Film Preview : વેલકમ બૅક

અનીસ બઝમીની સુપરહિટ ફિલ્મ ‘વેલકમ’ની આ સીક્વલમાં તેણે નાના પાટેકર, પરેશ રાવલ અને અનિલ કપૂરને રિપીટ કર્યા છે તો અક્ષયકુમાર, કૅટરિના કૈફની પેરને બદલે જૉન એબ્રાહમ અને શ્રુતિ હાસન લીડ પેરમાં આવ્યાં છે.

welcome back



ઉદય શેટ્ટી (નાના પાટેકર) અને મજનૂભાઈ (અનિલ કપૂર) હવે ડૉન નથી રહ્યા, તેમણે અન્ડરવર્લ્ડ છોડીને બિઝનેસમેન બની જવાનું પસંદ કયુંર્ છે. ઉદય અને મજનૂની લાઇફમાં કોઈ તડકો રહ્યો નથી અને બન્ને અમુક અંશે કંટાળી પણ ગયા છે. પણ આ કંટાળો તેમની લાઇફમાંથી ચાંદની દૂર કરે છે. મહારાણી (ડિમ્પલ કાપડિયા)ની દીકરી ચાંદનીને બન્ને ભાઈઓ ગળાડૂબ પ્રેમ કરે છે. બન્ને પોતે બેસ્ટ છે એ દેખાડવામાં વ્યસ્ત છે, પણ ત્યારે જ ઉદયના પપ્પા અપ્પા આવીને ઉદયના હાથમાં તેની દીકરી રાંઝણા (શ્રુતિ હસન)નો હાથ મૂકે છે અને કહે છે કે ઉદય અને મજનૂએ કોઈ પણ રીતે રાંઝણાનાં મૅરેજ સારા પરિવાર સાથે કરાવવાનાં છે. અપ્પાની વાત માનવી જ પડે એવી શરત હવે મહારાણી પણ મૂકે છે. મહારાણી કહે છે કે રાંઝણાનાં મૅરેજ પછી તે નક્કી કરશે કે ચાંદની ઉદય કે મજનૂમાંથી કોની સાથે મૅરેજ કરશે. ઉદય અને મજનૂ ચાંદની માટે છોકરો શોધવાની દોટમાં લાગી જાય છે. બન્નેને પહેલાં ડૉ. ઘૂંઘરૂ (પરેશ રાવલ) યાદ આવે છે. પહેલી ફિલ્મ ‘વેલકમ’માં ડૉ. ઘૂંઘરૂનો ભાણેજ (અક્ષયકુમાર) બહુ જ શરીફ હતો. બન્ને એક્સ-ડૉન ડૉ. ઘૂંઘરૂ અને તેની વાઇફને શરીફ છોકરો લઈ આવવાનો આદેશ આપે છે. માંડ જિંદગીમાં શાંતિ થઈ હોય છે ત્યાં મજનૂ-ઉદય લાઇફમાં પાછા આવે છે એટલે ઘૂંઘરૂની લાઇફની નવેસરથી બૅન્ડ વાગે છે, પણ તેને બચાવવાનું કામ હવે અજ્જુભાઈ (જૉન એબ્રાહમ) કરે છે અને તે ઘૂંઘરૂની સાથે બન્ને ભાઈઓની સામે ઊભો રહે છે. બધું ઘીના ઠામમાં ઘી પડતું દેખાય એ જ સમયે વૉન્ટેડ ભાઈ (નસીરુદ્દીન શાહ)ની એન્ટ્રી થાય છે. વૉન્ટેડ ભાઈ ઉદય-મજનૂ-ઘૂંઘરૂ-અજ્જુની લાઇફમાં નવું ટેન્શન લઈ આવે છે, પણ એ ટેન્શન વચ્ચે વૉન્ટેડ ભાઈ મહારાણીના પ્રેમમાં પડે છે.

ફિલ્મ ભેજાફ્રાય કૉમેડીના ફૉર્મેટ પર બની છે. ફિલ્મ માટે દુબઈના શેખના આલિશાન મહેલમાં પણ શૂટિંગ કરવામાં આવ્યું છે. આ મહેલને વૉન્ટેડ ભાઈનું ઘર દેખાડવામાં આવ્યું છે.

અત્યારે કોકિલાબેન અંબાણી હૉસ્પિટલમાં કૅન્સર સામે ઝઝૂમી રહેલા મ્યુઝિક-ડિરેક્ટર આદેશ શ્રીવાસ્તવે ‘વેલકમ બૅક’નું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક આપ્યું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK