ફિલ્મ પ્રિવ્યુ : પાન સિંગ તોમર

નૅશનલ ગેમ્સ વિનર ઍથ્લીટ કઈ રીતે એક ખૂંખાર ડાકુ બને છે એની રિયલ સ્ટોરી પરની ‘પાન સિંહ તોમર’ આવતી કાલથી સિનેમાઘરોમાં

pansing-tomarકાસ્ટ: ઇરફાન ખાન અને માહી ગિલ

પ્રોડ્યુસર: રૉની સ્ક્રૂવાલા

ડિરેક્ટર: તિગ્માંશુ ધુલિયા

સંગીતકાર: અભિષેક રે

નાના ગામની એક વ્યક્તિ જ્યારે નૅશનલ ચૅમ્પિયન બને ત્યારે તેને દેશ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મોટું નામ કરવાની ધગશ હોય. જોકે જીવનમાં એવા અમુક તબક્કા આવે જ્યારે તેને પોતાના ફેવરિટ કાર્યને ત્યજવું પડતું હોય છે. જોકે એનો બદલો લેવા માટે કોઈ વ્યક્તિનાં પગલાં કઈ રીતે સિસ્ટમને પણ હચમચાવી દે છે એ પરની સ્ટોરી સાથેની ફિલ્મ ‘પાન સિંહ તોમર’ આવતી કાલથી સિનેમાઘરોમાં આવી રહી છે. એક એવી વ્યક્તિ જેની સ્ટોરીની જાણ આજ સુધી લગભગ કોઈને નહોતી એને મોટા પડદા પર લાવવામાં આવશે.

પાન સિંહ તોમર (ઇરફાન ખાન) દેશપ્રેમી અને મહેનતુ ખેડૂત છે. જોકે નાનપણના પોતાના સપનાં સાથે તે એક સૈનિક બને છે અને ત્યાર પછી ઍથ્લેટિક્સમાં તેનો રસ જાગે છે. સ્ટિપલચેઝ નામના રનિંગ-કૉમ્પિટિશનના પ્રકારમાં તે સતત સાત વખત નૅશનલ ગેમ્સ જીતે છે. દસ વર્ષ સુધી તેણે બનાવેલોે નૅશનલ રેકૉર્ડ અકબંધ રહે છે. જોકે આ સમયમાં તેની સાથે અમુક એવી ઘટનાઓ બને છે જે તેની જીવન જીવવાની દિશા બદલી નાખે છે. તેને ઍથ્લેટિક્સ છોડવું પડે છે અને ચંબલની કુખ્યાત જગ્યાએ તે એક ખૂંખાર ડાકુ બની જાય છે.

નસીબ અને ઇમોશન્સ કઈ રીતે આ વ્યક્તિના જીવનમાં મોટો ભાગ ભજવે છે એ વિષય પર આ ફિલ્મ બનાવવામાં આવી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK