ફિલ્મ પ્રિવ્યુ : પ્રેમ રતન ધન પાયો

‘મૈંને પ્યાર કિયા’, ‘હમ આપકે હૈં કૌન’ અને ‘હમ સાથ સાથ હૈં’ પછીનાં ૧૫ વર્ષ બાદ ફરીથી સાથે આવી રહેલા ડિરેક્ટર-પ્રોડ્યુસર સૂરજ બડજાત્યા અને સલમાન ખાનની ‘પ્રેમ રતન ધન પાયો’ એક સોશ્યલ-ફૅમિલી ડ્રામા છે.

prem ratan dhan payo


ફિલ્મમાં સલમાન ઉપરાંત સોનમ કપૂર, અનુપમ ખેર, નીલ નીતિન મુકેશ, અરમાન કોહલી, સ્વરા ભાસ્કર અને સંજય મિશ્રા પણ છે. જો વાત સાચી હોય તો ૧૯૬૯માં રિલીઝ થયેલી ફિલ્મ ‘રાજા ઔર રંક’ પરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે. જોકે સૂરજ બડજાત્યાનું કહેવું છે કે તેમણે આ ફિલ્મ એક અંગ્રેજી નૉવેલ પરથી બનાવી છે, જે નૉવેલનું નામ જાહેર કરવું જરૂરી નથી. સૂરજ બડજાત્યાના આ સ્ટેટમેન્ટ પછી બહાર આવ્યું છે કે એ અંગ્રેજી નૉવેલનું નામ ‘ધ પ્રિન્સ ઍન્ડ ધ પૉપર’ છે અને એ જ નૉવેલ પરથી ‘રાજા ઔર રંક’ બની હતી. એક અતિ શ્રીમંત વ્યક્તિ અને કૉમન મૅનની લાઇફમાં શું સામ્ય છે અને એકબીજાની જગ્યા પર આવ્યા પછી એ જગ્યાનું મૂલ્ય કેટલું છે અને એ જગ્યા પર હોવાની જવાબદારી કેવી છે એની સભાનતા થાય છે.

ફિલ્મમાં સલમાન ખાન ડબલ રોલ કરે છે, પ્રેમ અને વિજય. પ્રેમ રાજકુમાર છે અને તેનાં મૅરેજ મૈથિલી સાથે થવાનાં છે. પ્રેમ માટે પોતાની ફૅમિલી સૌથી પહેલાં છે. બે બહેન અને કઝિન નિરંજન માટે તે હંમેશાં તમામ દરવાજા ખુલ્લા રાખે છે, પણ સંપત્તિ કોઈકના ને કોઈકના મનમાં ઝેર વાવવાનું કામ કરતી રહે છે. પ્રેમ સાથે પણ એવું જ બને છે. અનાયાસ એક દિવસ પ્રેમનો ઍક્સિડન્ટ થાય છે અને પ્રેમની બગી ખાઈમાં પડે છે. વજ્રાઘાત જેવા આ સમાચારને સૌકોઈ પચાવી શકે એ પહેલાં જ બધાને ઝાટકો લાગે છે અને પ્રેમ તેમની સામે આવીને ઊભો રહી જાય છે. હકીકત એ છે કે હવે ઘરમાં પ્રેમ નહીં પણ વિજય દાખલ થયો છે. પ્રેમની બોલી બોલતા પ્રેમને બદલે વિજયનું કામકાજ ૧૯૭૦ના ઍન્ગ્રી યંગ મૅન જેવું છે. તેને તો લાત અને મુક્કાની બોલી જ આવડે છે. હવે નવી જગ્યાએ વિજયે પ્રેમ બનીને રહેવાનું છે એટલું જ નહીં, ઘરમાં સૌકોઈને વિશ્વાસ પણ અપાવવાનો છે કે તે જ પ્રેમ છે. ફિલ્મનું મ્યુઝિક હિમેશ રેશમિયાએ આપ્યું છે.

ગોંડલ, રાજકોટ, ચોટીલા અને વાંકાનેર

ફિલ્મનું શૂટિંગ ઉદયપુર અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં, મુંબઈમાં અને રાજકોટ જિલ્લાના ગોંડલ, રાજકોટ શહેર, ચોટીલા અને વાંકાનેરમાં પણ થયું છે. આ ફિલ્મના શૂટિંગ માટે સલમાન ખાન અને સોનમ કપૂર તથા બીજા ઍક્ટર્સ પચીસ દિવસ માટે રાજકોટ આવ્યાં હતાં, પણ રાજકોટમાં સોનમને સ્વાઇન ફ્લુ થતાં સૂરજ બડજાત્યાએ શૂટિંગ પૅકઅપ કરી દેવું પડ્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK