ફિલ્મ પ્રિવ્યુ : ટ્રાફિક

૨૦૧૧માં રિલીઝ થયેલી આ જ નામની મલયાલમ ફિલ્મની આ ઑફિશ્યલ રીમેક છે.

traffic

મલયાલમ ફિલ્મને સિત્તેરથી વધુ અવૉર્ડ્સ મળ્યા હતા. ઇમોશનલ-થ્રિલર પ્રકારની ‘ટ્રાફિક’માં મનોજ બાજપાઈ, જિમી શેરગિલ, સચિન ખેડેકર, દિવ્યા દત્તા, પ્રશાંત ચૅટરજી અને એક સમયની ટીવીસ્ટાર કિટુ ગિડવાણી છે. હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટનો વિષય ફિલ્મનું સેન્ટર પૉઇન્ટ છે.

મુંબઈમાં એક ઍક્સિડન્ટમાં ટ્રેઇની જર્નલિસ્ટ વિશાલ સિંહનો ઍક્સિડન્ટ થાય છે. વિશાલનું હાર્ટ કામ કરે છે, પણ તેનું બ્રેઇન ડેડ થઈ ગયું છે. આ હાર્ટની જરૂરિયાત એક બચ્ચીને છે જે પુણેમાં જીવનમરણ વચ્ચે અથડાયા કરે છે. મહામુશ્કેલીએ વિશાલના ફૅમિલી-મેમ્બર વિશાલનું હાર્ટ ડોનેટ કરવા રાજી થાય છે, પણ જાણે કે આ જ ક્ષણની કુદરત રાહ જોતી હોય એ રીતે એકસામટા અનેક પ્રૉબ્લેમ આવીને ઊભા રહી જાય છે. હાર્ટને બે કલાકથી પણ ઓછા સમયમાં જો પુણે પહોંચાડવામાં આવે તો જ એ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થઇ શકે એમ છે. મોટા ભાગના આ પ્રકારના કેસમાં હેલિકૉપ્ટરનો ઉપયોગ થતો હોય છે, પણ વેધર સારું નહીં હોવાથી હેલિકૉપ્ટરનો ઉપયોગ થઈ શકે એમ નથી. હવે એક જ રસ્તો છે કે હાર્ટને બાય રોડ પુણે પહોંચાડવામાં આવે. બહુ અઘરું કામ છે, કારણ કે મુંબઈના ટ્રાફિકમાં દાખલ થઈને હૉસ્પિટલ સુધી પહોંચવું એ જ બેથી ત્રણ કલાકનું કામ છે જ્યારે અહીં તો મુંબઈની હૉસ્પિટલથી લઈને પુણેની હાર્ટ હૉસ્પિટલ સુધી પહોંચવાની ડેડલાઇન જ અઢી કલાકની છે. પોલીસ-કમિશનર (જિમી શેરગિલ) આ કામ માટે મીટિંગ બોલાવે છે અને કામ માટે જવાબદારી લેવા તૈયાર હોય એવા ટ્રાફિક-સિનિયર્સને આગળ આવવા કહે છે. આગળ કોઈ આવતું નથી ત્યારે એક એવો ટ્રાફિક-કૉન્સ્ટેબલ (મનોજ બાજપાઈ) રેડી થાય છે જે પાંચસો રૂપિયાની લાંચ લેતાં સસ્પેન્ડ થયો છે અને હવે મુંબઈથી પુણેની હૉસ્પિટલ સુધી હાર્ટ પહોંચાડવાનું કામ શરૂ થાય છે, જે કામ ડગલે અને પગલે જીવ તાળવે ચોંટાડી દેનારું છે.

‘ટ્રાફિક’નું ડિરેક્શન મલયાલમના સુપ્રસિદ્ધ ડિરેક્ટર રાજેશ પિલ્લેએ કયુંર્ છે. રાજેશ પિલ્લેની આ ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં લિવર ફેલ થતાં તેમનું ડેથ થયું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK