ફિલ્મ પ્રિવ્યુ : ઉંગલી

ધર્મા પ્રોડકશન્સની ફિલ્મ ‘ઉંગલી’ આમ જોઈએ તો સંજય દત્તની છેલ્લી એવી ફિલ્મ છે જે તેણે જેલમાં જતાં પહેલાં પૂરી કરી હતી.


ungli


આના પછી હવે સંજય દત્ત જેલમાંથી બહાર આવશે એ પછી તે જે ફિલ્મ કરશે એ ફિલ્મ જોવા મળશે. કરણ જોહરે પ્રોડ્યુસ કરેલી ‘ઉંગલી’માં સંજય દત્ત ઉપરાંત ઇમરાન હાશ્મી, કંગના રનોટ, રણદીપ હૂડા, નેહા ધુપિયા અને શ્રદ્ધા કપૂર છે. ફિલ્મનું મ્યુઝિક સચિન-જિગર અને સલીમ-સુલેમાને આપ્યું છે તો ફિલ્મનું ડિરેક્શન રેન્સિલ ડિસિલ્વાએ કર્યું છે. ફિલ્મની સ્ટોરી એવા ચાર દોસ્તોની આસપાસ ઘૂમરાય છે જે એક થઈને કરપ્ટ થઈ ગયેલી સિસ્ટમની સામે લડવાની મહેનત કરે છે અને મુંબઈને ક્રાઇમ-ફ્રી સિટી બનાવવાની દિશામાં આગળ વધે છે.

અભય (રણદીપ હૂડા), માયા (કંગના રનોટ), ગોટી (નીલ ભૂપલમ) અને કલીમ (અંગદ બેદી) ચાર મિત્રો છે. અભય ક્રાઇમ-જર્નલિસ્ટ છે તો માયા મેડિકલ કૉલેજમાં ઇન્ટર્ન છે જ્યારે ગોટી કમ્પ્યુટર હાર્ડવેર સ્પેશ્યલિસ્ટ છે અને કલીમને પોતાનું ગૅરેજ છે. અલગ-અલગ ફીલ્ડના આ ચાર ફ્રેન્ડ્સ અનાયાસ રિકી (અરુણોદય સિંહ)ના જિમમાં મળે છે અને બધા ફ્રેન્ડ્સ બની જાય છે. એક દિવસ રિકીને અંશુમન દયાલ નામનો એક માણસ શરાબ પીને ચગદી નાખે છે. રિકીને ન્યાય મળે એ માટે તેના ચારેય ફ્રેન્ડ બહુ જહેમત ઉઠાવે છે, પણ ફાઇનલી એ જ થાય છે કે અંશુમન ર્કોટમાં નર્દિોષ પુરવાર થઈ જાય છે અને રિકીને ન્યાય નથી મળતો. ચાર ફ્રેન્ડ્સ બહુ અપસેટ થઈ જાય છે. પોતાની આ અપસેટનેસ વચ્ચે તે બધા એક થઈને ‘ઉંગલી’ નામની એક ગૅન્ગ શરૂ કરે છે જે કરપ્ટ સિસ્ટમને સુધારવાનું કામ શરૂ કરે છે. આ ગૅન્ગ શરૂ કરવાનો વિચાર આપનારો નિખિલ (ઇમરાન હાશ્મી) છે. નિખિલની મદદથી અને પોતાની મહેનતથી ઉંગલી ગૅન્ગ મ્યુનિસિપલ કમિશનરથી લઈને ય્વ્બ્ ઑફિસર સુધ્ધાંને ખુલ્લા પાડે છે તો પોલીસને પણ એમાંથી બાકાત રહેવા નથી દેતી. ઉંગલીએ સિસ્ટમને ઉંગલી શરૂ કર્યા પછી દેકારો મચી જાય છે.

ન્યુઝ-ચૅનલથી લઈને પ્રિન્ટ મીડિયા સુધ્ધાં આ ઉંગલી ગૅન્ગનાં કરતૂતથી જબરદસ્ત પ્રભાવિત થાય છે. યંગસ્ટર્સ આ ગૅન્ગના પ્રેમમાં પડી જાય છે અને સોશ્યલ નેટવર્ક વેબસાઇટથી લઈને તમામ જગ્યાએ એને જાહેરમાં સપોર્ટ કરવાનું શરૂ કરે છે, પણ વાત ત્યારે બદલાય છે જ્યારે મહારાષ્ટ્ર સરકાર સુધી એ પહોંચે છે. સરકાર નથી ઇચ્છતી કે આ ગૅન્ગ લોકોમાં આ હદે લોકપ્રિય રહે.

ગવર્નમેન્ટ ઑર્ડર કરે છે કે કોઈ પણ હિસાબે આ ઉંગલી ગૅન્ગને ખતમ કરવી. ઑર્ડર આવ્યા પછી મુંબઈના પોલીસ-કમિશનર ઉંગલી ગૅન્ગને ખતમ કરવાનું કામ અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર કાલે (સંજય દત્ત)ને સોંપે છે. કાલે સામે ધર્મસંકટ છે. ગૅન્ગના કામને તે હૃદયથી બિરદાવી રહ્યો છે, પણ ગૅન્ગ દ્વારા કરવામાં આવતાં કરતૂત કાયદાથી વિરુદ્ધ હોવાથી તેનું મન માને છે કે ગૅન્ગના તમામ સાથીઓને સજા મળવી જ જોઈએ. આ ધર્મસંકટ વચ્ચે કાલે અને ઉંગલી ગૅન્ગ આમને-સામને આવે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK