ફિલ્મ પ્રિવ્યુ : રમન રાઘવ ૨.૦

‘ઉડતા પંજાબ’ના પ્રોડ્યુસર અનુરાગ કશ્યપે ડિરેક્ટ કરેલી સાઇકો-થ્રિલર ‘રમન રાઘવ ૨.૦’ ૧૯૬૦માં મુંબઈમાં થયેલા સાઇકો-કિલર રમન રાઘવ પર આધારિત છે.

raman

સાઇકો-કિલર રમનનું કૅરૅક્ટર નવાઝુદ્દીને કયુંર્ છે તો આ સાઇકો-કિલરને પકડવાનું કામ જેને સોંપાયું છે એ પોલીસ-ઇન્સ્પેક્ટર રાઘવનું કૅરૅક્ટર વિકી કૌશલે કર્યું છે.

રમનનું નાનપણ અત્યંત ખરાબ રીતે વીત્યું છે, જેને લીધે તે મેન્ટલી અપસેટ છે પણ એકલા પડી ગયેલા રમનને ડૉક્ટર પાસે કોઈ લઈ જનારું છે નહીં એટલે તેની એ માનસિક તકલીફો વિકૃત બની ગઈ છે. સાઇકો બની ગયેલા રમનને નેગેટિવ મેન્ટાલિટીવાળી કે કજિયા કરનારી વ્યક્તિ ગમતી નથી એટલે તેનામાં એવા લોકોને ખતમ કરવાની માનસિકતા મજબૂત બની ગઈ છે. રમન પોતાની સાથે ઍલ્યુમિનિયમની એક પાઇપ રાખે છે. આ પાઇપથી જ તે વિકૃત રીતે હત્યા કરતો ફરે છે. બે, ત્રણ અને ચાર હત્યા પછી પોલીસ હરકતમાં તો આવી છે; પણ રમન કોઈના હાથમાં નથી આવતો. નાછૂટકે પોલીસ હવે રમન જેવા જ માથાફરેલા પોલીસ-ઇન્સ્પેક્ટર રાઘવને રમનને પકડવાનું કામ સોંપે છે. હવે બે સાઇકો એકબીજાની આમને-સામને આવી જાય છે. ફરક એક છે કે એક માનસિક વિકૃત સમાજ માટે નુક્સાનકર્તા છે તો બીજો સમાજના હિતમાં કામ કરવાનો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK