ફિલ્મ પ્રિવ્યુ : યારિયાં

ફિલ્મ ‘યારિયાં’ દેશની પહેલી એવી ફિલ્મ છે જેમાં તમને સિક્કિમ જોવા મળવાનું છે.




ફિલ્મ પ્રિવ્યુ : યારિયાં

સિક્કિમના રિયલ લોકેશન પર શૂટ થયેલી આ ફિલ્મ ટી સિરીઝના માલિક ભૂષણ કુમારની વાઇફ દિવ્યા ખોસલા-કુમારે ડિરેક્ટ કરી છે. ફિલ્મ યંગસ્ટર્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. ફિલ્મમાં દીપ્તિ નવલ અને ગુલશન ગ્રોવરને બાદ કરતાં તમામ ઍક્ટર્સ ફ્રેશ છે અને પહેલી વાર હિન્દી ફિલ્મમાં કામ કરી રહ્યા છે. ફિલ્મ યંગસ્ટર્સની લાગણીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. હૉર્મોન્સ ચેન્જ થઈ રહ્યા હોય ત્યારે જીવનમાં જે અનુભવ મળતા હોય છે એ અનુભવો કૉલેજ અને સ્કૂલના એજ્યુકેશનથી પણ અનેકગણા ચડિયાતા હોય છે એ વાત ‘યારિયાં’માં દર્શાવવામાં આવી છે. પહેલો પ્રેમ, પહેલી નફરત, પહેલી નિષ્ફળતા, પહેલી સફળતા, પહેલી કિસ, પહેલી આવકનું જીવનમાં અત્યંત મહત્વ હોય છે; એ ક્યારેય ભુલાતાં નથી અને એ ‘યારિયાં’માં દેખાડવામાં આવ્યું છે.

દશેરામાં ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યા પછી ફિલ્મ માત્ર બાવીસ દિવસમાં પૂરી કરવામાં આવી હતી. આગળ કહ્યું એમ ફિલ્મનું શૂટિંગ સિક્કિમ, દાર્જીલિંગ અને ઑસ્ટ્રેલિયામાં કરવામાં આવ્યું હતું.

દાર્જીલિંગની સેન્ટ જોસેફ સ્કૂલમાં ભણતા લક્ષ્યના જીવનનું કોઈ લક્ષ્ય નથી. તે પોતાના ચાર ફ્રેન્ડ્સ જેની, સલોની, જિયા અને જન્નત સાથે મસ્તમજાની કૉલેજ-લાઇફ જીવે છે. લક્ષ્યના પપ્પા ઇન્ડિયન આર્મીના ઑફિસર હતા અને ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા એક છમકલામાં તે શહીદ થયા હતા. લક્ષ્યને પપ્પાની આ શહીદી ખૂંચી રહી છે. પોતાની વાઇફ કે દીકરા વિશે કશું વિચાર્યા વિના દેશ માટે જીવ આપી દેનારા પપ્પાની કમી તે સતત મહેસૂસ કરી રહ્યો છે. આ જ મુદ્દે તેને મમ્મી સાથે પણ વારંવાર બોલાચાલી થઈ જાય છે. મનમાં સંતાપ સાથે જીવી રહેલો લક્ષ્ય સહેજ પણ જિંદગીને ગંભીરતાથી લેતો નથી. લક્ષ્યની જિંદગીમાં સધિયારો બનવાનું કામ તેના ફ્રેન્ડ્સ કરે છે તો સાથોસાથ લક્ષ્યની લાઇફને એક દિશામાં વાળવાનું કામ પણ આ ફ્રેન્ડ્સ કરે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK