ફિલ્મ પ્રિવ્યુ : શિવાય

અગાઉ ‘યુ, મી ઔર હમ’ ડિરેક્ટ કરી ચૂકેલા અજય દેવગને ‘શિવાય’ પણ ડિરેક્ટ કરી છે. ફિલ્મનું મેકિંગ બજેટ અધધધ કહેવાય એવું છે એટલે કે ૧૪૦ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે.

shivaay


ઍક્શન-થ્રિલર જોનરની ‘શિવાય’નું લીડ કૅરૅક્ટર અજય દેવગન કરે છે તો દિલીપકુમાર-સાયરા બાનુના ભાણેજ સુમિત સાયગલની દીકરી સાયેશા સાયગલ ફિલ્મની લીડ સ્ટાર છે.

શિવા (અજય દેવગન) હિમાલયના પહાડોમાં જ મોટો થયો છે અને ત્યાં જ રહે છે. શિવાને સૌ શિવાય કહીને જ બોલાવે છે. મહાદેવની જેમ જ શિવાય એક જ એવો છે જે આ હિમાલયની પર્વતમાળાઓની વચ્ચે એવી રીતે ફરતો હોય છે જાણે આ તેનું ઘર હોય. આ પર્વતમાળા પર આવેલા કેટલાક લોકોની સાથે શિવાય પણ જાય છે, પણ રસ્તામાં આવેલાં તોફાનોથી લોકોને બચાવવા જતાં તે સાયેશાના પ્રેમમાં પડે છે. આ સંબંધો આગળ વધે છે પણ અને તેમને દીકરી પણ આવે છે. જોકે કેટલાક સંજોગો એવા ઊભા થાય છે કે શિવાય દીકરીને લઈને ભાગી જાય છે. દીકરી હવે દસ વર્ષની થઈ ગઈ છે અને એક દિવસ અચાનક તેને ખબર પડે છે કે આજ સુધી શિવાય તેની પાસે ખોટું બોલ્યો છે, તેની મમ્મી જીવતી છે. ઘરમાંથી ગુસ્સે થઈને નીકળેલી દીકરીને મનાવવા માટે શિવાય પહોંચે છે, પણ તે દીકરી સુધી પહોંચે એ પહેલાં તો તેને કિડનૅપ કરી લેવામાં આવે છે.

શિવાય હવે દીકરીની શોધમાં નીકળે છે. ભારોભાર રૌદ્ર રૂપ ધારણ કરી ચૂકેલા શિવાયને હવે અટકાવવો બહુ અઘરો છે તો સાથોસાથ એ પણ યક્ષ પ્રશ્ન છે કે આટલાં વર્ષે કોણ એવું જન્મ્યું જેને શિવાયની સાથે દુશ્મની છે.

‘શિવાય’નું શૂટિંગ ભારતનાં વિવિધ રાજ્યો ઉપરાંત બલ્ગેરિયાના પર્વતો વચ્ચે થયું છે. બલ્ગેરિયામાં જ્યારે શૂટિંગ ચાલતું હતું ત્યારે ત્યાં માઇનસ આઠ ડિગ્રી ટેમ્પરેચર હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK