વધુ એક વીક નાની ફિલ્મોનું

શુક્રવારે રિલીઝ થઈ  ૬ ફિલ્મો

દિવાળી પહેલાંના આ છેલ્લા વીકમાં ફરી એક વાર નાની ફિલ્મો રિલીઝ થઈ રહી છે. ગયા વીકના પાંચ નાની ફિલ્મ રિલીઝ થઈ હતી તો આ વીકે છ ફિલ્મ રિલીઝ થાય છે, જેમાં ‘ચાર્લી કે ચક્કર મેં’ અને ‘રણબંકા’ બે માત્ર એવી ફિલ્મ છે કે જેના સ્ટાર જાણીતા છે. આવતા વીકથી દિવાળી શરૂ થઈ રહી છે અને દિવાળી ફેસ્ટિવલમાં સલમાન ખાન, સોનમ કપૂર સ્ટારર ‘પ્રેમ રતન ધન પાયો’ રિલીઝ થશે.


prathipal singh



પ્રતિપાલ સિંહ... અ સ્ટોરી

હૉકી-પ્લેયર પ્રતિપાલ સિંહની લાઇફ પરથી બનેલી આ ફિલ્મના સેન્ટરમાં હૉકી છે. પ્રતિપાલ સિંહે પોતાની કરીઅર દરમ્યાન ત્રણ વખત ઑલિમ્પિક્સમાં ભાગ લીધો હતો અને ત્રણેત્રણ વખત હાઇએસ્ટ ગોલ કરવાનો રેકૉર્ડ કર્યો હતો. રબ્બર જેવું શરીર ધરાવતા પ્રતિપાલ સિંહને ‘કિંગ ઑફ શૉર્ટ કૉર્નર’નું નામ પણ આપવામાં આવ્યું હતું. નાનકડા ગામડામાંથી બહાર આવેલા પદ્મશ્રી પ્રતિપાલ સિંહે કેવી રીતે પોતાની સક્સેસ મેળવી અને એ મેળવવા માટે તેણે કેટલા હેરાન થવું પડ્યું અને એ હેરાનગતિ વચ્ચે પણ તેણે પોતાનું સપનું સાકાર કરવા કેવી મહેનત કરી એ વાતને ફિલ્મમાં દર્શાવવામાં આવી છે.

યારા સિલી સિલી


yara sili sili



માત્ર દોસ્તોના કહેવાથી અને દબાણથી પ્રોસ્ટિટ્યુટ પાસે પહોંચી ગયેલા એક યંગસ્ટરને ફરીથી એ જ પ્રોસ્ટિટ્યુટ ટ્રેનની સફરમાં મળી જાય તો એની હાલત શું થાય. ફિલ્મ ‘યારા સિલી સિલી’ની સ્ટોરી કંઈક આવી જ છે. સોમિત્રનાં મૅરેજ થઈ ગયાં છે. બિઝનેસ-મીટિંગમાં તે જઈ રહ્યો છે અને એકાએક ટ્રેનમાં તેને એ જ છોકરી કંગના ફરીથી મળી જાય છે જેની સાથે તેણે પાંચ હજાર રૂપિયા ખર્ચીને એક રાત પસાર કરી છે. એ રાતે કશું એવું થયું નહોતું અને એ જ એ રાતની સૌથી મોટી હાસ્યાસ્પદ વાત છે. સોમિત્ર કંગનાના પ્રેમમાં પડી ગયો હોય છે, પણ આ સંબંધો કોઈ નહીં સ્વીકારે એવું ધારીને તેણે એ દિશા છોડી દીધી હતી. હવે વષોર્ પછી બન્ને ફરીથી મળે છે અને એ સંબંધો આગળ વધે છે.

ફોર પિલર્સ ઑફ બેઝમેન્ટ


four pillar of basement



આ એક સાઇકોલૉજિકલ થ્રિલર ફિલ્મ છે. સમીર એક મૉલમાં સિક્યૉરિટી ઑફિસર છે. આ જ મૉલમાં જૉબ કરતી રિયાના તે પ્રેમમાં છે. સમીરનો એક જોડિયો ભાઈ પણ છે, જે મેન્ટલ હૉસ્પિટલમાં છે. એક વખત સમીરનો ભાઈ હૉસ્પિટલમાંથી ભાગી જાય છે અને એ જ સમયે મૉલના બેઝમેન્ટમાંથી હેરોઇન પકડાય છે. પરિસ્થિતિ એવી સર્જાય છે કે હવે પોલીસને માત્ર સમીર અને રિયા પર જ આ હેરોઇન માટે શક છે, જ્યારે સમીરને તેના ભાઈ પર ડાઉટ છે. સિચુએશન આગળ વધે છે અને વધુ ને વધુ ક્રિટિકલ બનતી જાય છે. એક પછી એક લોકોનાં મોત થવાનાં શરૂ થઈ જાય છે.

ચાર્લી કે ચક્કર મેં


charlie ke chakkar mein



નસીરુદ્દીન શાહના લીડ કૅરૅક્ટરવાળી ‘ચાર્લી કે ચક્કર મેં’ સસ્પેન્સ-થ્રિલર છે. ઍડિશનલ પોલીસ-કમિશનર સંકેત પૂજારી એક મર્ડરકેસની તપાસ કરે છે, જેનું વિડિયો- રેકૉર્ડિંગ થઈ ગયું છે; પણ એ વિડિયો-રેકૉર્ડિંગ અસ્તવ્યસ્ત છે. હવે આ રેકૉર્ડિંગને સાચી ઘટનાના સ્વરૂપમાં ગોઠવવાનું છે. ઘટના બની એ સમયે છ લોકો હાજર હતા અને છએ છ લોકો પર પોલીસને શંકા છે. રેકૉર્ડિંગ પણ એવું જ છે કે જેને જોઈને તમામ લોકો ગુનેગાર લાગે. પણ એ ઘટનાને સેટ કરવા માટે રેકૉર્ડિંગનું સાચું ફુટેજ સેટ કરવાનું છે જે કામ બહુ અઘરું છે, પણ સત્ય જાણવા માટે સંકેત પૂજારીએ આ કામ કરવાનું છે.

રન ભૂમિ


run bhumi



નાના ભાઈના બ્રેઇનમાં બ્લડ-ક્લૉટ છે, જેને હટાવવામાં આવે નહીં તો પૅરેલિસિસ કે કોમામાં જવાના પૂરા ચાન્સ છે. સર્જરી એક રસ્તો છે, પણ એ બહુ જ કૉસ્ટ્લી છે. આ સર્જરી માટે પૈસા લાવવાનું કામ ભૂમિ નામની એક ટીનેજર છોકરી પોતાના હાથમાં લે છે અને દેશમાં પહેલી વાર થનારી ક્રૉસ કન્ટ્રી રેસમાં ભાગ લે છે. એક નાનકડી સત્ય ઘટનાનો બેઝ લઈને બનાવવામાં આવેલી ફિલ્મ ‘રન ભૂમિ’ની આ સ્ટોરીલાઇન છે. ૧૬ કિલોમીટરની રેસમાં હિમાચલ પ્રદેશના જમીનદારનો દીકરો પણ પાર્ટ લે છે, જેને જિતાડવા માટે ભૂમિની સાથે તમામ પ્રકારનું ચીટિંગ કરવા પણ સૌ તૈયાર છે. જોકે ભૂમિ એ બધા સામે ફાઇટ આપવા સક્ષમ છે.

રણબંકા


ranbanka



મનીષ પૉલ અને રવિ કિશન જેવા જાણીતા ચહેરા સાથે બનેલી ફિલ્મ ‘રણબંકા’ ઍક્શન ફિલ્મ છે. રાહુલ શર્મા એન્જિનિયર છે અને વાઇફ-દીકરા સાથે મુંબઈમાં રહે છે. એક વખત રાહુલને પ્રિયા અને આયુષ સાથે મથુરા જવાનું બને છે. મથુરામાં રાઘવનું રાજ છે. રાઘવ પ્રિયાને જોતાંની સાથે જ તેના પ્રેમમાં પડી જાય છે. રાઘવની શરત છે. કાં તો પ્રિયા તેની સાથે મૅરેજ કરી લે અને નહીં તો રાહુલ અને આયુષને મરતાં જુએ. રાહુલ પહેલાં તો પ્રેમથી કામ લે છે, પણ વાત જ્યારે પ્રિયાની ઇજ્જત પર આવી જાય છે ત્યારે આ સૉફ્ટવેર એન્જિનિયરે બધું ભૂલીને પોતાની ફૅમિલીને બચાવવાના કામે લાગવું પડે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK