ફિલ્મ પ્રિવ્યુ : યંગિસ્તાન

વાશુ ભગનાણીએ બનાવેલી ફિલ્મ ‘યંગિસ્તાન’માં દેશનું પ્રવર્તમાન રાજકારણ છે. રાજકારણથી દૂર રહેતા યુવાનો જો આ જ ગંદકીથી ભરેલા રાજકારણમાં દાખલ થાય તો શું ચમત્કાર કરી શકે એ વિષયવસ્તુ ફિલ્મના કેન્દ્રમાં છે. ફિલ્મમાં વાશુ ભગનાણીનો દીકરો જૅકી ભગનાણી, નેહા શર્મા, ફારુક શેખ અને બમન ઈરાની મુખ્ય ભૂમિકાઓમાં છે.



સૉફ્ટવેર એન્જિનિયર એવો અભિમન્યુ કૌલ (જૅકી ભગનાણી) જપાનમાં રહે છે અને ગેમ્સ ડેવલપ કરે છે. અભિમન્યુ અને અનવિતા ચૌહાણ (નેહા શર્મા) બન્ને એકબીજાના પ્રેમમાં છે અને તેમની લાઇફ બહુ શાંત અને સરળ રીતે પસાર થઈ રહી છે. અભિમન્યુની લાઇફમાં સાઇક્લોન ત્યારે આવે છે જ્યારે તેના પપ્પાની તબિયત બગડે છે. ઇન્ડિયાના પ્રાઇમ મિનિસ્ટર એવા અભિમન્યુના પપ્પા દીકરા પાસેથી પ્રૉમિસ લે છે કે તે દેશમાં પાછો આવશે અને રાજકારણમાં પ્રવેશ કરશે. અનવિતા નથી ઇચ્છતી કે અભિમન્યુ રાજકારણમાં પ્રવેશે, પણ અભિમન્યુ આ વાત માનતો નથી અને એટલે અભિમન્યુ-અનવિતા વચ્ચે પણ સંઘર્ષ વધવા માંડે છે.

પપ્પાની વાત માનીને રાજકારણમાં દાખલ થયેલો અભિમન્યુ પોતાની આવડતથી દેશનો સૌથી નાની વયનો વડા પ્રધાન બને છે, પણ વડા પ્રધાન બન્યા પછી તેની સામે અઢળક તકલીફો આવે છે જેમાંથી તેણે સફળતાપૂર્વક આગળ વધવાનું છે તો એ સંઘર્ષની સાથોસાથ અભિમન્યુએ પોતાના પ્રેમ અનવિતાને પણ સાચવી રાખવાની છે. આ બેવડી ભૂમિકામાં અભિમન્યુની ડગલે ને પગલે પરીક્ષા લેવામાં આવે છે. દેશને નવી અને સાચી રાહ આપવાની છે તો પોતાની જિંદગીને પણ સાચી દિશામાં વાળવાની છે.

ફિલ્મનું ડિરેક્શન સૈયદ અહમદ અફઝલે કર્યું છે. ફિલ્મનું મ્યુઝિક જીત ગાંગુલી, સ્નેહા ખાનવલકર, સિરાઝ ઉપ્પલ અને શ્રી ઇશક એમ ચાર-ચાર મ્યુઝિક-ડિરેક્ટરે તૈયાર કર્યું છે જેમાંથી ‘સંગેમરમર’ હિટ થયું છે.

રાજીવ ગાંધી બન્યા પ્રેરણામૂર્તિ


‘યંગિસ્તાન’ની સ્ટોરી ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની લાઇફ પરથી લેવામાં આવી છે. રાજીવ ગાંધીને રાજકારણમાં સહેજ પણ રસ નહોતો, પણ એમ છતાં ઇન્દિરા ગાંધીના મૃત્યુ પછી તેમણે કૉન્ગ્રેસ જૉઇન કરવી પડી હતી અને વાઇફ સોનિયા ગાંધીની અનિચ્છા પછી પણ તેમણે રાજકારણ શરૂ કરવું પડ્યું હતું. ‘યંગિસ્તાન’ની ઓરિજિનલ ક્લાઇમૅક્સ રાજીવ ગાંધીની લાઇફ પરથી જ લેવામાં આવી હતી અને હીરોની હત્યા થાય છે એવું દેખાડવામાં આવ્યું હતું, પણ એ પછી યંગસ્ટર્સમાં નકારાત્મકતા ન ફેલાય એ માટે આ ક્લાઇમૅક્સ બદલવામાં આવી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK