ફિલ્મ પ્રિવ્યુ:બૅન્ગ બૅન્ગ

સિદ્ધાર્થ આનંદે સુપરહિટ હૉલીવુડ ફિલ્મ ‘નાઇટ ઍન્ડ ડે’ની રીમેક ‘બૅન્ગ બૅન્ગ’ બનાવી છે. ફિલ્મમાં હૃતિક રોશન, કૅટરિના કૈફ, ડૅની, જાવેદ જાફરી અને પવન મલ્હોત્રા છે. ફિલ્મનું શૂટિંગ દુનિયાના સાત દેશોમાં થયું છે તો ફિલ્મનું બજેટ ૧૪૦ કરોડ રૂપિયા છે.

મજાની વાત એ છે કે આ બજેટમાંથી સ્ટારકાસ્ટ પાછળ પિસ્તાળીસ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે જ્યારે એટલો જ ખર્ચ ઍક્શન-સીક્વન્સ અને ટ્રાવેલિંગનો થયો છે. ફિલ્મની વાર્તા રાજવીર નંદાની આસપાસ ફરે છે.રાજવીર નંદા (હૃતિક રોશન) કોણ છે અને શું છે એના વિશે કોઈ નથી જાણતું. કોઈને એક તબક્કે તે ભારતનો ખુફિયા જાસૂસ લાગે છે તો બીજી જ ક્ષણે રાજવીરમાં કોઈ શાતિર બદમાશ, ચોર દેખાઈ આવે છે. જોકે રાજવીર આ બાબતનો કોઈ ખુલાસો પણ ક્યારેય નથી કરતો, પણ હર્લિન સહાની (કૅટરિના કૈફ)ને મળ્યા પછી તે પોતાની જિંદગીમાં પહેલી વાર આ વાતનો ખુલાસો કરવાની તૈયારી કરે છે, પણ એ સમયે તે એવા મોટા સંકટમાં ફસાયો છે કે જો વાત કરવા માટે પણ ટાઇમ વેડફે તો તેનો એકનો જ નહીં, હર્લિનનો પણ જીવ જાય એમ છે.

રાજવીર અને હર્લિન અનાયાસ પ્લેનમાં મળે છે. પ્લેનની આ સફરમાંથી બન્ને જેવાં બહાર આવે છે કે રાજવીર હર્લિન સાથે દોસ્તી કરવા માટે સંબંધોમાં સહેજ આગળ વધે છે, પણ એ જ સમયે તેના પર હુમલો થાય છે. હુમલો કરનારા રાજવીર અને હર્લિનને સાથે સમજીને હર્લિન પર પણ હુમલો કરે છે અને એ જ કારણે રાજવીરે હર્લિનને પણ સાથે લઈને ભાગવું પડે છે. હર્લિનને કંઈ સમજ નથી પડતી, પણ તેને એકેય વાત સમજાય એ પહેલાં તેના પર પણ હુમલો થાય છે. ક્યાંક અને ક્યાંક રાજવીરને મારવા માટે કોઈ તેની પાછળ પડ્યું છે તો એવી જ રીતે હર્લિન પણ કોઈના ધ્યાન પર છે. રાજવીર પર હુમલો કરાવનારો ઓમર ઝફર (ડૅની) ખુલ્લો પડે એ પહેલાં તો રાજવીરને અચાનક જ ખબર પડે છે કે તેની પાછળ ઓમર એક જ નહીં, બીજું પણ કોઈ તેને મારવા માટે તલપાપડ થયું છે. જીવન અને મોતની આ દિલધડક ચેઝ રાજવીર અને હર્લિને જીવ પર આવીને કરવી પડે છે અને એ પાછળનું કારણ એ છે કે બન્ને એક એવું રહસ્ય જાણે છે જે દેશ પર જોખમ લાવી શકે એમ છે.ફિલ્મનું મ્યુઝિક વિશાલ-શેખરનું છે.

૯૮ મિનિટ ઍક્શનની


૧૫૬ મિનિટની આ ફિલ્મમાં ૯૮ મિનિટની ઍક્શન-સીક્વન્સ છે. આ ઍક્શન-સીક્વન્સ દરમ્યાન હૃતિક તો ઇન્જર્ડ થયો જ છે, પણ એ ઉપરાંત વીસથી વધુ એક્સ્ટ્રા આર્ટિસ્ટ પણ ઇન્જર્ડ થયા હતા. ફિલ્મ માટે ઓછામાં ઓછી વીસ બાઇક તોડવામાં આવી હતી તો ત્રીસથી વધુ નવીનક્કોર કારને ભંગારવાડામાં મોકલવી પડે એવી હાલત થઈ ગઈ હતી.

પહેલી પસંદગી શાહિદ કપૂર

માનવામાં નહીં આવે પણ હકીકત એ છે કે રાજવીરના કૅરૅક્ટર માટે ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની પહેલી પસંદગી શાહિદ કપૂર હતો. તેમણે શાહિદને ઑફર પણ કરી અને શાહિદને ઓરિજિનલ ફિલ્મ બેહદ પસંદ પણ પડી હતી, પણ ઓરિજિનલ ફિલ્મના હીરો ટૉમ ક્રૂઝની સાથે પોતાની સરખામણી થાય ત્યારે સ્વાભાવિક રીતે પોતે ઊણો ઊતરશે એવા ડરથી તેણે ફિલ્મની ના પાડી દીધી અને એ પછી ફિલ્મ હૃતિક રોશન પાસે આવી. ઇન્ડિયન ટૉમ ક્રૂઝ બનવા માટે હૃતિકે ૨૦૧૨ના માર્ચ મહિનામાં ત્રીસ કરોડ રૂપિયા ચાર્જ લીધો હતો, જે એ સમયની સૌથી મોટી ફી હતી.





Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK