ફિલ્મ પ્રિવ્યુ : વૉટ ધ ફિશ

અગાઉ અનુભવ સિંહાની ફિલ્મ ‘વૉર્નિંગ’ ડિરેક્ટ કરી ચૂકેલા ડિરેક્ટર ગુરમીત સિંહની ફિલ્મ ‘વૉટ ધ ફિશ’નું ખાસ કોઈ આકર્ષણ હોય તો એ છે ડિમ્પલ કાપડિયા. આ અગાઉ ડિમ્પલ કાપડિયા ડિરેક્ટર નિખિલ અડવાણીની ફિલ્મ ‘પટિયાલા હાઉસ’માં દેખાયાં હતાં.



સુધા મિશ્રા એટલે કે માસીજી (ડિમ્પલ કાપડિયા)ની ઉંમર ૬૭ વર્ષ છે, પણ ઉંમરની કોઈ આડઅસર તેમના પર દેખાતી નથી. તેઓ ભારોભાર એનર્જેટિક છે અને ઘરનાં તમામ કામ પણ પોતે જ કરે છે. આજ સાથે જીવવા માગતાં સુધા મિશ્રાની મૅરેજ-લાઇફ ડિસ્ટર્બ હતી એટલે તેમણે વષોર્ પહેલાં ડિવૉર્સ લઈ લીધા છે. એકલતા સુધાના સ્વભાવમાં ચીડિયાપણું બનીને ડોકાઈ રહી છે. સુધાને એક દીકરો છે જે ટીવી-ડિરેક્ટર બનવામાં પોતાના દિવસો પસાર કરી રહ્યો છે, તો ડિવૉર્સી પતિ અમેરિકાના લૉસ ઍન્જલસ શહેરમાં પ્લેબૉય બનીને ફરતો રહે છે. ઘરમાં મોટા ભાગે એકલાં રહેતાં સુધા મિશ્રા પોતાની એકલતા દૂર કરવા મોટા ભાગનો સમય ઘરમાં રાખવામાં આવેલા નાનકડા ઍક્વેરિયમની માછલીઓ અને ઘરના ગાર્ડન સાથે પસાર કરે છે.

દિલ્હીના વસંતકુંજ વિસ્તારમાં રહેતાં સુધા મિશ્રા લાંબા સમય પછી પહેલી વાર બહારગામ જવા માટે તૈયાર થાય છે. જોકે જતાં પહેલાં તેઓ પોતાના ઘરની જવાબદારી તેમનાં બહેનની દીકરીના ફિયાન્સે સુમીતને સોંપે છે અને ઘરનાં તમામ કામ વિગતવાર સમજાવી દે છે, જેમાં ફિશને સમયસર ફૂડ આપવાના કામથી લઈને પ્લાન્ટને સમયસર પાણી પિવડાવવાનું કામ પણ સોંપે છે. જોકે સુધાને ખબર નથી કે પોતાની ગેરહાજરીમાં ઘરની હાલત શું થવાની છે.

સુધા મિશ્રા જેવાં વેકેશન પર જાય છે કે તરત જ ઘરના યંગસ્ટર્સ ઘરને ક્લબહાઉસ બનાવી દે છે અને થોકબંધ જલસા કરે છે. જોકે સુધા પાછાં આવે એ પહેલાં યંગસ્ટર્સ બધું સમુંસૂતરું કરી દે છે. સુધા પાછાં આવે છે અને ધીમે-ધીમે બધું ચેક કરવાની શરૂઆત કરે છે. પોતાના આ ચેકિંગ દરમ્યાન સુધાને ખબર પડી જાય છે કે પોતાની ગેરહાજરીમાં આઝાદીનો પૂરેપૂરો ગેરલાભ ઉઠાવાયો છે અને તેમની કમાન છટકે છે.

આ ફિલ્મની સૌથી મોટી ખાસિયત એ છે કે પોતાની ઍક્ટિંગ-કરીઅરમાં ડિમ્પલ કાપડિયા પહેલી વાર કૉમેડી રૉલમાં જોવા મળશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK