ફિલ્મ પ્રિવ્યુ : રાજા નટવરલાલ

યુટીવી મોશન પિક્ચર્સની ‘રાજા નટવરલાલ’માં ઇમરાન હાશ્મી, હુમૈમા મલિક, પરેશ રાવલ અને કે. કે. મેનન લીડ સ્ટાર છે તો ફિલ્મનું ડિરેક્શન કુણાલ દેશમુખનું છે.


raja-natvarlal


ચારસોવીસી કરનારી વ્યક્તિ કેવી રીતે અઠંગ પુરવાર થાય છે એ વાત ‘રાજા નટવરલાલ’માં કરવામાં આવી છે. ‘એક થી દાયન’ અને ‘ઘનચક્કર’ જેવી ફિલ્મોનો અખતરો કર્યા પછી અને એ બન્ને ફિલ્મ સુપરફ્લૉપ જતાં ઇમરાન હાશ્મીએ ફરી એક વખત પોતાની ઓરિજિનલ આઇડેન્ટિટી પર આવીને આ ફિલ્મ કરી છે. ઇમરાનના ફૅન્સને ઇમરાન પાસેથી જે કંઈ જોવું હોય છે એ બધું જ આ ફિલ્મમાં ઠાંસી-ઠાંસીને ભરવામાં આવ્યું છે. રાજા (ઇમરાન હાશ્મી) અને રાઘવ (દીપક તિજોરી) નાના-મોટા ક્રાઇમ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. બન્ને દિલના સાફ છે, પણ બીજું કોઈ કામ આવડતું નથી એટલે આ ચારસોવીસી તેમનો પ્રોફેશન બની ગયો છે. એક ઘટના દરમ્યાન રાઘવનું મર્ડર થઈ જાય છે. આ મર્ડર પછી રાજા નક્કી કરી છે કે તે કોઈ પણ હિસાબે રાઘવની હત્યાનો બદલો લેશે. બદલાની આ સફર દરમ્યાન રાજાને ખબર પડે છે કે તેણે વર્દા (કે. કે. મેનન) નામના એક એવા માણસની સામે બદલો લેવાનો છે જેની પહોંચ બહુ મોટી છે. રાજાને હવે કોઈના સાથની જરૂર છે. તે યોગી (પરેશ રાવલ)ને પોતાની સાથે લેવા માગે છે. યોગી ચાણક્ય બુદ્ધિ ધરાવે છે; શાતિર, બદમાશ અને ઉસ્તાદ છે. તે પહેલાં તો રાજાની પરીક્ષા લે છે. રાજા મોટા ભાગની પરીક્ષામાં ફેલ થાય છે, પણ જ્યારે યોગીને રાઘવની હત્યાની વાતની ખબર પડે છે ત્યારે યોગી તેની સાથે જોડાઈને રાજાનો સાથ આપવા તૈયાર થઈ જાય છે.

રાજા અને યોગી સાથે મળીને ખોટા રસ્તે અબજો રૂપિયા બનાવી લેનારા વર્દાને ઉલ્લુ બનાવીને તેને જ લૂંટી લેવાનો પ્લાન બનાવીને બેઠા છે. આ પ્લાનમાં રાજા-યોગીની સાથે જિયા (હુમૈમા મલિક) પણ તેને પૂરતો સહકાર આપે છે અને એ પછી પણ વર્દાની સામે અસલિયત ખુલ્લી પડી જાય છે અને પરિસ્થિતિ એવી સર્જાય છે કે બે સીધાસાદા અને સરળ મુફલિસને વર્દા જેવા માથાભારે દુશ્મનની સામે લડવું પડે એવી નોબત આવી જાય છે.

પાકિસ્તાની ઍક્ટ્રેસ હુમૈમા મલિકની આ પહેલી ફિલ્મ છે. આ અગાઉ તેણે પાકિસ્તાનમાં મૉડલિંગ કર્યું હતું અને પાકિસ્તાની મહિલાઓ પર થઈ રહેલા અત્યાચારની વિરુદ્ધમાં બનાવવામાં આવેલી ‘બોલ’ જેવી અવૉર્ડ-વિનિંગ ફિલ્મમાં પણ લીડ રોલ કર્યો હતો. હુમૈમા મલિકની ટેક્નિકલી પહેલી ફિલ્મ સંજય દત્ત સાથેની ‘શેર’ હતી, પણ એ ફિલ્મ ડબ્બામાં ઘૂસી જતાં હવે ‘રાજા નટવરલાલ’ તેની પહેલી ફિલ્મ બની છે.

ટાઇટલ બદલવામાં નિમિત્ત પરેશ રાવલ


‘રાજા નટવરલાલ’નું નામ પહેલાં ‘શાતિર’ હતું, પણ ફિલ્મના એક ડાયલૉગમાં પરેશ રાવલે પોતાની જાતે થોડા સુધારા કર્યા અને તેણે ઇમરાન હાશ્મીની સરખામણી ‘મિસ્ટર નટવરલાલ’ સાથે કરી. એ ડાયલૉગ પરથી ઇમરાન હાશ્મીને આ ફિલ્મનું નામ બિગ બીની સુપરહિટ ‘મિસ્ટર નટવરલાલ’ના નામ પરથી રાખવાની ઇચ્છા થઈ અને ફિલ્મનું ટાઇટલ ‘રાજા નટવરલાલ’ થયું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK