સોનાની ચોરી કરવા માટે 'પ્લેયર્સ'નો ગેમ-પ્લાન

જે ગોલ્ડ આખી ટીમે મેળવ્યું એને દગાબાજ પાર્ટનરે પચાવી પાડ્યા પછી તેની પાસેથી જ ચોરવાના પ્રયાસ પરની આ ફિલ્મ શુક્રવારથી સિનેમાઘરોમાં



કાસ્ટ : અભિષેક બચ્ચન, સોનમ કપૂર, બિપાશા બાસુ, નીલ નીતિન મુકેશ, બૉબી દેઓલ, ઓમી વૈદ્ય, સિકંદર ખેર અને વિનોદ ખન્ના (ગેસ્ટ અપીઅરન્સ)
પ્રોડ્યુસર : સ્ટુડિયો-૧૮ અને બર્માવાલા બ્રધર્સ
ડિરેક્ટર : અબ્બાસ-મસ્તાન બર્માવાલા
સંગીતકાર : પ્રીતમ ચક્રવર્તી

પહેલાં ૧૯૬૯માં આવેલી અને ત્યાર પછી ૨૦૦૩માં રીમેક બનેલી હૉલીવુડની બ્લૉકબસ્ટર ફિલ્મ ‘ધી ઇટાલિયન જૉબ’ ચોરી કરતી એક ટીમની સ્ટોરી હતી. જોકે આ ફિલ્મના સૌથી મોટા પ્લસ-પૉઇન્ટ્સ એની ફાસ્ટ સ્ટોરી અને અમુક જબરદસ્ત ટ્વિસ્ટ્સ હતા. બૉલીવુડના અત્યારના સમયના જો કોઈ ફિલ્મમેકર્સ આ ફિલ્મની રીમેક બનાવવાની ક્ષમતા ધરાવતા હોય તો એમાં ભાગ્યે જ બેમત હશે કે એ અબ્બાસ-મસ્તાનની ડિરેક્ટર જોડી જ છે. આજ સુધીમાં જબરદસ્ત થ્રીલર ફિલ્મો આપનારી આ જોડી એક તૈયાર સ્ટોરીમાં ફેરફારો લાવી એનું ભારતીયકરણ કરી શુક્રવારે રિલીઝ થતી ‘પ્લેયર્સ’ સાથે વધુ એક પ્રયોગ કરશે.
પોતાના કામમાં એક્સપર્ટ એવા ચોરની એક ટીમ સોનાના મોટા જથ્થાની હાઇ-ટેક ચોરી કરે છે. જોકે તેમનો જ એક પાર્ટનર લાલચમાં આવીને આ આખો જથ્થો ટીમને દગો આપીને પોતાનો કરી લે છે. બધું સોનું ચોરીનું હોવાથી તેમની સાથેના આ દગાનો જો તેમણે ન્યાય મેળવવો હોય તો તેમણે આ દગાબાજ પાર્ટનરને લૂંટવો જ પડશે. જોકે આ પાર્ટનર એ વાત જાણતો હોવાથી પોતાની આસપાસ એ પ્રકારનો પહેરો ગોઠવે છે કે આ ટીમ કોઈ પણ રીતે તેની નજીક જઈ શકે એમ નથી. આવા સંજોગોમાં ટીમ કઈ રીતે પોતાનો પ્લાન બનાવશે અને બદલો મેળવી શકશે?

પાત્ર-પરિચય

ચાર્લી (અભિષેક બચ્ચન) : દિવસે એક સી.એ. (ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ) અને રાત્રે એક માસ્ટર થીફ છે. બધી ચોરી તે પોતે જ પ્લાન કરે છે અને ગૅન્ગનો લીડર છે. તેને માટે કોઈ ચોરી એટલી અઘરી નથી રહી, પણ પોતાના દરેક પ્લાનને જાણનાર પાર્ટનરને જ હરાવવાનો માસ્ટરપ્લાન તેણે ઘડવાનો છે.

નૈના (સોનમ કપૂર) :
કમ્પ્યુટર-હૅકરની પ્રોફેશનલ ડિગ્રી ધરાવતી નૈના એક ખૂબ જ પર્સનલ કારણસર આ ગૅન્ગનો ભાગ બને છે. જોકે તેના જીવનમાં બે મુખ્ય પ્રેમ કાર અને ચાર્લી આ ચોરીમાં તેના ભાગ છે.

રિયા (બિપાશા બાસુ) : ચાર્લીના દરેક પ્લાનમાં તેની ભાગીદાર રહી છે. સેક્સી અદાઓ ઉપરાંત તેનો સૌથી મોટો પ્લસ-પૉઇન્ટ એક ઑટોમોબાઇલ એક્સપર્ટ હોવાનો છે.

સ્પાઇડર (નીલ નીતિન મુકેશ) : એક કમ્પ્યુટર-જિનીયસ છે અને બૅન્ક્સ કે ફાઇનૅન્શિયલ કંપનીઓની સિસ્ટમને પોતાના શોખ માટે હૅક કરે છે અને પછી તેમની રકમ લૂંટી લે છે. કોઈ પણ એવી કમ્પ્યુટર-સિસ્ટમ નથી જેને તે પાર ન કરી શકતો હોય.

રૉની (બૉબી દેઓલ) : આ ટીમનો એક એવો સભ્ય છે જેના ભૂતકાળની કોઈને જ ખબર નથી. જોકે એક જાદુગર તરીકે તે દુનિયાભરમાં પ્રખ્યાત છે અને હાથસફાઈમાં એક્સપર્ટ હોવાને કારણે તે આ ગૅન્ગમાં છે.

બિલાલ (સિકંદર ખેર) : નાનપણથી જ એક્સપ્લોઝિવનો તેને ઘણો શોખ છે અને ચાર્લીના દરેક પ્લાનમાં તેનો ભાગ ઘણો મહત્વનો અને એટલું જ વળતર અપાવનારો હોય છે.

સની (ઓમી વૈદ્ય) : વેશપલટો કરવામાં એક્સપર્ટ છે અને કોઈ પણ પાસવર્ડ કે કોડ્સ જાણવા તે કોઈનો પણ ચહેરો મેક-અપથી બનાવી શકે છે.

 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK