ફિલ્મ પ્રિવ્યુ : ઉડતા પંજાબ

આવતી કાલે રિલીઝ થાય છે


alia bhatt



અઢળક કન્ટ્રોવર્સી જન્માવી દેનારી એકતા કપૂર અને અનુરાગ કશ્યપની ફિલ્મ ‘ઉડતા પંજાબ’માં શાહિદ કપૂર, આલિયા ભટ્ટ, કરીના કપૂર અને પંજાબના સુપરસ્ટાર દિલજિત દોસંજ લીડસ્ટાર છે. ‘ઇશ્કિયા’ અને ‘ડેઢ ઇશ્કિયા’નું ડિરેક્શન કરી ચૂકેલા અભિષેક ચૌબે ફિલ્મના રાઇટર-ડિરેક્ટર છે. ફિલ્મની સ્ટોરીલાઇન જાણીએ એ પહેલાં એક નાનકડી સ્પષ્ટતા કે આ ફિલ્મમાં ગાળોની ભરમાર છે. સેન્સર ર્બોડે ફિલ્મ જોઈને એમાં ૯૪ કટ અને ૧૩ ડાયલૉગમાં સુધારા-ઘટાડા કરવાનું કહ્યું હતું, પણ હવે ફિલ્મ એક જ કટ સાથે રિલીઝ થઈ રહી છે. સેન્સર ર્બોડ સાથે થયેલા વિવાદોને લીધે બધા જાણે છે કે પંજાબમાં ચાલતા ડ્રગ્સના કારોબાર અને ડ્રગ્સના બંધાણીઓની આસપાસ આ ફિલ્મ ઘૂમરાય છે.

ટૉમી સિંહ (શાહિદ કપૂર) પંજાબનો રૉકસ્ટાર છે અને પંજાબી યુથ તેની પાછળ પાગલ છે, પણ ટૉમીને એક ખરાબ આદત છે, ડ્રગ્સ લેવાની. દેખીતી રીતે આ જે ખરાબ આદત ગણાય છે એ પંજાબના મોટા ભાગના યંગસ્ટર્સને છે. ટૉમી સિંહને ડ્રગ્સ લીધા વિના શો કરવું પણ ફાવતું નથી. ડ્રગ્સની આ આદત એ સમયે જોખમી બની જાય છે જે સમયે ટૉમીને જાગતાંની સાથે જ ડ્રગ્સ યાદ આવવા માંડે છે. હવે તેને સૂતાં-જાગતાં-બેસતાં દરેક જગ્યાએ ડ્રગ્સની જરૂર છે. જ્યાં પણ ડ્રગ્સ મળે તે બેસી જાય છે અને ડ્રગ્સ માટે તે ઘર છોડીને પણ ભાગતો થઈ જાય છે. પંજાબ પોલીસને પણ ખબર પડી જાય છે કે ટૉમીની પાર્ટીમાં ડ્રગ્સ ખુલ્લેઆમ લેવાય છે, પણ પોલીસને કોઈ પરવા નથી. જોકે ડ્રગ્સ કેટલું ખતરનાક છે અને આવતા સમયમાં પંજાબનું યુથ ડ્રગ્સને કારણે ખતમ થઈ શકે છે એ પોલીસ-ઇન્સ્પેક્ટર સરતાજ સિંહ (દિલજિત દોસંજ)ને સમજાવવાનું કામ ડૉ. પ્રીત સહાની (કરીના કપૂર) કરે છે. રૉકસ્ટારમાંથી ડ્રગસ્ટાર બની ગયેલા ટૉમીને પકડવા માટે સરતાજ ટૉમીના ઘરે રેઇડ પાડે છે અને ટૉમી ઘરેથી ભાગે છે. ઘરેથી ભાગેલા ટૉમીને કુમારી પિન્કી (આલિયા ભટ્ટ) મળે છે. કુમારી પિન્કી નોકરી માટે બિહારથી પંજાબ આવી છે અને નોકરી શોધવા મથે છે, પણ હવે ડ્રગ્સ-કૅરિયર બની ગઈ છે. બધા ટૉમીને શોધી રહ્યા છે અને ટૉમી-કુમારી બન્ïને એકબીજાની સાથે લમણાફોડી કરીને સાથે ભાગી રહ્યાં છે.

ફિલ્મનું મ્યુઝિક અમિત ત્રિવેદીનું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK