ફિલ્મ પ્રિવ્યુ : શમિતાભ

અગાઉ ‘ચીની કમ’ અને ‘પા’ ડિરેક્ટ કરી ચૂકેલા આર. બાલ્કીની ફિલ્મ ‘શમિતાભ’માં અમિતાભ બચ્ચન અને ધનુષ લીડ સ્ટાર છે તો કમલ હાસનની દીકરી અક્ષરા આ ફિલ્મથી બૉલીવુડમાં એન્ટ્રી મારી રહી છે. ફિલ્મનું મ્યુઝિક સાઉથના પૉપ્યુલર મ્યુઝિક-ડિરેક્ટર ઇલયારાજાનું છે. ધનુષ વત્તા અમિતાભ બચ્ચન એમ બે નામના સરવાળાથી બનાવવામાં આવેલું ફિલ્મનું ટાઇટલ ‘શમિતાભ’ જ ફિલ્મની વાર્તાનો અણસાર આપે છે.

shamitabh



બે અલગ-અલગ ટૅલન્ટ ધરાવતા કલાકાર એક થાય છે અને બન્ને સાથે મળીને જબરદસ્ત સફળતા મેળવે છે, પણ એ સક્સેસ વચ્ચે જ્યારે ઈગો આવીને ઊભો રહી જાય છે ત્યારે બન્ને એકબીજાને ખુવાર કરવાની હદ સુધી પહોંચી જાય છે. ફિલ્મમાં ધનુષ બહેરા-મૂંગાનું કૅરૅક્ટર કરે છે. બોલી ન શકતા અને સાંભળી ન શકતા ધનુષ પાસે ઍક્ટિંગ-પાવર ટેરિફિક છે. સામા પક્ષે અમિતાભ બચ્ચન છે. તેમનો સ્વભાવ અડિયલ ટટ્ટé જેવો છે, પણ અવાજમાં જબરદસ્ત પ્રભુત્વ છે. ધનુષને અવાજ આપવાનું કામ એક સમયે અમિતાભ કરે છે.

આ કૉમ્બો બનાવવાનું કામ અક્ષરા કરે છે. કૉમ્બો હિટ થાય છે, પણ એ સક્સેસ વચ્ચે જ ઈગો આવે છે. એકબીજા વિના બેમાંથી કોઈની વૅલ્યુ પણ ઝીરોથી વધુ નથી એ વાતની ખબર હોવા છતાં ઈગોને કારણે એકબીજાથી છૂટા પડવા બન્ને તૈયાર છે. જોકે તેમને સાથે રાખવાનું કામ અક્ષરા પર જ આવે છે અને એ કામ કરવામાં અક્ષરાના નાકે દમ નીકળી જાય છે.

‘શમિતાભ’માં અનુરાગ બાસુ, મહેશ ભટ્ટ, કરણ જોહર, જાવેદ અખ્તર, રોહિત શેટ્ટી, એકતા કપૂર જેવા બૉલીવુડના અનેક પ્રોડ્યુસર અને ડિરેક્ટરે પણ નાના રોલ કર્યા છે.

ધનુષ પહેલાં શાહરુખ

‘શમિતાભ’ માટે આર. બાલ્કી સૌથી પહેલાં ધનુષને બદલે શાહરુખ ખાનને કાસ્ટ કરવાના હતા, પણ શાહરુખ ‘હૅપી ન્યુ યર’માં બિઝી હોવાથી તેણે ફિલ્મ એક વર્ષ પાછળ કરવાની ઇચ્છા દર્શાવી હતી જે માટે બાલ્કીની કોઈ તૈયારી નહોતી. બીજાં નામોની વિચારણા શરૂ થઈ તથા ધનુષને ફિલ્મમાં લેવાનું સજેશન ફિલ્મના કો-પ્રોડ્યુસર અભિષેક બચ્ચને આપ્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK