ફિલ્મ પ્રિવ્યુ: મસાન

ઇન્ડો-ફ્રેન્ચ કો-પ્રોડક્શનમાં બનેલી આ ફિલ્મ ઑલરેડી ફૉરેનના દેશોમાં ‘ફ્લાય અવે સોલો’ના નામથી રિલીઝ થઈ રહી છે, જ્યારે આપણે ત્યાં એ ‘મસાન’ ટાઇટલ સાથે રિલીઝ થઈ રહી છે. ફિલ્મ એવા બે સબ્જેક્ટની આસપાસ ઘૂમરાય છે જે બન્ને સબ્જેક્ટનું નામ પડતાં જ ભારતવાસીઓના નાકનું ટોચકું ચડી જાય. એક વિષય છે, સેક્સ અને બીજો વિષય છે મડદાં બાળવાનું કામ કરતા મસાણચી.


massan


બનારસમાં બે વ્યક્તિઓ રહે છે, દેવી (રિચા ચઢ્ઢા) અને દીપક (વિકી કૌશલ). નામ બન્નેનાં પવિત્ર છે, પણ તેઓ બન્ને એકેક એવી ઘટનામાં ફસાઈ જાય છે કે તેમને મોત સિવાય બીજું કાંઈ દેખાતું નથી. દેવી એક હોટેલના રૂમમાં પોતાની સાથે ભણનારા પીયૂષ સાથે નિયમિત સમય પસાર કરે છે અને ઇન્ટિમેટ સંબંધોમાં આગળ વધે છે. એક વખત હોટેલમાં રેઇડ પડે છે અને દેવી-પીયૂષ પકડાઈ જાય છે. એ વખતે ભાગવાની કોશિશ કરતો પીયૂષ હોટેલની છત પરથી કૂદે છે અને તેને હૉસ્પિટલમાં દાખલ કરવો પડે છે.

ત્યાર બાદ પોલીસ દેવીની ફૅમિલીની પાછળ પડી જાય છે અને આ ઘટના વિશે વારંવાર ધમકાવીને તેમને બ્લૅકમેઇલ કરે છે. દેવીને આગળ કાંઈ સૂઝી નથી રહ્યું. જેવો અંધકાર દેવીની લાઇફમાં પ્રસરી ગયો છે એવો જ અંધકાર દીપકની લાઇફમાં પણ છે. દીપક બનારસ ઘાટ પર જેકોઈના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હોય તે સૌનાં અસ્થિ ભેગાં કરવાનું કામ કરતો બનારસનો સૌથી નીચલા કુળનો યુવાન છે.

દીપકને પ્રેમ થયો છે શાલુ સાથે, જેની ફૅમિલી બનારસની સૌથી ઉચ્ચ કુળની ફૅમિલી ગણાય છે. દીપક અને શાલુ એકબીજા વિના રહી શકે એમ નથી અને શાલુના ફૅમિલી-મેમ્બર્સ દીપકને તેની લાઇફમાં આવવા દેવા રાજી નથી. દીપક સામે ઘાટ અને આત્મહત્યા બે જ રસ્તા બાકી બચ્યા છે.વિદેશના અનેક ફિલ્મ-ફેસ્ટિવલમાં રિલીઝ થયેલી ‘મસાન’નાં ત્યાં ખૂબ વખાણ થયાં છે. નવી દિશાઓ ખોલવી પડશે અને આંખોની દૃષ્ટિ મોટી કરવી પડશે એ વાતનો સંદેશ આ ફિલ્મ આપે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK