ફિલ્મ પ્રિવ્યુ : સરબજિત

‘મૅરી કૉમ’ પછી ડિરેક્ટર ઓમંગકુમારે દેશના સૌથી ચર્ચાસ્પદ એવા સરબજિત સિંહના કેસ પરથી બાયોગ્રાફિકલ ફિલ્મ બનાવી છે.

sarbajit

સરબજિત કેસ માત્ર આપણા દેશમાં જ નહીં, દુનિયાભરમાં જાણીતો થયો હતો. સરબજિત સિંહની ઘટના આપણે ત્યાં મોટા ભાગના સૌકોઈ જાણે છે અને એ પછી પણ આ ઘટના પર એક નજર કરવાની જરૂર છે. સરબજિત સિંહ પોતાના પરિવાર સાથે પંજાબમાં શાંતિથી જીવે છે. ખુશહાલ પરિવાર છે. મોટી બહેન દલબીર કૌર છે અને વાઇફ તથા બાળકો પણ છે. જીવનમાં ખુશીઓની કોઈ કમી નથી અને કોઈ જાતનું દુ:ખ પણ દૂર-દૂર સુધી દેખાતું નથી, છતાં એક દિવસ અચાનક સરબજિત ગુમ થઈ જાય છે. આખો પરિવાર તેને શોધવામાં લાગી જાય છે, પણ સરબજિતના ક્યાંય કોઈ સમાચાર મળતા નથી. એવું તે શું બન્યું કે સરબજિત એકાએક ગાયબ થઈ ગયો, શું કામ તે ગાયબ થયો અને કોણે તેને ગાયબ કર્યો? એ સવાલના કોઈ જવાબ નથી. એક તબક્કો એવો પણ આવી જાય છે કે સરબજિતની ફૅમિલી એવી આશા રાખવા માંડે છે કે કાશ તેની લાશ મળી જાય. ઍટ લીસ્ટ એ વાતનો તો સંતોષ થઈ જાય કે ભાઈ હવે હયાત નથી, પરંતુ લાશ પણ ક્યાંય નથી મળી એટલે ભાઈ અને પતિ જીવતો હોવાની આશા છોડી શકાતી નથી.

વર્ષો વીતી જાય છે. ભાઈની વાઇફ અને તેનાં બાળકોને મોટાં કરવાનું કામ બહેને સંભાળી લીધું છે અને એક દિવસ અચાનક ઘરે લેટર આવે છે. લેટર ભાઈએ લખ્યો છે અને એમાં તેણે લખ્યું છે કે હું પાકિસ્તાનમાં છું અને ભૂલથી બૉર્ડર ક્રૉસ કરી જતાં પાકિસ્તાને મને કેદી બનાવી લીધો છે. પાકિસ્તાન એવું માને છે કે તે ભારતનો જાસૂસ છે એટલે તેને છોડવા તૈયાર નથી. ભાઈએ પોતાના પર થયેલા અત્યાચાર વિશે પણ લખ્યું છે અને બહેનને કાકલૂદી પણ કરી છે કે પ્લીઝ, કંઈક કર. મને અહીંથી છોડાવ. હવે બહેનનો નવો જંગ શરૂ થાય છે. આ જંગ દેખાય છે એવો સહેલો નથી. કારણ કે ભાઈ એક એવા દેશના કબજામાં છે જે ભારતનો કટ્ટર દુશ્મન છે. ભારત સરકાર જો સ્વીકારે કે સરબજિત એનો નાગરિક છે તો ભારત સરકારે અનેક વાતના ખુલાસા કરવા પડે. આ ખુલાસાની વાત તો આવે જો ભારત સરકાર સરબજિત એનો નાગરિક છે એ સ્વીકારવા તૈયાર થાય. કારણ કે એવા પણ કોઈ પુરાવા નથી કે સરબજિત ભારતીય છે. માની ન શકાય અને ધારી ન શકાય એવી માનવીય લાગણીઓ અને માનવીય અધિકારનો આ જંગ છે.

ફિલ્મમાં સરબજિતની બહેનનું કૅરૅક્ટર ઐશ્વર્યા રાય બચ્ચને કર્યું છે તો રણદીપ હૂડા સરબજિત બન્યો છે અને સરબજિતની વાઇફ રિચા ચઢ્ઢા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK