ફિલ્મ પ્રિવ્યુ : એક દિવાના થા

સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવતા યુવાન અને રૂઢિચુસ્ત ક્રિશ્ચિયન કુટુંબની યુવતીની લવસ્ટોરી ‘એક દીવાના થા’ આ શુક્રવારથી સિનેમાઘરોમાં

ekdeewana-priviewકાસ્ટ : પ્રતીક, ઍમી જૅક્સન, સચિન ખેડેકર, મનુ રિશી અને રમેશ સિપ્પી (ગેસ્ટ અપીરન્સ)

પ્રોડ્યુસર : ગૌતમ મેનન અને ફૉક્સ સ્ટાર સ્ટુડિયોઝ

ડિરેક્ટર : ગૌતમ મેનન

સંગીતકાર : એ. આર. રહમાન

પ્રેમમાં ક્યારેક એવા સંજોગો ઊભા થતા હોય છે જ્યારે એવું વિચારવું પડે કે આખા જગતમાં માત્ર આ એક જ વ્યક્તિ હતી જેની સાથે મને પ્રેમ થયો? પોતાના પ્રેમને મેળવવા માટે આપવી પડતી તમામ પરીક્ષાઓના અંતે પણ સફળતા મળવાની આશંકા પૂરેપૂરી ન હોય એવા બે યુવાનોની સ્ટોરી સાથે આ શુક્રવારે ‘એક દીવાના થા’ રિલીઝ કરવામાં આવશે. બૉલીવુડમાં મ્યુઝિકલ લવસ્ટોરી તરીકે ઘણી યાદ કરવામાં આવતી ‘રહના હૈ તેરે દિલ મેં’ના ડિરેક્ટર ગૌતમ મેનનની આ બીજી બૉલીવુડની ફિલ્મ એ જ સફળતા ફરી મેળવી શકશે?

સચિન (પ્રતીક) એક મિડલક્લાસ ફૅમિલીનો બાવીસ વર્ષનો યુવાન છે, પણ તેનાં સપનાં ઘણાં ઊંચાં છે. તે એક સફળ ફિલ્મમેકર બનવા માગે છે, પણ એમાં તેને હજી સુધી સફળતા નથી મળી. ત્યારે જ તેની મુલાકાત જેસી (ઍમી જૅક્સન) સાથે થાય છે. જેસી રૂઢિચુસ્ત મલયાલી ક્રિશ્ચિયન કુટુંબની યુવતી છે. તેના ઘરમાં સ્વતંત્રતા, ફિલ્મો, પ્રેમસંબંધ અને પાર્ટીનો સખત વિરોધ છે.

સચિન પહેલી મુલાકાતથી જ જેસીના પ્રેમમાં છે, પણ જેસી પોતાનાં બંધનોની બહાર નથી જવા માગતી અને સચિન સાથેની મિત્રતાથી પણ દૂર રહેવા માગે છે. જોકે તેની દરેક કોશિશ સચિન સામે નિષ્ફળ જાય છે. સચિનના પ્રેમ સામે તે પોતાની કોઈ લાગણી ન બતાવવાના પ્રયાસો કરે છે, પણ એ બધા અસફળ જાય છે. જોકે આ સચિન માટે પરીક્ષાની માત્ર શરૂઆત જ છે. જેસીને મનાવ્યા પછી પણ તેના અને પોતાના કુટુંબ તથા પોતાના બદનસીબ સામેની લડતમાં તે કેટલો ટકી રહેશે?

 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK