ફિલ્મ પ્રિવ્યુ : શાહિદ

આવતી કાલે રિલીઝ થઈ રહેલી ફિલ્મ ‘શાહિદ’ સત્ય ઘટના પર આધારિત છે અને માનવીય અધિકાર માટે લડતા શાહિદ આઝમી નામના મુંબઈના ઍડ્વોકેટની કથની છે.


૨૦૧૦ની ૧૧ ફેબ્રુઆરીએ બત્રીસ વર્ષની ઉંમરે શાહિદ આઝમીની તેની જ ઑફિસમાં હત્યા કરવામાં આવી હતી. એક સીધીસાદી વ્યક્તિ પર કઈ રીતે ખોટા આરોપો મૂકવામાં આવે છે અને કઈ રીતે તેની જિંદગી બદલાઈ જાય છે એ ફિલ્મ ‘શાહિદ’માં દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મમાં એ વાત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે દેશમાં આતંકવાદી હુમલાઓ મુસ્લિમો કરાવે છે, પણ દેશનો દરેક મુસ્લિમ કંઈ આતંકવાદી નથી.

મુંબઈમાં જન્મેલા અને સામાન્ય ઝૂંપડપટ્ટીમાં મોટા થયેલા શાહિદે (રાજકુમાર યાદવ) નાનપણથી જ હિન્દુ-મુસ્લિમ વચ્ચેના તંગ સંબંધો જોયા છે. ૧૯૯૨માં મુંબઈમાં થયેલાં કોમી રમખાણો કરવા બદલ શાહિદની અરેસ્ટ પણ કરવામાં આવી હતી. એ અરેસ્ટ પછી જ શાહિદને જેહાદી બનાવવાનું ષડ્યંત્ર કટ્ટરવાદી મુસ્લિમોએ કર્યું અને બાળ-શાહિદને પાકિસ્તાન સંચાલિત કાશ્મીર મોકલી દેવામાં આવ્યો, જ્યાં તેણે આતંકવાદની તાલીમ લીધી. જોકે તાલીમ દરમ્યાન તેને કેટલાંક એવાં ખોટાં કામ સૂચવવામાં આવે છે જેમાં અનેક નર્દિોષોના જીવ જવાની સંભાવના છે. શાહિદ એ કામની ના પાડી દે છે અને સાચા રસ્તે વળવાના હેતુથી બધું છોડીને પાછો આવી જાય છે. જોકે શાહિદની કટોકટી હજી ઓસરી નથી. મુંબઈ પોલીસ શાહિદની અરેસ્ટ કરે છે અને તેના પર અમાનુષી અત્યાચાર કરવામાં આવે છે. એ અત્યાચાર પછી શાહિદને ટાડા હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવે છે જ્યાં તે હિંમત હાર્યા વિના પોતાનું ભણવાનું આગળ વધારે છે અને વકીલાતની ડિગ્રી મેળવે છે. ૭ વર્ષના લાંબા અરસા પછી શાહિદ છૂટે છે અને નિર્દોષ મુસ્લિમોના માનવીય હક માટે લડવાનું શરૂ કરે છે. જોકે શાહિદની આ લડતમાં પણ અનેક જોખમો છે. કટ્ટરવાદી મુસ્લિમો તેને ઇસ્લામનો દુશ્મન માનવા માંડે છે તો કટ્ટર હિન્દુવાદીઓને શાહિદ હિન્દુત્વ માટે જોખમી લાગે છે, જ્યારે સત્ય હકીકત એ છે કે શાહિદને માનવીય લાગણી સિવાય કોઈનામાં રસ નથી.

‘કાય પો છે’ ફેમ રાજકુમાર યાદવ શાહિદનું કૅરૅક્ટર કરે છે તો ફિલ્મના ડિરેક્ટર હંસલ મહેતા છે અને પ્રોડ્યુસર અનુરાગ કશ્યપ તથા યુટીવી છે. ૨૦૧૨માં તૈયાર થયેલી ફિલ્મ ‘શાહિદ’ ટૉરોન્ટો ફિલ્મ-ફેસ્ટિવલ સહિત આઠ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થઈ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK