ફિલ્મ પ્રિવ્યુ : જય હો

‘વૉન્ટેડ’, ‘દબંગ’, ‘રેડી’, ‘એક થા ટાઇગર’ અને ‘દબંગ ૨’ એમ બૅક ટુ બૅક હિટ ફિલ્મની હારમાળા સર્જી દેનારા સલમાન ખાનની ફિલ્મ ‘જય હો’ આવતી કાલે રિલીઝ થઈ રહી છે.




‘જય હો’ તેલુગુ ફિલ્મ ‘સ્ટૅલિન’ની રીમેક છે. જો તમને કોઈ મદદ કરતું હોય તો તમારે એ મદદની ભાવનાને આગળ વધારવી જોઈએ અને બીજાને મદદ કરવા માટે આગળ આવવું જોઈએ. આ પ્રકારના વિચાર સાથે બનાવવામાં આવેલી ‘જય હો’ સલમાન ખાનના નાના ભાઈ સોહેલ ખાનના પ્રોડક્શન-હાઉસમાં બની છે.

મેજર જય અગ્નિહોત્રી (સલમાન ખાન) પ્રામાણિક અને નીતિમત્તામાં જબરદસ્ત શ્રદ્ધા ધરાવે છે. ભ્રષ્ટાચાર અને અન્યાય સામે તે ક્યારેય ચૂપ રહેતો નથી. જંગ ગમે તેની સામે હોય, ગમે એટલી મોટી હસ્તી સામે હોય તો વિનાસંકોચે ન્યાય અને પ્રામાણિકતા માટે તે જંગમાં જોતરાઈ જાય છે. જયનો એક સીધો અને સરળ સિદ્ધાંત છે - જરૂર હોય તેને મદદ કરો અને મદદ કરનારાની પાસે એટલું વચન લો કે તે પણ જરૂરિયાતવાળી વ્યક્તિની મદદ કરશે. જય માને છે કે જો આ રીતે એકબીજાની જરૂરિયાતમાં સાથે ઊભા રહીશું તો દુનિયામાં કોઈ દુ:ખી નહીં રહે, કોઈ એકલો નહીં રહે. જય રિટાયર્ડ આર્મી ઑફિસર છે. જય માને છે કે દેશની રક્ષા કરવા માટે શરીર પર વર્દી જરૂરી છે, પણ દેશની અંદરની સુરક્ષા માટે શરીર પર વર્દી હોવી જરૂરી નથી. અનેક વખત એવું બન્યું છે કે જય બીજાને મદદ કરવા જતાં પોતે જ મુશ્કેલીમાં ફસાય છે, પણ જયને એની પરવા નથી.

જયના આ સ્વભાવને કોઈ સમજી શકતું નથી, સિવાય કે તેની મોટી બહેન ગીતા (તબુ).

એક તબક્કે જય શહેરના સૌથી મોટા રાજકારણીની સાથે ઝઘડો કરી બેસે છે, જે ઝઘડાનો અંત ભયાનક આવવાનો છે એ સૌને ખબર છે. જયને બધા સમજાવે છે કે કોઈ પણ હિસાબે તે રાજકારણી સામે સુલેહ કરી લે. કમને જય એવું કરવા તૈયાર થઈ જાય છે, પણ જયનું અપમાન કરવામાં આવે છે. આ અપમાન જય ચૂપચાપ સહન કરી લે છે, પણ જ્યારે તેના પરિવારનું અપમાન થાય છે ત્યારે જયથી સહન નથી થતું અને જય ખુલ્લેઆમ રાજકીય વગ ધરાવતા એ જૂથની સામે દુશ્મની વહોરી લે છે. હવે એક તરફ પેલા રાજકારણી અને તેના ગુંડાઓ છે તો બીજી તરફ જય એકલો છે. જયની આજ લોહિયાળ બની જાય છે, પણ એ લોહિયાળ જંગમાં તેને એવી વ્યક્તિઓનો સાથ મળે છે જેમને તેણે પોતાના ભૂતકાળના દિવસોમાં મદદ કરી હતી. વિદ્રોહના આ જંગમાં એક તબક્કે દરેક વ્યક્તિ જોડાઈ જાય છે અને અંતે સત્યનો વિજય થાય છે.

સલમાન ખાન અને તબુ ઉપરાંત ફિલ્મમાં ડેઇઝી શાહ, સના ખાન, મહેશ ઠાકુર, ડૅની, સંતોષ શુક્લા, મહેશ માંજરેકર અને સુનીલ શેટ્ટી પણ છે. ‘જય હો’નું મ્યુઝિક સાજિદ-વાજિદે તૈયાર કર્યું છે, જેમાંથી ‘અપના કામ બનતા તો ભાડ મેં જાએ જનતા’, અને ‘ફોટો નહીં તો ફોટોકૉપી’ હિટ થયાં છે. ‘ફોટોકૉપી’ ગીતમાં પહેલી વાર એવું બન્યું છે કે બે મ્યુઝિક-ડિરેક્ટર સાથે થયા હોય. આ ગીતનું કમ્પોઝિશન સાજિદ-વાજિદે તૈયાર કર્યું છે, પણ એ ગીત મ્યુઝિક-ડિરેક્ટર હિમેશ રેશમિયાએ ગાયું છે.

ફિલ્મનું નામ પહેલાં ‘મેન્ટલ’ હતું

સોહિલ ખાને આ ફિલ્મનું પહેલું ટાઇટલ ‘મેન્ટલ રાખ્યું હતું, પણ એક દિવસ અબ્બા સલીમ ખાન સાથે બધા જ્યારે બેઠા હતા ત્યારે સલીમ ખાને સલમાન અને સોહિલને નામ ચેન્જ કરવા માટે કહ્યું હતું. સલીમ ખાનના કહેવા મુજબ સલમાનનું નામ તેની દરેક હિટ ફિલ્મ સાથે જોડી દેવામાં આવે છે, જેમ કે ‘દબંગ’ પછી એ દબંગ ખાન કહેવાયો અને ‘એક થા ટાઇગર’ પછી તેના ફૅન્સ તેને ટાઇગર કહેવા માંડ્યા હતા. જો ‘મેન્ટલ’ હિટ થાય તો ફૅન્સમાં તેનું નામ ‘મેન્ટલ ખાન’ થઈ જાય અને એવું ન થાય એ માટે સલીમ ખાને સલમાન-સોહિલને આ સજેશન આપ્યું હતું. અબ્બાની વાત સાચી લાગી એટલે ફિલ્મનું નામ બદલાવવામાં આવ્યું અને ‘જય હો’ ટાઇટલ કરવામાં આવ્યું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK