ફિલ્મ રિવ્યુ: અગ્લી

અનુરાગ કશ્પયની ફિલ્મ ‘અગ્લી’ આ અગાઉ સેન્સર ર્બોડ સાથે વિવાદમાં હતી. સિગારેટ પીવાનાં અઢળક દૃશ્યો ફિલ્મમાં હોવાથી સેન્સર ર્બોડે ફિલ્મની શરૂઆતમાં સ્ટૅચ્યુટરી વૉર્નિંગ આપવાનું સજેશન આપ્યું હતું

Ugly



જે નિયમ મુજબ યોગ્ય હતું, પણ અનુરાગ કશ્યપ એ કરવા રાજી ન હોવાથી ફિલ્મને સેન્સર ર્બોડે અટકાવી દીધી હતી. અનુરાગ કશ્યપ આ મુદ્દે ર્કોટમાં ગયા હતા, પણ પછી તેમણે જ પાછા પગ કરીને જરૂરી સૂચના ઉમેરી દેવાની સહમતી સાથે ફિલ્મ સેન્સરમાંથી પાસ કરાવી હતી.શાલિની (તેજસ્વિની કોલ્હાપુરે) મિડલ-ક્લાસ હાઉસવાઇફ છે અને તેણે બીજાં મૅરેજ કયાર઼્ છે. શાલિની આ મૅરેજ તોડીને નીકળી જવા માગે છે, પણ તેનો ઍડિશનલ પોલીસ-કમિશનર હસબન્ડ શૌમિક બોઝ (રોનિત રૉય) તેને આ સંબંધ તોડવા દેવા રાજી નથી. એક દિવસ શાલિની પતિની સર્વિસ-રિવૉલ્વરથી સુસાઇડ કરવાની તૈયારી કરે છે, પણ તેની દીકરી કાલી તેને રોકે છે.

કાલીને આગળપાછળની કાંઈ ખબર નથી. કાલી મમ્મીને એવું સજેશન આપે છે કે તે તેના પહેલા પતિ રાહુલ (રાહુલ ભટ્ટ)ને ફોન કરે. શનિવારની આ ઘટના છે અને પહેલા પતિ સાથે થયેલા ડિવૉર્સમાં નક્કી થયા મુજબ શનિવારે કાલીએ તેના ઓરિજિનલ પપ્પા પાસે રહેવાનું છે. રાહુલ એક સ્ટ્રગલિંગ ઍક્ટર છે. રાહુલ કાલીને લઈ જાય છે પણ એ જ દિવસે એક ઑડિશન માટે તેણે તાત્કાલિક જવું પડે છે એટલે તે કાલીને ગાડીમાં મૂકીને ઑડિશન આપવા જાય છે. ઑડિશનમાંથી પાછો આવ્યા બાદ તે જુએ છે કે કાલી કારમાંથી ગુમ થઈ ગઈ છે.

અહીંથી બ્લેમ-ગેમ શરૂ થાય છે. કાલીને શોધવાનું કામ એકસાથે અનેક જગ્યાએ શરૂ થાય છે. શાલિની કાલીને શોધે છે તો રિયલ ફાધર રાહુલ સાથે કાલીના સ્ટેપફાધર શૌમિક બોઝ પણ કાલીને શોધવાનું કામ કરે છે. બોઝને કારણે મુંબઈ પોલીસ પણ કાલીને શોધવામાં લાગી જાય છે. ફાઇનલી બોઝ રાહુલને અરેસ્ટ કરવાનો ઑર્ડર કરે છે. આ ઑર્ડર સાથે બધા વચ્ચે એક નવી રમત થાય છે. અનુરાગ કશ્યપની આ ફિલ્મ સાઇકો-થિþલર છે જે માત્ર ૨૪ કલાકનો એક દિવસ દેખાડે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK