ફિલ્મ પ્રિવ્યુંઃ ધ શૌકીન્સ

ઢળતી ઉંમરે માણસને જો રંગરેલિયાં સૂઝે તો શું પરિણામ આવે અને એ પરિણામમાંથી કેવી ટ્રૅજેડીભરી કૉમેડી સર્જાય એ ‘ધ શૌકીન્સ’માં દેખાડવામાં આવ્યું છે.

the shokin


૧૯૮૨માં ડિરેક્ટર બાસુ ચૅટરજીએ બનાવેલી ‘શૌકીન’ની સ્ટોરીલાઇન લઈને બનાવવામાં આવેલી આ ફિલ્મની પચાસ ટકા સ્ટોરી ચેન્જ કરવામાં આવી છે. ઓરિજિનલ ફિલ્મમાં ત્રણ બુઢ્ઢાનું કૅરૅક્ટર અશોકકુમાર, ઉત્પલ દત્ત અને એ. કે. હંગલે કર્યું હતું જ્યારે ‘ધ શૌકીન્સ’માં અનુપમ ખેર, અનુ કપૂર અને પીયૂષ મિશ્રા કરે છે.


લાલી (અનુપમ ખેર), KD (અનુ કપૂર) અને પિન્કી (પીયૂષ મિશ્રા) હવે રિટાયર્ડ છે. નાનપણના આ ત્રણેય ભાઈબંધને હવે એક વાતનો અફસોસ છે કે આજના યંગસ્ટર્સ જે જલસા કરે છે એ જલસા કરવાનું તેમનાથી ચુકાઈ ગયું. અફસોસ વચ્ચે જીવી રહેલા આ ત્રણેય ઓલ્ડીઝમાંથી એકમાત્ર લાલીની વાઇફ છે. લાલીની વાઇફ (રતિ અગ્નિનહોત્રી) બહુ ધાર્મિક પ્રકૃતિની છે, જેનાથી લાલીને બહુ ચીડ છે. કૉલેજ સમયે KDને સૌ લવગુરુ કહેતા, પણ આ લવગુરુ પોતે જ કુંવારા રહી ગયા છે એનો તેને અફસોસ છે તો પિન્કી અસંતુષ્ટ વિધુર છે અને તેની ઘણી કામોત્તેજક ઇચ્છાઓ અધૂરી રહી ગઈ છે.


નવું કરવા માટે કોઈ ઉંમર નાની નથી હોતી એવા મહાત્મા ગાંધીના હકારાત્મક સ્ટેટમેન્ટને આંખ સામે રાખીને ત્રણેય ભાઈબંધો નક્કી કરે છે કે પૈસા કમાવાની દોડધામમાં જે કરવાનું રહી ગયું છે એ બધું હવે એ લોકો કરશે અને એ બધી મજા કરશે જે આજના યંગસ્ટર્સ કરી રહ્યા છે. શરૂઆત તો એ લોકો પોતાના સિટીમાં જ કરે છે, પણ બુઢ્ઢાઓની આ હરકત સ્વાભાવિક રીતે કોઈથી બરદાસ્ત નથી થતી અને ઊલમાંથી ચૂલમાં પડવા જેવો ઘાટ સર્જાય છે. ફાઇનલી KD નક્કી કરે છે કે જલસા કરવા માટે મૉરિશ્યસ જવું જોઈએ. મૉરિશ્યસમાં તેમને આહના (લીઝા હેડન) મળે છે. આહનાની બિનધાસ્ત હરકતથી ત્રણેય સિનિયર સિટિઝનના આખા શરીરમાં ગલગલિયાં થવા માંડે છે. આ ગલગલિયાં એ સમયે રંગરેલિયાનું દિવાસ્વપ્ïન બની જાય છે જે સમયે આહના તેમને એવું કહે છે કે જે માણસ તેને સુપરસ્ટાર અક્ષયકુમાર (અક્ષયકુમાર) સાથે એક વાર મેળવી દેશે એ માણસ માટે તે કંઈ પણ કરવા તૈયાર છે.


પત્યું. લાલી, KD અને પિન્કી અક્ષયને આહના સાથે એક વખત મેળવી દેવાના કામે લાગી જાય છે. અક્ષયકુમાર સુપરસ્ટાર છે, પણ તે આલ્કોહોલના એવા રવાડે ચડી ગયો છે કે તેને સવારે બ્રશ પછી કોગળા કરવામાં પણ દારૂ જોઈએ છે. અક્ષયને પટાવવાનું કામ આલ્કોહોલ દ્વારા થઈ શકે છે. જો અક્ષય પટી જાય તો આહના પણ સહેલાઈથી પટી જાય એમ છે. લાલી, KD અને પિન્કી આ કામે લાગી જાય છે; પણ તેમને ખબર નથી કે અક્ષયકુમારને પટાવવા જતાં અક્ષય આહનાના પ્રેમમાં પડી જવાનો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK