ફિલ્મ પ્રિવ્યુ : સમ્રાટ ઍન્ડ કંપની

રાજશ્રી પ્રોડક્શન્સ હંમેશાં ફૅમિલી-ડ્રામા બનાવવાનું પસંદ કરે છે, પણ સૂરજ બડજાત્યાની બહેન કવિતા બડજાત્યાએ રાજશ્રી પ્રોડક્શન્સના ઇતિહાસમાં પહેલી વાર સસ્પેન્શ-થ્રિલર ફિલ્મ બનાવી છે. ફિલ્મમાં લીડ સ્ટાર રાજીવ ખંડેલવાલ છે જે એક પ્રાઇવેટ ડિટેક્ટિવ છે.


શ્રીમંત અને અબજોની માલિક ડિમ્પી સિંહ (મદાલસા શર્મા) એક વિચિત્ર કેસ માટે પ્રાઇવેટ ડિટેક્ટિવ સમ્રાટ તિલકધારી (રાજીવ ખંડેલવાલ)નો કૉન્ટૅક્ટ કરે છે. એ કેસ સાંભળ્યા પછી સમ્રાટ પોતે મૂંઝવણમાં મુકાઈ જાય છે. બન્યું એવું કે ડિમ્પીના જબરદસ્ત મોટા ફાર્મહાઉસમાં કારણ વિના પાક સળગી જાય છે. હૉર્ટિકલ્ચરના નિષ્ણાતોએ અનેક પ્રકારની તપાસ કરી લીધી, પણ તેમના હાથમાં કાંઈ ન આવ્યું. સમ્રાટને હસવું આવી રહ્યું છે, પણ એ દરમ્યાન અચાનક જ ડિમ્પી સિંહના પપ્પા મહેન્દ્ર પ્રતાપ સિંહ (ગિરીશ કર્નાડ)નો ફેવરિટ ઘોડો વિચિત્ર રીતે મરી જાય છે. આ વાતને પણ સામાન્ય ગણી રહેલા સમ્રાટની આંખ સામે એકદમ તંદુરસ્ત મહેન્દ્ર પ્રતાપ સિંહ પણ અચાનક સાવ વિચિત્ર કહેવાય એવી બીમારીમાં સપડાય છે. સમ્રાટ હવે હરકતમાં આવે છે અને એ ફાર્મહાઉસમાં ઇન્ક્વાયરી શરૂ કરે છે. એ દરમ્યાન તેને અમુક એવી રહસ્યમય વાતોની ખબર પડે છે જેના આધારે અનુમાન લગાવી શકાય કે આવતા સમયમાં હવે ડિમ્પીના જીવ પર પણ જોખમ છે. સમ્રાટ હવે એ રહસ્ય ઉકેલવાની દિશામાં આગળ વધવાની સાથે ડિમ્પીને બચાવવાનું કામ પણ શરૂ કરે છે.

ભારતની પહેલી ડિટેક્ટિવ ફિલ્મ તરીકે પ્રમોટ કરવામાં આવતી ‘સમ્રાટ ઍન્ડ કંપની’ જગવિખ્યાત ડિટેક્ટિવ શેરલોક હોમ્સની ફિલ્મ પર આધારિત છે. ફિલ્મનું મ્યુઝિક અંકિત તિવારીએ આપ્યું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK