ફિલ્મ રિવ્યુ : તનુ વેડ્સ મનુ રિટર્ન્સ

૨૦૧૧માં આવેલી લો-બજેટની ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ’ બૉક્સ-ઑફિસ પર સુપરહિટ સાબિત થયા પછી ફિલ્મના ડિરેક્ટર-પ્રોડ્યુસર આનંદ એલ. રાયે ફિલ્મની સીક્વલ ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ બનાવી છે.

tanu weds manu returns


પહેલી ફિલ્મ મૅરેજ પહેલાંના રિલેશન અને એ રિલેશનમાં ઉમેરાતા કન્ફ્યુઝન પર હતી તો ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ મૅરેજ પછીના પ્રૉબ્લેમ અને એ પ્રૉબ્લેમને કારણે શરૂ થતી આત્મખોજ પર આધારિત છે. ફિલ્મમાં આર. માધવન અને કંગના રનોટ છે. કંગના ફિલ્મમાં ડબલ રોલ કરે છે. ફિલ્મ ત્યાંથી જ શરૂ થાય છે જ્યાં પહેલી ફિલ્મ પૂરી થઈ હતી.

તનુ (કંગના રનોટ) અને મનુ (આર. માધવન)નાં મૅરેજ થઈ ગયાં છે અને મૅરેજ-લાઇફને ચાર વરસ પૂરાં થઈ ગયાં છે. આ ચાર વરસ દરમ્યાન મનુ અને તનુ વચ્ચે ઝઘડા પણ પારાવાર થવા માંડ્યા છે. લંડનમાં રહેતું આ કપલ એક તબક્કે ઝઘડા પછી નક્કી કરે છે કે બન્ને છૂટાં પડશે. તનુ ફરીથી પોતાના ઘરે આવી જાય છે. થોડા સમય પછી મનુએ પણ ઇન્ડિયા આવવાનું બને છે અને એ દરમ્યાન મનુ અનાયાસ કુસુમ (કંગના રનોટ)ને મળે છે. કુસુમ ઍથ્લીટ છે અને તે નવી ઇન્ટરનૅશનલ ગેમ માટે તૈયારીઓ કરી રહી છે. કુસુમ અને મનુની પહેલી ઓળખાણ ધીમે-ધીમે આગળ વધે છે અને બન્ને એકબીજા પ્રત્યે આકષાર્ય છે. એક તરફ તૂટી રહેલી મૅરેજ-લાઇફ છે તો બીજી તરફ નવી લાઇફની દિશામાં આગળ વધવાની શરૂઆત છે.

‘તનુ વેડ્સ મનુ’ એના મ્યુઝિકને કારણે પણ હિટ થઈ હતી, જ્યારે ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’નું મ્યુઝિક એટલું અસરકારક નથી બન્યું.

કમ્પલ્સરી કરવા પડ્યા ઉપવાસ

ફિલ્મમાં કંગના રનોટ ડબલ રોલમાં છે. તનુ અને કુસુમમાંથી કુસુમના રોલમાં લુક ચેન્જ કરવાના ઇન્ટેન્શનથી કંગનાના દાંતમાં ચેન્જ કરવામાં આવ્યો છે. એ ચેન્જ માટે કંગનાએ ઓરિજિનલ દાંત પર ખોટા દાંતનું ખોખું પહેરીને પોતાનો લુક બદલ્યો છે. આ ખોટા દાંત સાથે શૂટિંગ કરવાનું કામ અઘરું હતું. એ દાંત ટેમ્પરરી ફિટ કરવામાં આવતા હતા, પણ એ ફિટિંગમાં દોઢથી બે કલાક લાગતા હતા, જેને કારણે એ દાંત દિવસ દરમ્યાન એક જ વાર ફિટ કરવામાં આવતા અને પછી એ જ દાંત સાથે કંગનાએ શૂટિંગ કરવું પડતું. કંગના જ્યારે પણ આ દાંત પહેરતી ત્યારે તેને ખાવાની મનાઈ કરવામાં આવી હતી, જેને કારણે જે દિવસે દાંત પહેરીને શૂટિંગ કરવાનું હોય એ દિવસે કંગનાએ ફરજિયાત ઉપવાસ કરવો પડતો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK