ફિલ્મ પ્રિવ્યુ : વઝીર

વિધુ વિનોદ ચોપડાએ પ્રોડ્યુસ કરેલી ડિરેક્ટર બિજૉય નામ્બિયારની ફિલ્મ ‘વઝીર’નો પ્લસ પૉઇન્ટ એનો રાઇટર અભિજાત જોષી છે.

wazir

અગાઉ ‘૩ ઇડિયટ્સ’, ‘pk’, ‘મુન્નાભાઈ MBBS’ અને ‘લગે રહો મુન્નાભાઈ’ જેવી સુપરડુપર હિટ ફિલ્મ લખી ચૂકેલા અભિજાત જોષીની ‘વઝીર’ સત્યઘટનાના આધારે તૈયાર કરવામાં આવી છે. બૅડ્મિન્ટન પ્લેયર સૈયદ મોદીનું ૧૯૮૮માં મર્ડર થયું, જેનો બેઝ આ ફિલ્મમાં ચેસ સાથે મૂકવામાં આવ્યો છે. ફિલ્મ પહેલાં હૉલીવુડના સ્ટાર સાથે બનાવવાની હતી; પણ પછી ફિલ્મ અમિતાભ બચ્ચન, ફરહાન અખ્તર, નીલ નીતિન મુકેશ, અદિતિ રાવ હૈદરી અને જૉન એબ્રાહમના મહત્વપૂર્ણ કૅમિયો સાથે બનાવવામાં આવી છે.

ફિલ્મની સ્ટોરી વ્હીલચૅર પર જીવન જીવી રહેલા ચેસ ગ્રૅન્ડમાસ્ટર પંડિત ઓમકારનાથ ધર (અમિતાભ બચ્ચન) અને ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડના ઑફિસર દાનિશ અલી (ફરહાન અલી)ની આસપાસ ફરે છે. બન્નેની લાઇફમાં એક ઘટના એવી ઘટે છે કે જેને લીધે બન્નેનો જીવ જોખમમાં મુકાય છે. આ ઘટના માટે બન્નેને વઝીરની (નીલ નીતિન મુકેશ)ની જરૂર છે, જેને પકડવા માટે બન્નેએ એકબીજાને સપોર્ટ કરવાનો છે. આ સપોર્ટ કરવાની જે રીત છે એ રીત અકળામણ જન્માવે એવી છે, પણ એ પછી પણ બન્નેએ એકબીજાને સપોર્ટ આપવાનો છે. જો એવું કરવામાં તે બન્ને પાછા પડે તો ચેસની ગેમની જેમ જ તેમની લાઇફનું ચેક-ઍન્ડ-મેટ થઈ જાય એમ છે. ફિલ્મમાં જૉન એબ્રાહમ પોલીસ- સુપરિન્ટેન્ડન્ટનું કૅરૅક્ટર કરે છે, જે નાનું છે પણ ફિલ્મનું સેન્ટર પૉઇન્ટ છે.

વિધુ વિનોદ ચોપડાની આ ફિલ્મ હૉલીવુડના જાણીતા ઍક્ટર ડસ્ટિન હોફમેને સાઇન કરી લીધી હતી, પણ ચોપડા જેની સાથે ફિલ્મ પ્રોડ્યુસ કરવાના હતા એ પ્રોડ્યુસરનું અચાનક માત્ર ૪૯ વર્ષની ઉંમરે હાર્ટ-અટૅકમાં ડેથ થઈ જતાં અંગ્રેજીમાં ફિલ્મ બનાવવાનું કામ અટકી ગયું અને પછી નવેસરથી હિન્દી માટે વિચારણા શરૂ થઈ અને ફિલ્મ બની.

૨૦૦૪થી ૨૦૧૪...


૨૦૦૪માં ‘લક્ષ્ય’નું શૂટિંગ ચાલતું હતું એ દરમ્યાન વિધુ વિનોદ ચોપડાએ ફરહાન અખ્તરને ‘વઝીર’ની સ્ટોરી સંભળાવી હતી, જેનો જવાબ છેક ૨૦૧૪માં ફરહાને હા પાડીને આપ્યો અને ફરહાન અખ્તર ફિલ્મના બોર્ડ પર આવ્યો. ફરહાનને ‘વઝીર’ કરવી હતી એટલે તેણે પોતાના હોમ-પ્રોડક્શનની ‘રઈસ’માં પોલીસ-ઑફિસરનો રોલ છોડી દીધો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK