ફિલ્મ પ્રિવ્યુ : તેરા સુરૂર

આવતી કાલે રિલીઝ થાય છે

tera suroor



હિમેશ રેશમિયાની ઍક્ટિંગ કરીઅરની ડેબ્યુ ફિલ્મ ‘આપકા સુરૂર’ની સીક્વલ એવી ‘તેરા સુરૂર’નું પહેલાં ટાઇટલ ‘ગન્સ ઍન્ડ રોઝિસ’ હતું અને ફિલ્મની સ્ટોરીની શરૂઆત પણ જુદી હતી, પણ સલમાન ખાનની ઍડ્વાઇસ માનીને હિમેશે સ્ટોરીનાં કૅરૅક્ટર્સ અને એનાં નામોમાં અને ટાઇટલ બન્નેમાં ચેન્જ કરીને તેની ડેબ્યુ ફિલ્મ ‘આપકા સુરૂર’ સાથે જોડી દીધી. ફિલ્મ પ્યૉરલી મસાલા ઢોસા ફિલ્મ છે. આ મ્યુઝિકલ ફિલ્મમાં ઍક્શન, રોમૅન્સ, રિવેન્જ અને ડ્રામા બધું જ છે. ફિલ્મ રઘુની આસપાસ ફરે છે.

રઘુ (હિમેશ રેશમિયા) સુપારી લઈને કામ કરનારો એક કિલર છે. જોકે તેના પોતાના સિદ્ધાંતો છે અને એ સિદ્ધાંતોમાં તે હંમેશાં સચ્ચાઈનો સાથ લે છે. અન્ડરવલ્ર્ડમાં પણ જો કંઈ ખોટું થાય તો તે ચલાવી નથી લેતો. રઘુ ગર્લફ્રેન્ડ તારા (ફારાહ કરીમી) માટે કંઈ પણ કરી શકે એમ છે, પણ એક દિવસ રઘુ અને તારા વચ્ચે એક મોટી મિસઅન્ડરસ્ટૅન્ડિંગ સર્જાય છે, જેને કારણે બન્ને ઝઘડીને છૂટાં પડી જાય છે. એકલી પડ્યા પછી તારા પોતાના એક ફેસબુક-ફ્રેન્ડનો વિશ્વાસ કરીને ફ્રેશ થવાના ઇરાદે તેની પાસે આયરલૅન્ડ જાય છે અને આયરલૅન્ડમાં હવે તે ફસાઈ જાય છે. કયા કારણે તારાને ફસાવવામાં આવે છે અને તારા પાસેથી શું વસૂલવાની દાનત રાખવામાં આવે છે એના વિશે તારા બિચારી કંઈ જાણતી નથી. હવે વાત પહોંચે છે રઘુ પાસે અને રઘુ આયરલૅન્ડ પહોંચે છે. આયરલૅન્ડમાં જૂની અદાવત સાથે જંગ ખેલાવાનો શરૂ થાય છે.

‘તેરા સુરૂર’માં હિમેશ અને ફારાહની સાથે શેખર કપૂર, નસીરુદ્દીન શાહ અને કબીર બેદી જેવા ઍક્ટર પણ છે. ફિલ્મનું મ્યુઝિક નૅચરલી હિમેશ રેશમિયાનું પોતાનું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK