ફિલ્મ પ્રિવ્યુ: ઇશ્કેદારિયાં

મિથુન ચક્રવર્તીના દીકરા મહાક્ષય ચક્રવર્તી, ઈવલિન શર્મા અને મોહિત દત્તાને ચમકાવતી ફિલ્મ ‘ઇશ્કેદારિયાં’ની સ્ટોરી લવલીનની આસપાસ ઘૂમરાય છે.



લવલીન (ઈવલિન શર્મા) એક નાના શહેરમાં રહે છે. લવલીન ટીચર છે અને તે પોતાના દાદાની સ્કૂલમાં જ સ્ટુડન્ટ્સને ભણાવે છે. જોકે આ સ્કૂલ પૈસાને વાંકે ગમે ત્યારે બંધ પડે એવી સિચુએશન છે જે લવલીન ઇચ્છતી નથી અને એટલે જ દાદાની સ્કૂલને ચલાવવા માટે લવલીન પૈસાની શોધમાં છે. પોતાની આ શોધ દરમ્યાન લવલીન એક દિવસ આગમ દીવાન (મહાક્ષય ચક્રવર્તી)ને મળે છે. આગમ અબજોપતિ બિઝનેસમૅન છે.

આગમને પોતાના બિઝનેસ સિવાય કોઈ વાતમાં દિલચસ્પી નથી, પણ લવલીનને મળ્યા પછી આગમની લાઇફમાં એક નવો ચેન્જ આવે છે અને એ ચેન્જ સાથે આગમની જિંદગી બદલાઈ જાય છે. ફિલ્મમાં ટ્રાયેન્ગલ પણ છે. લવલીનની લાઇફમાં આગમ સિવાય પણ એક વ્યક્તિ દાખલ થાય છે જેનું નામ છે અજુર્ન. અજુર્ન (મોહિત દત્તા) એક સિંગર છે. લવલીનની લાઇફમાં આવેલા આ બન્ને પુરુષોમાંથી કોણ તેની સાથે લાઇફટાઇમ જોડાય છે અને એ માટેની એક આખી જર્ની કેવા પ્રકારની છે એ ફિલ્મ ‘ઇશ્કેદારિયાં’માં દેખાડવામાં આવ્યું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK