ફિલ્મ પ્રિવ્યુ : મૈં તેરા હીરો

એકતા કપૂરે બનાવેલી ફિલ્મ ‘મૈં તેરા હીરો’ તેલુગુ બ્લૉકબસ્ટર ફિલ્મ ‘કંડિરીગા’ની ઑફિશ્યલ રીમેક છે.



‘સ્ટુડન્ટ ઑફ ધ યર’થી કરીઅરની શરૂઆત કરનારો વરુણ ધવન ફિલ્મનો લીડ હીરો છે તો વરુણની સાથે ઇલિએના ડિક્રુઝ અને નર્ગિસ ફાખરી છે; જ્યારે અન્ય કૅરૅક્ટરોમાં અનુપમ ખેર, રાજપાલ યાદવ, અરુણોદય સિંહ છે. ફિલ્મનું ડિરેક્શન વરુણના પપ્પા ડેવિડ ધવને કર્યું છે અને આ ફિલ્મમાં ડેવિડ-ગોવિંદાની અગાઉ આવેલી તમામ ફિલ્મના મસાલાની ભરમાર છે.

શ્રીનાથ પ્રસાદ એટલે કે શીનુ એક શ્રીમંત પરિવારનો નબીરો છે. શીનુને લાઇફ મસ્તી સાથે જીવવી છે, કોઈ ચિંતા નથી અને કોઈ દિવસ તે ચિંતા દિમાગ પર રાખતો પણ નથી. આ જ કારણે શીનુ ભણવામાં ઢબ્બુનો ઢ છે અને માંડ હાઈ સ્કૂલ સુધી પહોંચ્યો છે. શીનુનાં મૅરેજ એક તબક્કે આયેશા (નર્ગિસ ફાખરી) સાથે લગભગ ફાઇનલ થઈ જાય છે. આયેશાના અંકલ (અનુપમ ખેર)ને શીનુના ઓછા ભણતર સામે કોઈ વાંધો નથી, પણ ઓછું ભણેલો વર આયેશાને જોઈતો નથી એટલે તે શીનુને ટોણા મારે છે. શીનુ બધું છોડીને નીકળી જાય છે, પણ નીકળતાં પહેલાં તે નક્કી કરે છે કે હવે તે ડિગ્રી મેળવીને રહેશે. શીનુ માટે ઍડ્મિશનની વ્યવસ્થા થાય છે, પણ એ સમયે કૉલેજમાં શીનુને સુનયના (ઇલિએના ડિક્રુઝ) મળે છે. કેટલાક ગુંડાઓ સુનયનાને હેરાન કરે છે. શીનુમાં રહેલો હીરો જાગી જાય છે અને તે સુનયનાને બચાવે છે. સુનયના અને શીનુની લવસ્ટોરી અહીંથી શરૂ થાય છે અને અહીંથી કૉમેડી અને ઍક્શનની પણ શરૂઆત થાય છે. સુનયના-શીનુની લવસ્ટોરીમાં અચાનક જ આયેશા પણ પાછી આવે છે. આયેશાને દુ:ખ થાય છે કે તેણે શીનુને વધુપડતા આકરા શબ્દો કહી દીધા. પ્રાયશ્ચિત્તના હેતુ સાથે આયેશા પણ શીનુને મેળવવાના પ્રયાસો શરૂ કરે છે અને એ પછી કૉમેડી લવ-ટ્રાયેન્ગલ શરૂ થાય છે. ફિલ્મમાં અનેક ટર્ન અને ટ્વિસ્ટ છે.

ડેવિડ ધવને જ્યારે ઓરિજિનલ તેલુગુ ફિલ્મ જોઈ ત્યારે તેને આ ફિલ્મ ટિપિકલ ગોવિંદા-ટાઇપ ફિલ્મ લાગી હતી. ડેવિડ ધવને કહ્યું હતું કે જો અત્યારે ગોવિંદાની એજ ન થઈ હોત અને તે વરુણ જેવો જ યંગ હોત તો દીકરા વરુણને બદલે ગોવિંદાને જ તેમણે આ ફિલ્મમાં લીધો હોત.

રોમૅન્ટિક-કૉમેડી પ્રકારની ‘મૈં તેરા હીરો’નું મ્યુઝિક સાજિદ-વાજિદનું છે, જેમાં ટાઇટલ સૉન્ગ અને બેશર્મી કી હાઇટ સૉન્ગ હિટ થયાં છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK