ફિલ્મ પ્રિવ્યુ : વન બાય ટૂ

આ ફિલ્મથી પ્રોડ્યુસર પણ બની રહેલા ધર્મેન્દ્રના ભત્રીજા અભય દેઓલની ‘વન બાય ટૂ’નું ડિરેક્શન દેવિકા ભગતે કર્યું છે. રિયલ લાઇફમાં અભયની ગર્લફ્રેન્ડ પ્રીતિ દેસાઈ ફિલ્મમાં અભય સાથે છે. રોમૅન્ટિક-કૉમેડી કૅટેગરીની ફિલ્મ ‘વન બાય ટૂ’માં અમિત અને સમારાની જિંદગીની વાત કહેવામાં આવી છે અને આજની જનરેશનને કેન્દ્રમાં રાખવામાં આવી છે. પેરન્ટ્સના કહ્યા મુજબ ભણી લીધા પછી પણ આજની જનરેશન પાસે કોઈ દિશા હોતી નથી અને તે દિશાશૂન્ય હોય છે એ અમિત (અભય દેઓલ)ની લાઇફ પરથી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.


અમિત મુંબઈમાં રહે છે. શ્રીમંત પરિવારનો નબીરો છે, જે માગે એ મેળવી શકે છે અને જે ચાહે એ ખરીદી શકવાને સમર્થ છે એમ છતાં અમિતની આસપાસ એક ખાલીપો ઘેરાયેલો છે. આ ખાલીપાને કારણે અમિતને પોતાની જ જિંદગીથી કંટાળો આવી ગયો છે અને તે પોતાને એક પકાઉ વ્યક્તિત્વ તરીકે જુએ છે. સમારા (પ્રીતિ દેસાઈ) પણ મુંબઈમાં રહે છે અને અમુક અંશે તે પણ પોતાની જિંદગીથી કંટાળેલી છે. અમિત અને સમારા બન્ને એકમેકની નજીક કઈ રીતે આવે છે અને તેમને નજીક લઈ આવવા માટે કુદરત કેવી રમત કરે છે એ વાતને વણી લેવામાં આવી છે. અનેક વખત અમિત અને સમારા એકમેકથી જુદાં પડે છે અને તો પણ તેમને કિસ્મત ફરીથી સાથે અને પાસે લઈ આવે છે અને અંતે બન્નેને એક કરે છે. બન્ને એક થાય છે એટલું જ નહીં, બન્નેને પોતપોતાની જિંદગીનો સાચો રસ્તો પણ મળે છે.

ફિલ્મમાં અભય દેઓલ અને પ્રીતિ દેસાઈ ઉપરાંત દર્શન જરીવાલા, રતિ અગ્નિહોત્રી અને જયંત ક્રિપલાણી છે. ફિલ્મનું મ્યુઝિક શંકર, એહસાન, લૉયે તૈયાર કર્યું છે જેમાંથી ‘આઇ ઍમ પકાઉ’ ગીત મ્યુઝિક-ચૅનલોને કારણે યંગ જનરેશનમાં પૉપ્યુલર થયું છે.

મ્યુઝિક પડ્યું છે લોચામાં

ફિલ્મ રિલીઝ થાય એના એકથી દોઢ મહિના પહેલાં સામાન્ય રીતે મ્યુઝિક રિલીઝ થઈ જતું હોય છે. જો મ્યુઝિક હિટ જાય તો ચોક્કસપણે એનો ફાયદો ફિલ્મને બૉક્સ-ઑફિસ પર થતો હોય છે, પણ ‘વન બાય ટૂ’નું મ્યુઝિક હિટ છે કે નહીં એની જ હજી સુધી મ્યુઝિક-લવર્સને ખબર પડી નથી; કારણ કે ફિલ્મના મ્યુઝિક-ડિરેક્ટર શંકર, એહસાન, લૉય અને ફિલ્મના મ્યુઝિક-રાઇટ્સ ધરાવતી ટી સિરીઝ વચ્ચે રૉયલ્ટી બાબતનો વિવાદ થતાં મ્યુઝિક-ડિરેક્ટર ટી સિરીઝનો કૉન્ટ્રૅક્ટ સાઇન કરવા તૈયાર નથી થયા. પરિણામે ફિલ્મનું મ્યુઝિક હજી સુધી માર્કેટમાં મુકાયું નથી.

શંકર, એહસાન અને લૉયના આ પગલાથી ‘વન બાય ટૂ’ને ચોક્કસ નુકસાન થયું છે અને એમ છતાં ફિલ્મના કો-પ્રોડ્યુસર અભય દેઓલે પોતાના મ્યુઝિક-ડિરેક્ટરને સપોર્ટ આપ્યો છે. ટી સિરીઝ પણ આ બાબતમાં નમતું જોખવા તૈયાર નથી એટલે મ્યુઝિક માર્કેટમાં આવે એવી શક્યતા ઓછી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK