ફિલ્મ પ્રિવ્યુ : મિર્ઝયા

રાકેશ ઓમપ્રકાશ મેહરાની મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ ‘મર્ઝિ્યા’ દ્વારા અનિલ કપૂરનો દીકરો હર્ષવર્ધન કપૂર અને સૈયામી ખેર બૉલીવુડમાં એન્ટ્રી કરી રહ્યાં છે.

mirzya

અનિલ કપૂરનો દીકરો હોય એટલે તેને ઓળખાણની જરૂર નથી, પરંતુ સૈયામી ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા અને ૨૦૦૬થી ૨૦૦૯ દરમ્યાન મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સાથે કામ કરનાર પૉલિટિશયન ઉત્તરા ખેરની દીકરી છે.

રાકેશ ઓમપ્રકાશ મેહરાએ પંજાબી લોકસાહિત્ય ‘મિર્ઝા સાહિબાન’ પરથી પ્રેરણા લઈને આ ફિલ્મ બનાવી છે. ‘અક્સ’, ‘રંગ દે બસંતી’, ‘દિલ્હી ૬’ અને ‘ભાગ મિલખા ભાગ’ જેવી ફિલ્મ બનાવનાર રાકેશ ઓમપ્રકાશ મેહરા પહેલી વાર લવ-સ્ટોરી બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં હર્ષવર્ધન મિર્ઝા અને સૈયામી સાહિબાનનાં પાત્ર ભજવી રહ્યાં છે. આ ફિલ્મમાં બે સ્ટોરી સાથે ચાલતી જોવા મળશે જેમાંથી એક પિરિયડ લવ-સ્ટોરી હશે અને એક આજના જમાનાની. બન્ને સ્ટોરીમાં મિર્ઝા અને સાહિબાનને લોકો અલગ કરવાનો પ્રયત્ન કરતા હોય છે. આ ફિલ્મનું શૂટિંગ ભારતના રાજસ્થાનની સાથે વિદેશમાં પણ કરવામાં આવ્યું છે. આ ફિલ્મના લેખક ગુલઝાર છે. ગુલઝારે છેલ્લે ૧૯૯૯માં આવેલી ‘હુ તુ તુ’નો સ્ક્રીનપ્લે લખ્યો હતો. ત્યાર બાદ ૧૬ વર્ષ પછી તેમણે ‘મિર્ઝયા’નો સ્ક્રીનપ્લે લખ્યો છે. ફિલ્મનું સંગીત શંકર-એહસાન-લૉયનું છે જેમાં પંદર ગીતોનો  સમાવેશ કરવામાં આવ્યો છે. આ પંદર ગીતોમાં છ શૉર્ટ-સૉન્ગ્સ છે. ફિલ્મનું ટાઇટલ-સૉન્ગ દલેર મેહંદીએ ગાયું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK