ફિલ્મ પ્રિવ્યુઃ ડૉલી કી ડોલી

અરબાઝ ખાન પ્રોડક્શનની ‘ડૉલી કી ડોલી’ સત્ય ઘટના પર આધારિત છે. ફિલ્મનાં લીડ સ્ટાર સોનમ કપૂર, રાજકુમાર રાવ, પુલકિત સમ્રાટ અને વરુણ શર્મા છે; તો ફિલ્મનું ડિરેક્શન અભિષેક ડોગરાએ કર્યું છે. અભિષેકની ડિરેક્ટર તરીકેની આ પહેલી ફિલ્મ છે. ફિલ્મનું મ્યુઝિક સાજિદ-વાજિદનું છે.

ડૉલી (સોનમ કપૂર) એક એવી છોકરી છે જે પૈસા માટે કાંઈ પણ કરી શકે છે અને પૈસા માટે કાંઈ પણ કરવા તૈયાર થયેલી આ છોકરીના હાથમાં છોકરાને પટાવી, તેની સાથે લગ્ન કરી, છોકરાના ખાનદાનને ખંખેરી લેવાનો રસ્તો આવી જાય છે. ડૉલી પોતાના આ રસ્તામાંથી સોનુ (રાજકુમાર રાવ) અને મનોજ સિંહ ચઢ્ઢા (વરુણ શર્મા)ને ખંખેરી ચૂકી છે. બન્નેની કાર્યપદ્ધતિ સેમ છે. પહેલાં છોકરાને પ્રેમમાં પાડવાનો અને પછી લગ્નની રાતે ઘરઆખામાં હાથફેરો કરીને રફુચક્કર થઈ જવાનું. અલબત્ત, આ કાંડ કર્યા પછી સ્વાભાવિક રીતે પોલીસ-ફરિયાદ પણ થાય છે અને ડૉલીની શોધખોળ શરૂ થાય છે. જોકે ડૉલી એ પહેલાં ગાયબ થઈ જાય છે. ડૉલી વધુ એક વાર આ જ પ્રકારનો કાંડ કરે છે અને આ વખતે કાંડ કર્યા પછી હવે તે બરાબરની ફસાય છે. જોવાનું એ છે કે ચબરાક અને સ્ટ્રીટ-સ્માર્ટ એવી ડૉલી આ વખતે બચે છે કે પછી પોતાની જ ચાલમાં તે ફસાઈ જાય છે.

ડૉલી આજે પણ બહાર ફરે છે

તમને જાણીને નવાઈ લાગશે કે ‘ડૉલી કી ડોલી’માં છેતરપિંડી કરનારી ડૉલીની વાત કરવામાં આવી છે એ ડૉલી આજે પણ બહાર ફરે છે. પંજાબમાં આ જ નામની એક છોકરી હતી જે લગ્ન કરવા ઇચ્છતા અને ઇમોશનલફૂલ કહેવાય એવા છોકરાઓને પટાવવાનું કામ કરતી અને પછી તેને ખંખેરીને ભાગી જતી. એ સાચી ડૉલીએ લગભગ આઠેક જેટલા મુરતિયાઓને છેતરવાનું કામ કર્યું અને પછી તેના પર પોલીસનું પ્રેશર વધ્યું એટલે ડૉલી પંજાબ છોડીને ભાગી ગઈ. વચ્ચે તેણે દિલ્હીમાં પણ કાંડ કર્યા હતા. જોકે એ કાંડ પછી પણ પોલીસ ડૉલીને પકડી નથી શકી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK