ફિલ્મ પ્રિવ્યુ : ધ જંગલ બુક

આમ તો આ હૉલીવુડની ફિલ્મ છે, પણ હૉલીવુડની આ ફિલ્મનો બૅકડ્રૉપ ઇન્ડિયા છે.

jungal book


‘ધ જંગલ બુક’ નામની આ વાર્તા ઓરિજિનલી ૧૯૬૦માં લખાઈ હતી અને એ પછી ૧૯૬૯માં આ જ નામની વૉલ્ટ ડિઝનીએ ઍનિમેટેડ સિરિયલ બનાવી. જોકે એ પછી તો આ સિરિયલ હિન્દીમાં પણ બની અને ગુલઝારે લખેલા ટાઇટલ ટ્રૅક ‘જંગલ જંગલ બાત ચલી હૈ, પતા ચલા હૈ...’ને કારણે પૉપ્યુલર પણ બહુ થઈ. આ વખતે ‘ધ જંગલ બુક’ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ ટેક્નૉલૉજી સાથે થ્રી ડાઇમેન્શનલ (૩D) બનાવવામાં આવી છે. ફિલ્મ અંગ્રેજીની સાથોસાથ હિન્દીમાં પણ રિલીઝ થઈ રહી છે.

બંગાળ પાસેના એક જંગલની વાત છે. નવજાત અનાથ મોગલી જંગલમાંથી મળે છે જેને જંગલનું વરુ પોતાનાં બચ્ચાંની સાથે ઉછેરીને મોટો કરે છે. મોગલીને જંગલની લાઇફ બરાબરની ફાવી ગઈ છે અને તે જંગલનો રાજકુમાર હોય એ રીતે મોટો પણ થવા માંડે છે. જોકે આ જંગલી રાજકુમાર દસ વર્ષનો થાય છે અને એક તકલીફ આવે છે. આ તકલીફ એટલે માનવભક્ષી વાઘ, જેનું નામ છે શેરખાન. શેરખાન મોગલી પર પોતાનો કબજો કરવા માગે છે, એને મોગલીનો શિકાર કરવો છે. પહેલાં જંગ શરૂ થાય છે વરુ અને શેરખાન વચ્ચે, પણ એ પછી જંગ આવી જાય છે શેરખાન અને મોગલી વચ્ચે. દસ વર્ષના મોગલીએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે લડવાનું છે અને તેની આ લડતમાં તેને જંગલના મિત્રો પણ સાથ આપવા માટે આગળ આવે છે.

હિન્દીમાં પેલું પૉપ્યુલર ગીત ‘ચડ્ડી પહન કે ફૂલ ખિલા હૈ...’ અકબંધ રાખવામાં આવ્યું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK