ફિલ્મ પ્રિવ્યુ : ર... રાજકુમાર

ડિરેક્ટર પ્રભુ દેવા અને ઍક્ટર શાહિદ કપૂર તથા સોનાક્ષી સિંહાની ફિલ્મ ‘ર... રાજકુમાર’ એક ટિપિકલ મસાલા ફિલ્મ છે. અગાઉ ‘વૉન્ટેડ’, ‘રાઉડી રાઠોડ’ અને ‘રમૈયા વસ્તાવૈયા’ જેવી હિટ ફિલ્મની હૅટ-ટ્રિક કરી ચૂકેલા પ્રભુ દેવાની બૉલીવુડમાં આ ચોથી ફિલ્મ છે અને આ ફિલ્મમાં પણ સાઉથની ફિલ્મની છાંટ સ્પષ્ટપણે વર્તાઈ રહી છે.



રાજકુમાર (શાહિદ કપૂર) કોઈ હેતુ વિના જિંદગી જીવી રહ્યો છે અને કોઈ હેતુ વિના જ સમાજનો વિદ્રોહી બની ગયો છે. રાજકુમારને કોઈ વાતનો ડર નથી અને કોઈ વ્યક્તિની બીક નથી. એકેય ખોટું કામ એવું નથી જે રાજકુમારે ન કર્યું હોય. પેલી સિલ્વેસ્ટર સ્ટેલનની ફિલ્મ ‘રૅમ્બો’ની જેમ જ આ રાજકુમાર પણ રૅમ્બો જ છે અને બિલકુલ જંગલી જેવો થઈ શકે છે. રાજકુમાર ડ્રગમાફિયા શિવરાજ (સોનુ સૂદ) માટે કામ કરે છે. આ રાજકુમારની લાઇફ ત્યારે બદલાય છે જ્યારે તેની જિંદગીમાં ચંદા (સોનાક્ષી સિંહા) પ્રવેશે છે. ચંદાની જિંદગી અસ્પષ્ટ છે. તેનાં મમ્મી-પપ્પા ગુજરી ગયાં છે અને ચંદા પોતાના નજીકના સગા માણિક પરમાર (આશિષ વિદ્યાર્થી)ને ત્યાં રહીને મોટી થઈ છે. માણિક પરમાર પણ સીધો માણસ નથી. તે પોતે પણ ડ્રગમાફિયા છે અને ડ્રગમાફિયા શિવરાજનો કટ્ટર હરીફ છે. માણિક પરમાર અને શિવરાજ બન્ને મલેશિયામાં રહેતા માફિયા ડૉન અજિત ટાકા (શ્રીહરિ) માટે કામ કરે છે.

પોતે જે ચંદાને પ્રેમ કરે છે તે પોતાના બૉસના દુશ્મન પરમારની ભત્રીજી છે અને એ વિશે રાજકુમારને કાંઈ ખબર નથી. પરમાર અને શિવરાજનો વિખવાદ વધતો જાય છે અને આ વધતાજતા વિખવાદ વચ્ચે શિવરાજને મલેશિયાથી ઑર્ડર આવે છે કે પરમારને રસ્તામાંથી હટાવી દેવો. શિવરાજ આ આદેશ રાજકુમારને પાસ કરે છે અને માણિક પરમારને મારી નાખવાનો હુકમ કરે છે. બૉસનો ઑર્ડર માને એ પહેલાં ચંદા અને માણિક પરમારના સંબંધો વિશે રાજકુમારને સાચી ખબર પડી જાય છે. રાજકુમાર પાસે હવે એક જ રસ્તો બચ્યો છે. જો ચંદાને તે પામવા માગતો હોય તો તેણે બધાં બંધનો અને બધી અડચણો પાર કરીને મલેશિયામાં બેઠેલા અજિત ટાકાને ત્યાં જઈને કાયમ માટે ખતમ કરવો. પ્રેમ માટે રાજકુમાર જીવના જોખમે આ અંતિમ રસ્તો અપનાવી લે છે.

ફિલ્મનું મ્યુઝિક પ્રીતમ અને સંદીપ ચૌટાનું છે જેમાંથી ‘ગંદી બાત’, ‘સાડી કે ફોલ સા’ અને ‘ધોખાધડી’ ગીત ઍવરેજ પુરવાર થયાં છે. ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ ગુજરાતના કચ્છ અને ગોંડલમાં થયું છે. ગોંડલને બાવીસ દિવસ માટે મધ્ય પ્રદેશના એક નાનકડા શહેરનો લુક આપી દેવામાં આવ્યો હતો.

રૅમ્બો રાજકુમાર નહીં

શાહિદ કપૂરની આ ફિલ્મનું પહેલાં નામ ‘રૅમ્બો રાજકુમાર’ હતું. રૅમ્બો જેવડા જિગરવાળા શાહિદ કપૂરને ગામના લોકો રૅમ્બો રાજકુમાર કહીને જ બોલાવતા. જોકે હૉલીવુડના સિલ્વેસ્ટર સ્ટેલનની ‘રૅમ્બો’ નામની ફિલ્મ પરથી પ્રેરણા લઈને આ ટાઇટલ ઑલરેડી ઇન્ડિયામાં પણ સિલ્વેસ્ટર સ્ટેલનની કંપની દ્વારા જ રજિસ્ટર થયેલું હોવાથી ટાઇટલમાંથી રૅમ્બો શબ્દ હટાવવા માટે નોટિસ મળતાં ફિલ્મના પ્રોડ્યુસરે ‘રૅમ્બો રાજકુમાર’ નામ પડતું મૂકવું પડ્યું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK