છે, પણ હવે શું કરવું એની સમજણ નથી પડતી. ફિલ્મમાં અનુષ્કા રંજન, દિગનાથ મનચલે, રિશી કપૂર અને સતીશ કૌશિક છે. અનુષ્કા રંજન સુપરમૉડલ તરીકે ઑલરેડી એસ્ટૅબ્લિશ છે. તેની આ પહેલી ફિલ્મ છે.

હો ગયા દિમાગ કા દહી

લાંબા સમય પછી કાદર ખાન સાથે આવી રહેલી આ કૉમેડી ફિલ્મમાં રાજપાલ યાદવ, ઓમ પુરી, રઝાક ખાન અને સંજય મિશ્રા છે. ઈશ્વરસિંહ ચૌહાણના ત્રણ દીકરાઓ છે; ણ્ત્સ્ એટલે કે હૅરી, ઇન્દર અને વીરુ. આ ત્રણ દીકરાઓને ઈશ્વરસિંહ વારસામાં હવેલી આપે છે, પણ દીકરાઓને ખબર પડે છે કે હવેલી પર મિર્ઝા કિશનસિંહ જોસેફ (ઓમ પુરી)એ કબજો કરી લીધો છે. હવેલી પાછી લઈ આવવા માટે ત્રણેય દીકરાઓ આશિક અલી (સંજય મિશ્રા), તીલીભાઈ (રઝાક ખાન) અને મસાલા (રાજપાલ યાદવ)નો સર્પોટ લે છે અને પછી બધાના દિમાગનું દહીં થઈ જાય એવા સંજોગો ઊભા થાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK