ફિલ્મ પ્રિવ્યુ : સત્યાગ્રહ

એટલી બધી વાર લખાઈ ચૂક્યું છે કે પ્રકાશ ઝાની આ ફિલ્મ અણ્ણા હઝારે અને તેમની ટીમે દેશમાં શરૂ કરેલી ભ્રષ્ટાચાર વિરુદ્ધની મૂવમેન્ટ પર આધારિત છે.
ખુદ અણ્ણાની ટીમ પણ આ જ દાવો કરી રહી છે, પણ ડિરેક્ટર પ્રકાશ ઝા આ બાબતમાં કોઈ સ્પષ્ટતા કે ખુલાસો કરવા તૈયાર નથી. ખુલાસાઓની જરૂર પણ નથી, કારણ કે તેમની ફિલ્મની વાર્તા પણ આ બાબતની સ્પષ્ટતા કરી રહી છે કે ફિલ્મ ખરેખર અણ્ણાએ આદરેલી મૂવમેન્ટને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.

‘રાજનીતિ’, ‘અપહરણ’, ‘ચક્રવ્યૂહ’, ‘આરક્ષણ’, ‘ગંગાજલ’, ‘મૃત્યુદંડ’ જેવી અનેક સિરિયસ અને સાંપ્રત સમસ્યા પર આધારિત ફિલ્મ બનાવી ચૂકેલા ડિરેક્ટર-પ્રોડ્યુસર પ્રકાશ ઝાની ફિલ્મ ‘સત્યાગ્રહ’ એ દ્વારકા આનંદ (અમિતાભ બચ્ચન) નામના એક એવા નિવૃત્ત શિક્ષકની કથા છે જે ચુસ્ત ગાંધીવાદી છે અને ગાંધીજીના વિચારોનું આજે પણ પાલન કરે છે. મહાત્મા ગાંધીએ અહિંસા અને સત્યની જે વાત કહી હતી એ આજે પુસ્તકોમાં રહી ગઈ છે, પણ દ્વારકા આનંદ હજી પણ એ સિદ્ધાંતોને જીવનમાં પાળી રહ્યા છે. દ્વારકા આનંદ મૂળભૂત શિક્ષક હતા. તેમણે દેશની આઝાદી માટે સક્રિયપણે ભાગ પણ લીધો હતો. એ સમયે બ્રિટિશરો સામે ચલાવેલી લડતના પરિણામરૂપે તેમણે સ્વસ્થ ભારતની અપેક્ષા રાખી હતી, પણ ભ્રષ્ટાચારથી ખદબદતી સરકારી સિસ્ટમથી તેઓ જબરદસ્ત ત્રસ્ત છે. (દ્વારકા આનંદની જિંદગીમાં અચાનક જ માનવ રાઘવેન્દ્ર (અજય દેવગન) આવે છે. માનવ રાઘવેન્દ્ર કૉર્પોરેટ જાયન્ટ છે. એક ન્યુઝ-ચૅનલની તેજતર્રાર જર્નલિસ્ટ યાસ્મિન અહમદ (કરીના કપૂર) તેની ગર્લફ્રેન્ડ છે અને બન્ને બહુ ઝડપથી મૅરેજ પણ કરી લેવાનાં છે. માનવને સક્સેસ જોઈએ છે અને એ પણ ઝડપી. પોતાની કંપનીના નવા ડેવલપમેન્ટ માટે માનવ એ શહેરમાં જાય છે જ્યાં દ્વારકા આનંદ રહે છે. માનવ પોતાનું કામ કરી રહ્યો છે, પણ આ કામમાં તેને રાજકારણીઓ બલરામ સિંહ (મનોજ બાજપાઈ) અને અજુર્ન (અજુર્ન રામપાલ) આડખીલી બને છે. બલરામ સિંહ માનવને સહકાર આપવા તૈયાર છે, પણ તેને મોટી લાંચ જોઈએ છે. આ લાંચ આપવાનું કામ માનવ માટે સહેલું છે, પણ દ્વારકા આનંદ તો કોઈ કાળે માનવને તેનો પ્લાન્ટ કરવા દેવા તૈયાર નથી. હકીકત એ છે કે માનવના એ પ્લાન્ટને કારણે સેંકડો પરિવારની ખેતીની જમીન હડપ થઈ જાય એમ છે. જોકે માનવને એનાથી કોઈ ફરક નથી પડતો. આ જ મુદ્દો માનવ અને યાસ્મિન વચ્ચે વિખવાદનું ઘર બની જાય છે. યાસ્મિન સૈદ્ધાંતિક રીતે દ્વારકા આનંદની વાત સાથે સહમત છે. વિકાસ, ભ્રષ્ટાચાર, નીતિ, સિદ્ધાંત અને માનવીય હકની સાથે વાત આગળ વધે છે અને જેમાં એક તબક્કે દ્વારકા આનંદની સાથે માનવ, યાસ્મિન, અજુર્ન અને દ્વારકા આનંદની પુત્રવધૂ સુમિત્રા (અમ્રિતા રાવ) પણ જોડાઈ જાય છે તો સામા પક્ષે ભ્રષ્ટાચારી નેતા, તકવાદી ઉદ્યોગપતિ અને લાલચુ બ્યુરોક્રેટ્સની ટોળી બેઠી છે.

આગળની વાર્તા અણ્ણા હઝારે અને તેમની ટીમના મેમ્બરોની લાઇફ સાથે બનેલી ઘટનાઓ પરથી ડેવલપ કરવામાં આવી છે જેમાં અણ્ણા હઝારેએ દિલ્હીમાં કરેલું તેર દિવસનું અનશન આંદોલન, અણ્ણાનો તિહાર જેલવાસનો સમાવેશ થાય છે તો સાથોસાથ ભ્રષ્ટાચારના આ સંગ્રામમાં ઝંપલાવનારા બાબા રામદેવ પર થયો હતો એ લાઠીચાર્જનો પ્રસંગ પણ સમાવી લેવામાં આવ્યો છે. ફિલ્મમાં લવસ્ટોરીની સાથોસાથ ઇમોશનલ ઍન્ગલ પણ આપવામાં આવ્યો છે. દ્વારકા આનંદ પોતાનો દીકરો ગુમાવી ચૂક્યા છે. સામા પક્ષે માનવ નાની ઉંમરે પિતા ગુમાવી ચૂક્યો છે. દ્વારકા અને માનવ બન્ને પોતાના સુષુપ્ત મનમાં પુત્ર અને પિતાની ઝંખના કરી રહ્યા છે, જે તે બન્નેને એકબીજામાં મળે છે.

પ્રકાશ ઝાની ફિલ્મ હંમેશાં મલ્ટિસ્ટારર રહી છે, પણ ફિલ્મનું મ્યુઝિક ખાસ કંઈ દમદાર નથી હોતું. ‘રાજનીતિ’નાં સૉન્ગ્સ હિટ થયાં હતાં, પણ એ પછી આવેલી ફિલ્મ ‘ચક્રવ્યૂહ’માં મ્યુઝિકનું કોઈ મહત્વ નહોતું. આ ફિલ્મમાં એક નહીં ચાર-ચાર મ્યુઝિક-ડિરેક્ટર છે. સલીમ-સુલેમાન, આદેશ શ્રીવાસ્તવ, મીત બ્રધર્સ અન્જાન અને ઇન્ડિયન ઓશન... અને એમ છતાં ગીતો ઍવરેજ છે. જોકે ફિલ્મ ‘સત્યાગ્રહ’માં બાપુના ફેવરિટ પદ ‘રઘુપતિ રાઘવ’નું નવું વર્ઝન બનાવવામાં આવ્યું છે જે હિટ થયું છે. આ ગીત સલીમ-સુલેમાને તૈયાર કર્યું છે.

અમિતાભ પર અસ્થમા વચ્ચે પાણીનો અટૅક

બધા જાણે છે કે અમિતાભ બચ્ચનને બ્રૉન્કાઇલ અસ્થમાની બીમારી છે. આ બીમારીના પેશન્ટને ઠંડા વાતાવરણમાં અસ્થમાનો અટૅક આવી શકે છે. ઠંડા પાણીથી પણ આ તકલીફ ઊભી થઈ શકે છે. ‘સત્યાગ્રહ’ના એક સીનમાં અમિતાભ બચ્ચન અને બીજા ઍક્ટર પર પાણીનો મારો કરવાનો હતોે. બીજા ઍક્ટરની તો કોઈ ચિંતા નહોતી, પણ પ્રકાશને અમિતાભની આ બીમારીની ખબર હતી એટલે તેમણે ટૅન્કરનું પાણી ગરમ કરવાની વ્યવસ્થા કરવી શરૂ કરી, પણ બિગ બીએ તેમને અટકાવ્યા અને સમજાવ્યું કે ઠંડા પાણીના મારાથી ચહેરાનાં જે એક્સપ્રેશન્સ હશે એ પર્ફે‍ક્ટ મળશે. પાણીના મારાના સીનનું શૂટિંગ એક આખો દિવસ ચાલ્યું અને એ આખો દિવસ બિગ બી બધી ચિંતા છોડીને શૂટિંગ કરતા રહ્યા. અમિતાભનું આ કમિટમેન્ટ જોઈને આખું યુનિટ હેબતાઈ ગયું હતું. એ દિવસનું શૂટિંગ પૂરું થયા પછી યુનિટના તમામ મેમ્બર સાથે પ્રકાશ ઝા બિગ બીના રૂમમાં જઈને બધા વતી તેમને થૅન્ક્સ કહ્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK