ફિલ્મ પ્રિવ્યુ : સાલા ખડૂસ

આવતી કાલે રિલીઝ થાય છે, ફિલ્મનાં લીડ સ્ટાર આર. માધવન અને રિતિકા સિંહ છે. ફિલ્મનું ડિરેક્શન સુધા કોંગરા પ્રસાદે કર્યું છે.

saala khadus



ડિરેક્ટર-પ્રોડ્યુસર રાજકુમાર હીરાણીએ પ્રોડ્યુસ કરેલી ‘સાલા ખડૂસ’ એક બૉક્સરની લાઇફ સાથે જોડાયેલી છે. ફિલ્મનાં લીડ સ્ટાર આર. માધવન અને રિતિકા સિંહ છે. ફિલ્મનું ડિરેક્શન સુધા કોંગરા પ્રસાદે કર્યું છે. સુધાએ અગાઉ તામિલ અને તેલુગુ ફિલ્મ ડિરેક્ટ કરી છે.

અદી તોમર (આર. માધવન) બૉક્સર છે. અદી બૉક્સિંગમાં ગોલ્ડ મેડલ જીતવા માગે છે, પણ તેનું આ સપનું તેનો જ કોચ તોડી પાડે છે અને અદીએ અમુક સંજોગોમાં બૉક્સિંગ છોડી દેવું પડે છે. આ વાતને દસ વર્ષ વીતી જાય છે. આ દસ વર્ષમાં અદી પોતાની લાઇફને તહસનહસ કરી નાખે છે. દસ વર્ષ પછી એવી સિચુએશન આવે છે કે જે ટીમની કોઈ વૅલ્યુ નથી એવી વિમેન્સ બૉક્સિંગ ટીમ માટે કોચની જરૂરિયાત ઊભી થાય છે. અદીનો એક ફ્રેન્ડ તેની પાસે આ ઑફર લાવે છે. અદીનું સપનું હવે બદલાય છે. એક સમયે તે ગોલ્ડ મેડલ પોતાના માટે જીતવા માગતો હતો, પણ હવે તે આ ગોલ્ડ મેડલ પોતાની સ્ટુડન્ટ માટે જીતી લાવવા માગે છે અને આ સ્ટુડન્ટ છે મધી. પોતાની આઝાદી ઇચ્છતી મધીમાં એક ચૅમ્પિયન બનવાની કૅપેસિટી છે, પણ તેનામાં રહેલું કૌવત કોઈ દિશાનું નથી. મધીને તૈયાર કરવાનું કામ અદી શરૂ કરે છે. ઉત્સાહથી ભારોભાર ઘુઘવાતી મધી અને અનુભવથી ઠાંસોઠાસ ભરેલો અદી. બન્નેની ચૅમ્પિયનશિપ તરફની જર્ની શરૂ થાય છે, જે જર્ની દરમ્યાન બ્યુટિફુલ રિલેશનશિપનો પણ આરંભ થાય છે.

મધીનું કૅરૅક્ટર કરતી રિતિકા સિંહ એક રિયલ બૉક્સર છે અને તેણે બૉક્સિંગની ટ્રેઇનિંગ લીધી છે તો મજાની વાત એ છે કે આર. માધવને પણ આ ફિલ્મ માટે બૉક્સિંગનો ચાર મહિનાનો કોર્સ કર્યો હતો.

આ ગુરુ છે ખડૂસ

ફિલ્મનું નામ આર. માધવનના કૅરૅક્ટર પરથી રાખવામાં આવ્યું છે. હાર્ડકોર મહેનત કરાવતા કોચ અદીને હસતાં નથી આવડતું, રિલૅક્સ્ડ ચહેરે વાત કરતા નથી ફાવતું અને પ્રેમથી વર્તન કરતાં નથી આવડતું. એને કારણે આ કોચને મધી હંમેશાં ખડૂસ કહીને બોલાવે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK