ફિલ્મ પ્રિવ્યુ : રમૈયા વસ્તાવૈયા

અગાઉ ‘વૉન્ટેડ’ અને ‘રાઉડી રાઠોડ’ જેવી બે મોટી હિટ ફિલ્મ આપી ચૂકેલા ડિરેક્ટર પ્રભુ દેવાની ‘રમૈયા વસ્તાવૈયા’ રોમૅન્ટિક કૉમેડી છે.


કાસ્ટ : ગિરીશકુમાર, શ્રુતિ હાસન, સોનુ સૂદ, રણધીર કપૂર, પૂનમ ઢિલ્લન, વિનોદ ખન્ના, સતીશ શાહ, પ્રભુ દેવા અને જૅકલિન ફર્નાન્ડિસ

પ્રોડ્યુસર : ટિપ્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ

ડિરેક્ટર : પ્રભુ દેવા

મ્યુઝિક ડિરેક્ટર : સચિન-જિગર

ફિલ્મ રામ અને સોનાની આસપાસ ફરે છે. રામ (ગિરીશકુમાર) ઑસ્ટ્રેલિયામાં રહે છે, કરોડપતિ બાપનો દીકરો છે. સંઘર્ષ નામે તેણે કંઈ જોયું નથી. હૅપી-ગો-લકી ટાઇપની લાઇફ જીવે છે અને ભાઈબંધ-દોસ્તો સાથે જલસા કરે છે. એક વખત રામને ઇન્ડિયામાં પોતાની કઝિન લલિતાનાં મૅરેજ ફંક્શનમાં પંજાબ આવવાનું બને છે. રામની પંજાબ આવવાની કોઈ ઇચ્છા નથી, પણ પપ્પા-મમ્મીના દબાણને વશ થઈને તે પંજાબ પહોંચે છે, જ્યાં તેને લલિતાની ખાસ ફ્રેન્ડ સોના (શ્રુતિ હાસન) મળે છે. શ્રુતિ પંજાબના એ ગામડામાં જ રહે છે જ્યાં રામને રહેવું સહેજ પણ નથી ગમતું. રામ અને શ્રુતિ વચ્ચે સંબંધો બંધાવાની શરૂઆત થોડાં તોફાનોથી થાય છે. બન્ને એકબીજાથી એક તબક્કે ત્રાસી જાય છે, પણ મૅરેજ પહેલાં ઘરમાં રાખવામાં આવેલાં અલગ-અલગ ફંક્શન દરમ્યાન બન્ને વચ્ચે દોસ્તી થઈ જાય છે, મૅરેજ પછી રામ ફરીથી ઑસ્ટ્રેલિયા ચાલ્યો જાય છે, પણ ત્યાં જઈને તેને સમજાય છે કે તે સોનાને પ્રેમ કરવા માંડ્યો છે. રામ ફરી ઇન્ડિયા આવે છે અને સોનાના મોટા ભાઈ (સોનુ સૂદ)ને મળે છે. મોટો ભાઈ શરત મૂકે છે કે તે એક જ શરતે સોનાનાં મૅરેજ રામ સાથે કરાવશે જો રામ તે લોકોને વેરાન વગડા જેવી જમીનમાં ઘઉં ઉગાડી બતાવે. રામ આ ચૅલેન્જ સ્વીકારી લે છે, પણ પછી એક પછી એક અનેક સંકટો આવતાં જાય છે અને એ સંકટ વચ્ચે રામ-સોનાની લવ-સ્ટોરી પણ વમળમાં ફસાતી જાય છે.

ફિલ્મ ‘રમૈયા વસ્તાવૈયા’ ૨૦૦૫માં બનેલી સુપરહિટ તેલુગુ ફિલ્મ ‘નુવોસ્તાનન્તે નેનોદાન્તના’ની રીમેક છે. તેલુગુ ફિલ્મ પરથી તામિલ અને બંગાળી રીમેક પણ બની છે. મજાની વાત એ છે કે ૨૦૦૫માં બનેલી તેલુગુ ફિલ્મ ‘નુવોસ્તાનન્તે નેનોદાન્તના’ સલમાન ખાનની ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ અને ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવી હતી.

ટિપ્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન રમેશ તૌરાણી આ ફિલ્મથી પોતાના દીકરા ગિરીશકુમારને હીરો તરીકે લૉન્ચ કરી રહ્યા છે. તેલુગુ ફિલ્મના રાઇટ્સ ખરીદ્યા પછી રમેશ તૌરાણીને ખબર પડી કે ઓરિજિનલ ફિલ્મનો ડિરેક્ટર પ્રભુ દેવા છે એટલે તેમણે પ્રભુને જ ડિરેક્ટર તરીકે લીધો. ફિલ્મનું મ્યુઝિક હિટ થઈ ચૂક્યું છે. ફિલ્મમાં જૅકલિન ફર્નાન્ડિસનું એક આઇટમ-સૉન્ગ છે, પ્રભુ દેવા ગેસ્ટ અપીઅરન્સમાં છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK