ફિલ્મ પ્રિવ્યુ : ધી એક્સપોઝ

શુક્રવારે લોકસભાનું રિઝલ્ટ હોવાથી આ વીક-એન્ડમાં એક પણ મોટી ફિલ્મ રિલીઝ નથી થઈ રહી, સિવાય કે મ્યુઝિક-ડિરેક્ટર હિમેશ રેશમિયાની ‘ધી એક્સપોઝ’. ફિલ્મ હિમેશે પોતે લખી છે, પ્રોડ્યુસ તેના પપ્પા વિપિન રેશમિયાએ કરી છે તો ફિલ્મનો લીડ હીરો હિમેશ છે. ફિલ્મની ખાસ વાત જો કોઈ હોય તો સેકન્ડ હીરો યો યો હની સિંહ છે. ‘ચેન્નઈ એક્સપ્રેસ’, ‘બૉસ’, ‘રાગિની પ્પ્લ્ ૨’, ‘ભૂતનાથ રિટર્ન્સ’, ‘યારિયાં’ જેવી અનેક ફિલ્મોમાં આઇટમ-સૉન્ગ કરી ગયેલા હની સિંહની આ પહેલી ફિલ્મ છે.



સેક્સ સિમ્બૉલ ગણાતી ઝારા ફર્નાન્ડિસ (સોનાલી રાઉત)નું મર્ડર કોણે કર્યું?

આ એક સવાલની આસપાસ ફિલ્મ ઘૂમરાય છે. ફિલ્મનું સેન્ટ્રલ કૅરૅક્ટર રવિકુમાર (હિમેશ રેશમિયા) છે. ઝારાની હત્યા માટે ટોટલ અગિયાર લોકો શકના સર્કલમાં છે. પહેલી શંકા ચાંદની (ઝોયા અફરોઝ) પર છે. ચાંદની અને ઝારા બન્ને હરીફ હતી અને ચાંદની પાસે ઝારાની હત્યા માટે પૂરતાં કારણો હતાં તો કેની દમણિયા એટલે કે KD (યો યો હની સિંહ) અને તેની વાઇફ શબનમ રાય (જેસી રંધાવા) પણ શકમંદ છે. KD અને ઝારાને અફેર ચાલી રહ્યું હતું જે શબનમને ખૂંચતું હતું તો ફ્લર્ટ કરતાં ઝારા ગળામાં આવીને પડી હોવાથી KD પણ તેનાથી કંટાળ્યો હતો. ઝારાના ફેવરિટ ડિરેક્ટર સુબ્બા પ્રસાદ (અનંત નારાયણ મહાદેવ) પાસે પણ આ મર્ડર માટે કારણ છે તો સુબ્બાના હરીફ એવા ડિરેક્ટર બૉબી ચઢ્ઢા (અશ્વની ધીર) પણ શંકાસ્પદ છે. સ્ટાર વીરમાન શાહ (નકુલ વૈદ્ય)ને એકસમયે ઝારા સાથે અફેર હતું જે ચાંદની નામની ગર્લફ્રેન્ડને કારણે તૂટી ગયું હતું. આ દૃષ્ટિએ વીરમાન અને ચાંદની બન્ને પણ શકના દાયરામાં છે. ઝારાની ફિલ્મને પ્રાઇવેટમાં ફાઇનૅન્સ કરતા રાજન અન્ના (આદિલ હુસેન) પણ ઝારાની હત્યા કરે એવાં પૂરતાં કારણો છે તો ઍલેક્સ ડિકોસ્ટા (ઇરફાન ખાન) પણ ઝારાનું મર્ડર કરે એવા પૂરા ચાન્સ છે. વાત આખી એ સમયે બગડે છે જ્યારે ઇન્સ્પેક્ટર ગ્રોવર (રાજેશ શર્મા) ઝારાના મર્ડર માટે એક નર્દિષની અરેસ્ટ કરે છે. આ અરેસ્ટની સાથે સ્ટાર રવિકુમાર (હિમેશ રેશમિયા) નક્કી કરે છે ઝારાના સાચા હત્યારાને તે પકડાવશે. બસ, રવિકુમાર પોતાની રીતે કામ કરવાનું શરૂ કરે છે અને એક પછી એક રહસ્ય ખૂલવાનાં શરૂ થઈ જાય છે. રવિકુમાર જેમ-જેમ કેસની તપાસ કરતો જાય છે એમ-એમ એ પણ રહસ્યની આ કણકમાં ફસાતો જાય છે, પણ એ પછી પણ તે પોતાનું કામ અટકાવતો નથી. હકીકત એ પણ હતી કે રવિકુમાર મનોમન ઝારાને પ્રેમ કરતો હોય છે.

૧૯૬૦ના સમયને અને એ સમયના બૉલીવુડને દેખાડતી ફિલ્મ સત્યઘટના પર આધારિત છે એવો દાવો કરવામાં આવે છે. જોકે સાથોસાથ એવું પણ કહેવામાં આવે છે કે આ ઘટનાનું રહસ્ય હજી સુધી ક્યારેય ખૂલ્યું નથી.

સાચું શું?

આત્મહત્યાના રૂપમાં થયેલી ઝારાની હત્યાનો કેસ ‘ધી એક્સપોઝ’માં દેખાડવામાં આવ્યો છે, પણ બૉલીવુડમાં છાના ખૂણે એવું કહેવાય છે કે આ કેસની પ્રેરણા એક સમયની જાણીતી ઍક્ટ્રેસ દિવ્યા ભારતીના કેસ પરથી લેવામાં આવી છે. દિવ્યા ભારતીનું મોત ૧૯૯૩ની પાંચમી એપ્રિલે થયું હતું. એ ઘટના એક ઍક્સિડન્ટ હતો કે સુસાઇડ હતું એ ક્યારેય બહાર નહોતું આવ્યું. કહેવાય છે કે ‘ધી એક્સપોઝ’ની આ ઘટના એ ઘટનાનું આગળનું સ્વરૂપ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK