ફિલ્મ પ્રિવ્યુ : તીન

આવતી કાલે રિલીઝ થાય છે

te3n



‘કહાની’ના રાઇટર-ડિરેક્ટર-પ્રોડ્યુસર એવા સુજૉય ઘોષે પ્રોડ્યુસ કરેલી ‘તીન’માં અમિતાભ બચ્ચન, વિદ્યા બાલન અને નવાઝુદ્દીન સિદ્દીકી છે.

જૉન બિશ્વાસ (અમિતાભ બચ્ચન) કલકત્તામાં રહે છે. તેમની પૌત્રી ઍન્જેલાને કિડનૅપ કરીને મારી નાખવામાં આવી ત્યારથી જૉનની બસ એક જ મકસદ છે કે તે કોઈ પણ હિસાબે કાતિલને પકડે. આઠ વર્ષ વીતી ગયાં છે અને એ પછી પણ જૉન ન્યાય માટે દરરોજ પોલીસ-સ્ટેશન ચક્કર મારે છે. મોટા ભાગના પોલીસ-ઑફિસર હવે જૉનને પાગલ ગણવા માંડ્યા છે, પણ જૉન હિંમત હાર્યા વિના પોતાનું કામ કર્યા કરે છે. એકમાત્ર સરિતા સરકાર (વિદ્યા બાલન) એવી છે જે જૉનને સમજવાની કોશિશ કરે છે. જૉનની પૌત્રીના કિડનૅપરને પકડવાનું કામ આઠ વર્ષ પહેલાં માર્ટિન દાસ (નવાઝુદ્દીન સિદ્દીકી) કરતો હતો જે કિડનૅપરની સાવ લગોલગ પહોંચી ગયો હતો, પણ હાર્ડ લક કે તેના હાથમાંથી કિડનૅપર છૂટી ગયો. આ અને આવી બીજી ઘટનાઓ પછી માર્ટિન પોતાની નોકરી છોડીને ચર્ચમાં ચાલ્યો ગયો અને હવે ત્યાં ફાધર છે. જૉન માટે આ ફાધર એક જ એવી વ્યક્તિ છે જેની સાથે તે ખૂલીને વાતો કરી શકે છે. એક દિવસ અચાનક જ એક ઘટના ઘટે છે જેમાં ઍન્જેલાની જેમ જ અન્ય એક સાત વર્ષની છોકરીનું કિડનૅપિંગ થાય છે. ડિટ્ટો એ જ રીતે જે રીતે અગાઉ ઍન્જેલાનું થયું હતું. આ કેસને જો સૉલ્વ કરવામાં આવે તો ઍન્જેલાનો કેસ પણ સૉલ્વ થાય એમ છે. જૉનથી માંડીને સરિતા સરકાર પણ હવે ફાધરની હેલ્પ માગે છે અને ફાધર માર્ટિન પણ પોતાનાં ચર્ચનાં કપડાં ઉતારીને સરિતા અને જૉન સાથે ત્રણની ટીમ બનાવીને કિડનૅપરને પકડવામાં મચી પડે છે. કિડનૅપર્સને પકડવામાં હવે જૉને જે જાતમહેનતથી પુરાવાઓ એકઠા કર્યા છે એ પણ કામ લાગવાના છે.

‘કહાની’ની જેમ જ આખી ફિલ્મ કલકત્તામાં શૂટ કરવામાં આવી છે. કલકત્તાનું પ્રસિદ્ધ રાઇટર્સ બિલ્ડિંગ આ ફિલ્મમાં પહેલી વખત જોવા મળવાનું છે. ચારસો વર્ષ પહેલાં બનેલા આ બિલ્ડિંગમાં અંગ્રેજો બેસતા અને આઝાદી પછી બંગાળ સરકાર આ બિલ્ડિંગમાં બેસતી. ૨૦૧૩માં બિલ્ડિંગને રિનોવેટ કરવા માટે ગવર્નમેન્ટ અન્ય જગ્યાએ શિફ્ટ થઈ. આ રાઇટર્સ બિલ્ડિંગને કિડનૅપના કેસમાં એક કૅરૅક્ટર તરીકે જ સમાવવામાં આવ્યું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK