ફિલ્મ પ્રિવ્યુ : સત્યા ૨

ડિરેક્ટર રામ ગોપાલ વર્માની કરીઅરની સર્વોત્તમ ફિલ્મ પૈકીની એક એવી ‘સત્યા’ ૧૯૯૮માં એટલે કે લગભગ પંદર વર્ષ પહેલાં રિલીઝ થઈ હતી, પણ આજે પણ ફિલ્મ લોકોને યાદ છે.


આ ફિલ્મથી અન્ડરવર્લ્ડ પરની ફિલ્મનો એક નવો જ દોર રામ ગોપાલ વર્માએ શરૂ કર્યો હતો. ‘સત્યા ૨’ એ ‘સત્યા’ની સીક્વલ છે અને વાર્તા ૧૯૯૮થી આગળ વધીને ૨૦૧૩માં આવે છે. મુંબઈમાંથી અન્ડરવર્લ્ડ લગભગ ખતમ થઈ ગયું છે. દાઉદ ઇબ્રાહિમે દેશ છોડી દીધો છે, છોટા રાજન શાંતિથી દુનિયાના કોઈ દેશમાં જીવે છે અને દાઉદથી છૂટો પડેલો અબુ સાલેમ અત્યારે જેલમાં છે. મુંબઈ પોલીસને હવે શાંતિ છે. આ શાંતિને ફરીથી છીનવી લેવા માટે સત્યા આવે છે.

સત્યા (પુનીતસિંહ રતન) મુંબઈ પોતાના ફ્રેન્ડને ત્યાં આવે છે. સત્યાની ખાસિયત એ છે કે તે જીભનો ઉપયોગ સૌથી ઓછો કરે છે અને દિમાગ સૌથી વધુ ચલાવે છે. સત્યા માટે તેનો ફ્રેન્ડ જૉબની વ્યવસ્થા કરે છે, પણ સત્યા જૉબ કરવાની ના પાડી દે છે અને ચોખવટ કરે છે કે તે નોકરી માટે મુંબઈમાં નથી આવ્યો, મુંબઈ પર રાજ કરવા આ શહેરમાં આવ્યો છે. સત્યાની વાતો તેના ફ્રેન્ડને શરૂઆતમાં તો પાગલ જેવી લાગે છે, પણ સત્યા જે રીતે આગળ વધતો જાય છે એ જોઈને તે ગભરાઈ જાય છે. સત્યા એવી રીતે કામ કરે છે કે જાણે તેની પાસે સમય ન હોય. જે કામ વષોર્ સુધી થતું નથી એ કામ તે કલાકોમાં પૂરું કરી આપે છે. સત્યાની દરેક રીત અને દરેક ચાલ શંકાસ્પદ છે. પોલીસ પણ એક તબક્કે મૂંઝવણમાં મુકાઈ જાય છે. સત્યાના નામે અગાઉ કોઈ ગુનો નોંધાયો નથી, તેનો આગળપાછળનો કોઈ રેકૉર્ડ મળતો નથી અને એ પછી પણ તે ગુનાઓ કરતો જાય છે અને આગળ વધતો જાય છે. સત્યાની કામ કરવાની સ્ટાઇલ પણ સાવ જુદી છે. પહેલાં જેમ ગૅન્ગને ટપોરીગીરી સાથે ચલાવવામાં આવતી એ રીતે નહીં પણ સત્યા પોતાની ગૅન્ગને એક કૉર્પોરેટ હાઉસની જેમ ચલાવે છે. હરીફ ગૅન્ગને તે પોતાની સાથે જોડાઈ જવાનું એ રીતે કહે છે જે રીતે બે કંપનીઓનું મર્જર થતું હોય. જો ગૅન્ગમાં જોડાય નહીં તો તે હરીફને ખતમ કરી નાખતાં પણ ખચકાતો નથી. થોડા જ સમયમાં સત્યાની ગૅન્ગ દેશભરમાં પ્રસરી જાય છે. વાત અહીં પૂરી નથી થતી, હવે સત્યા પોતાની ગૅન્ગની મદદથી રાજકારણમાં પણ દખલ શરૂ કરે છે. એક તબક્કે ખાલી મુંબઈને પ્રશ્ન હતો કે આ સત્યા છે કોણ? પણ હવે તો દેશ આખો મૂંઝવણમાં મુકાઈ ગયો છે કે આ સત્યા છે કોણ અને શું કામ તે આ રીતે ગૅન્ગ ચલાવી રહ્યો છે.

ફિલ્મમાં સત્યાનું કૅરૅક્ટર પુનીતસિંહ રતન કરે છે. રાજસ્થાની પુનીતની આ પહેલી ફિલ્મ છે. ‘સત્યા’નું મ્યુઝિક આજે પણ પૉપ્યુલર છે, પણ ‘સત્યા ૨’નું મ્યુઝિક ઍવરેજ પુરવાર થયું છે. મ્યુઝિક અમર મોહિલે, કાર્ય અરોરા, નદીમ-શ્રવણવાળા શ્રવણ રાઠોડના દીકરા સંજીવ-દર્શન, શ્રી ડી અને નીતિન રાયકવાર એમ પાંચ ડિરેક્ટરે તૈયાર કર્યું છે.

ભાઈબંધી નિભાવી પુરી જગન્નાથે

રામુના ખાસ ભાઈબંધ અને સાઉથના દિગ્ગજ ડિરેક્ટર, પ્રોડ્યુસર અને રાઇટર પુરી જગન્નાથ પાસે એક વિષય હતો જેનું ટાઇટલ હતું ‘બુઢ્ઢા હોગા તેરા બાપ’. આ વાર્તા સાંભળ્યા પછી રામુએ પુરીને અમિતાભ બચ્ચન સાથે મીટિંગ કરાવી દીધી હતી અને બન્નેનું પૅચ-અપ કરાવી દીધું હતું. જેના બદલામાં તેણે પુરી પાસેથી કોઈ વળતર લીધું નહીં. વાત અહીં પૂરી થઈ ગઈ, પણ પુરીને રામુનો ઉપકાર કોઈ પણ રીતે પૂરો કરવો હતો. આ દરમ્યાન રામુની ફિલ્મ ‘ડિપાર્ટમેન્ટ’, ‘ધ અટૅક્સ ઑફ ૨૬/૧૧’, ‘ભૂત રિટર્ન્સ’, ‘ફૂંક ૨’ સુપરફ્લૉપ થવા માંડી એટલે પુરીએ સામે ચાલીને રામુને તેની તેલુગુ ફિલ્મ ‘બિઝનેસમૅન’માંથી કંઈ પણ વાપરવાની છૂટ આપી. હકીકતમાં ‘બિઝનેસમૅન’એ રામુની ફેવરિટ ફિલ્મ હતી. ‘સત્યા ૨’ના કેન્દ્રમાં ‘બિઝનેસમૅન’ છે અને એ પછી એમાં બૉલીવુડના જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે. જોકે રામુ એ વાત સ્વીકારવા તૈયાર નથી કે ‘સત્યા ૨’ એ ‘બિઝનેસમૅન’ની રીમેક છે, પણ હકીકત આ જ છે.

અન્ડરવર્લ્ડની છેલ્લી ફિલ્મ

લોકો ક્ષેત્રસંન્યાસ લે અને રિટાયરમેન્ટ જાહેર કરે, પણ રામગોપાલ વર્મા ‘સત્યા ૨’થી અન્ડરવર્લ્ડના વિષયમાંથી ક્ષેત્રસંન્યાસ લેવાના છે એટલે કે આ ફિલ્મ પછી તે ક્યારેય અન્ડરવર્લ્ડના વિષય પર ફિલ્મ નહીં બનાવે. રામ ગોપાલ વર્માએ આ જાહેરાત કરતી વખતે કહ્યું હતું કે ‘અન્ડરવર્લ્ડના વિષયમાં જે થિþલ મળતી એ હવે નથી મળતી એટલે ‘સત્યા’થી જે ફીલ્ડની વાત શરૂ કરી એ જ ફીલ્ડની વાત હું ‘સત્યા ૨’ પર પૂરી કરવાનું વિચારું છું. હવે પછી રોમૅન્ટિક ફિલ્મ બનાવવાની ઇચ્છા છે.’

પહેલી અન્ડરવર્લ્ડ ફિલ્મ ‘સત્યા’ પછી રામ ગોપાલ વર્માએ ‘કંપની’, ‘ડી’, ‘અબ તક છપ્પન’, ‘કૉન્ટ્રૅક્ટ’, ‘સરકાર’, ‘સરકાર રાજ’, ‘જેમ્સ’ જેવી અનેક ફિલ્મ બનાવી જેમાં અન્ડરવર્લ્ડ સીધી કે આડકતરી રીતે સામેલ હોય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK