હન્ટર

ડિરેક્ટર હર્ષવર્ધન કુલકર્ણી અને પ્રોડ્યુસર અનુરાગ કશ્પયની સેક્સ-કૉમેડી ફિલ્મ ‘હન્ટર’ માટે કહેવાય છે કે આ ફિલ્મ ઇન્ડિયાની પહેલી સાચા અર્થની બોલ્ડ ફિલ્મ છે.



મિડલ ક્લાસ ફૅમિલીના પુરુષોના મનમાં સેક્સના વિચારો ચોવીસે કલાક ચાલતા રહે છે અને આ વિચારો તેને સતત શિકારીના રોલમાં રાખે છે એ વિષયને કેન્દ્રમાં રાખનારી ફિલ્મ ‘હન્ટર’ની વાર્તા મંદારની આસપાસ ઘૂમરાય છે.મંદારની જિંદગીમાં અનેક એવી સ્ત્રીઓ આવી ગઈ છે જેની સાથે તેનાં ફિઝિકલ રિલેશન રહ્યાં હોય. એક સમયે બેથી ત્રણ યુવતી સાથે સેક્સસંબંધો રાખવાની માનસિકતા ધરાવતો મંદાર કૉર્પોરેટ કંપનીમાં નોકરી કરે છે, પણ તેનું ધ્યાન નોકરી કરતાં છોકરીમાં વધારે રહે છે. મંદારનાં મૅરેજ તૃપ્તિ સાથે થવાનાં છે પણ એમ છતાં તેના કાંડ ક્યાંય અટકતા નથી અને એક તબક્કો એવો આવી જાય છે કે મંદાર સેક્સના વિષચક્રમાં ફસાય છે. એવું નથી કે તેને એઇડ્સ જેવી કોઈ બીમારી થાય છે. ના, સહેજ પણ નહીં, પરંતુ બને છે એવું કે મંદાર સેક્સ-મેનિયાક બનતો જાય છે.‘હન્ટર’ની સ્ટારકાસ્ટ બિલકુલ નવી છે. અનુરાગ કશ્યપનું કહેવું છે કે ‘હન્ટર’ માટે તેણે કોઈ ડબલ મીનિંગ ડાયલૉગનો ઉપયોગ નથી કર્યો, જે કહેવું હતું એ ડાયલૉગમાં સીધેસીધું જ કહેવાયું છે.



દિલ્લીવાલી ઝાલિમ ગર્લફ્રેન્ડ



પ્રેમ મોટો કે પૈસો એ વાતને સમજાવવાનો પ્રયાસ કરતી ફિલ્મ ‘દિલ્લીવાલી ઝાલિમ ગર્લફ્રેન્ડ’માં ધ્રુવ અને હૅપી નામના બે ફ્રેન્ડ અને ધ્રુવ જેને પ્રેમ કરે છે તે સાક્ષીની વાત કહે છે. ધ્રુવે હજી હમણાં જ ત્ખ્લ્ની એક્ઝામ પાસ કરી છે તો હૅપી તેના નામ મુજબ જ મસ્ત રીતે જીવન જીવવામાં માને છે. ધ્રુવની ગર્લફ્રેન્ડ એક ફાઇનૅન્સ કંપનીમાં નોકરી કરે છે. તેની નોકરી સાચવવા માટે અને સાક્ષીને ઇમ્પ્રેસ કરવા માટે હૅપી તેની કંપનીમાંથી લોન લે છે. એ લોનથી કાર લેવામાં આવે છે, પણ એ લોન લીધા પછી બન્ને પેલી ઝાલિમ ગર્લફ્રેન્ડની ડિમાન્ડ પૂરી કરવાની હોડમાં ઊતરી જાય છે. આ હોડમાં ઊતર્યા પછી એવી-એવી વિચિત્ર ડિમાન્ડ તેમની પાસે આવતી રહે છે કે બન્નેને પરસેવો છૂટી જાય છે.‘દિલ્લીવાલી ઝાલિમ ગર્લફ્રેન્ડ’માં દિવ્યેન્દુ શર્મા, ઈરા દુબે અને જૅકી શ્રોફ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK