ફિલ્મ પ્રિવ્યુ : સિંહ સાબ ધ ગ્રેટ

કલેક્ટર સરણજિત સિંહ (સની દેઓલ) સિદ્ધાંત, નીતિમત્તા અને પ્રામાણિકતાના આદર્શને આંખ સામે રાખીને જિંદગી જીવી રહ્યો છે.


કલેક્ટર નાનપણથી જ એવું માને છે કે આ દુનિયામાં દુખદર્દ બહુ છે, પણ એ ઓછાં કરનારા હાથ ઓછા છે. આ જ કારણસર તે હંમેશાં બીજાને મદદ કરવા માટે તત્પર રહે છે, પછી તે તેના હોદ્દાની રૂએ હોય કે એક માનવીય ભાવના સાથે જોડાયેલું હોય. કલેક્ટર-ઑફિસમાં આવ્યા પછી સરણજિત સિંહે તેના તમામ સ્ટાફને કહી રાખ્યું છે કે જરૂરિયાતમંદ હોય તેનું કામ પહેલાં કરવું, ઝડપથી કરવું. કાનૂન પર તેને પૂરો ભરોસો છે અને એટલે જ તે દેશના કાયદાને પણ પૂર્ણપણે માન આપી રહ્યો છે. આ કલેક્ટરની જિંદગી દોજખ ત્યારે બને છે જ્યારે તેની જિંદગીમાં ભ્રષ્ટ અને ભારોભાર સ્વાર્થી માણસ (પ્રકાશ રાજ) આવે છે. પોતાના વિસ્તારમાં ધાકધમકીથી રાજ કરતા આ માણસને પૈસા અને પોતાના પાવર સિવાય બીજી કોઈ વાતમાં રસ નથી, પણ એમાં રુકાવટનું કામ કલેક્ટર કરે છે. પત્યું. ગુડ વર્સસ બૅડની લડાઈ શરૂ થાય છે, જેમાં સરણજિત સિંહનું ધનોતપનોત નીકળી જાય છે. સરણજિત સિંહ પોતાની નોકરી ગુમાવે છે અને ૧૦ કરોડ રૂપિયાની લાંચના કેસમાં જેલમાં ધકેલાઈ જાય છે. સરણજિત સિંહની આ સારાઈનો ભોગ તેની વાઇફ (ઉર્વશી રૌતેલા) પણ બને છે. જેલમાંથી બહાર આવ્યા પછી સરણજિત સિંહનો એક જ મકસદ છે : બદલો. પણ તેને સલાહ આપવામાં આવે છે કે બદલાને બદલે તું બદલાવની દિશામાં આગળ વધશે તો એ સમાજ માટે પણ ઉપયોગી નીવડશે અને તે સિંહ સાબ બનીને ફરી એ જ ગામમાં આવે છે જે ગામમાં તેણે પોતાનું સર્વસ્વ ગુમાવ્યું હતું.

ભારતના ભવ્ય ઇતિહાસ પાસે સત્યપ્રેમી મહાત્મા ગાંધી, બેજોડ નિર્ણય-શક્તિ ધરાવતા સરદાર પટેલ, લખલૂટ હિંમત ધરાવતા ભગત સિંહ, તો સૌની ભલાઈમાં પોતાનું ભલું ઇચ્છનારા ગુરુ ગોવિંદસાહેબ જેવા મહાનુભાવો છે. આ બધા મહાનુભવો ઇતિહાસમાં જ નહીં, આજના વર્તમાનમાં પણ છે અને તે દરેકેદરેક વ્યક્તિમાં છે એવી વિચારધારાની ફિલ્મ ‘સિંહ સાબ ધ ગ્રેટ’નું મ્યુઝિક આનંદ રાજ આનંદનું છે, તો ફિલ્મના ટાઇટલ-ટ્રૅક સાથે સિંગર સોનુ નિગમ પણ મ્યુઝિક-ડિરેક્ટર બન્યો છે. મ્યુઝિક પંજાબમાં હિટ થયું છે, પણ બાકીના ભાગમાં મ્યુઝિક ઍવરેજ પુરવાર થયું છે. ડિરેક્ટર અનિલ શર્મા અને ઍક્ટર સની દેઓલ વચ્ચે અદ્ભુત કેમિસ્ટ્રી રહી છે, જે ફિલ્મનો સૌથી મોટો પ્લસ પૉઇન્ટ પણ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK