ફિલ્મ પ્રિવ્યુ : સુલતાન

રાઇટર-ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરની ‘સુલતાન’ સલમાન ખાનની પહેલી એવી ફિલ્મ છે જેમાં સલમાન ખાને જરૂરિયાત મુજબની ફિઝિકલ તૈયારીઓ કરી હોય અને જરૂરિયાત મુજબ હેરસ્ટાઇલ પણ કરી હોય અને એ પછી પણ આ ફિલ્મ આઉટ-ઍન-આઉટ સલમાનની જ ફિલ્મ છે.

sultan

ફિલ્મમાં સલમાન ઉપરાંત અનુષ્કા શર્મા અને રણદીપ હૂડા છે. ફિલ્મનું મ્યુઝિક વિશાલ-શેખરનું છે જે પ્યૉરલી સલમાન માટે બનાવાયું છે. અનુષ્કા શર્મા આરફા છે, જે પોતે પણ રેસલર એટલે કે કુસ્તીબાજ છે.

હરિયાણવી સુલતાન અલી ખાન (સલમાન ખાન) કુસ્તીબાજ છે. મનમાં એવી ખ્વાહિશ છે કે એક દિવસ તે દુનિયાભરમાં નામના મેળવે અને એ માટે તે અથાગ મહેનત પણ કરે છે. સુલતાન એક સમયે છોકરીઓની કુસ્તીમાં આરફા (અનુષ્કા શર્મા)ને જુએ છે. આરફા આમ તો ટેક્નિકલી તૈયાર નથી, પણ હવે તેને તૈયાર કરવાનું કામ સુલતાન ઊંચકે છે. બન્નેના સંબંધો પણ આગળ વધતા રહે છે અને એ સંબંધોની સાથોસાથ સુલતાનની જિંદગીમાં ઉતારચડાવ પણ આવવા માંડે છે. આ ઉતારચડાવ વચ્ચે જ સુલતાનને જે પહેલવાની પર અભિમાન હતું એ જ અભિમાન ઊતરી પણ જાય છે. આરફા તેનાથી દૂર થઈ જાય છે અને તેનો પરિવાર પણ સુલતાનથી દૂર થઈ જાય છે. સુલતાન અંધકાર વચ્ચે ખોવાઈ જાય છે અને તે આ અંધકારને સ્વીકારીને ગુમનામીની જિંદગી જીવવા પણ માંડે છે, પણ વષોર્ પછી ફરી એક વખત સુલતાનને પોતાનું ગૌરવ પાછું મેળવવાની તક મળે છે. સુલતાન આ તક ઝડપે છે, પણ એ માટે તેણે તનતોડ મહેનત કરવાની છે. છૂટી ગયેલી પહેલવાનીએ સુલતાનને કમજોર કરી દીધો છે, પણ મનથી સુલતાન હજીયે પહેલાં જેવો જ જોરાવર છે. સુલતાન નવેસરથી મહેનત શરૂ કરે છે.

કુસ્તીબાજી પર ‘સુલતાન’ ઉપરાંત આમિર ખાનની ‘દંગલ’ પણ બની રહી છે. જોકે આ બન્ને ફિલ્મો એકબીજાથી સાવ જ વિપરીત છે. ‘દંગલ’ પહેલવાન મહાવીરસિંહ અને તેની દીકરીઓની કથા છે, જ્યારે ‘સુલતાન’ પહેલવાનની પોતાનું ગૌરવ પાછું મેળવવા માટે કરવામાં આવેલી સફરની કથા કહે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK