ફિલ્મ પ્રિવ્યુ : એમ. એસ. ધોની - ધ અનટોલ્ડ સ્ટોરી

મહેન્દ્ર સિંહ ધોનીની ઓળખાણની કોઈને જરૂર નથી. ‘એમ. એસ. ધોની - ધ અનટોલ્ડ સ્ટોરી’ ટીમ ઇન્ડિયાના સૌથી સફળ કૅપ્ટનની બાયોગ્રાફિકલ ફિલ્મ છે.

m s dhoni

ધોનીનું કૅરૅક્ટર સુશાંત સિંહ રાજપૂતે કર્યું છે તો ધોનીની ગર્લફ્રેન્ડના રોલમાં દિશા પટણી અને વાઇફ સાક્ષીનું કૅરૅક્ટર કિઆરા અડવાણીએ કર્યું છે. ફિલ્મમાં ધોનીના પપ્પા અનુપમ ખેર છે અને બહેનનું કૅરૅક્ટર ભૂમિકા ચાવલાએ કર્યું છે. ધોની ઇન્ડિયા માટે હંમેશાં ચર્ચામાં રહ્યો છે. સૌથી સફળ કૅપ્ટન હોવાના કારણે પણ અને દેશના સાવ એક નાનકડા ગામડામાંથી આવતો હોવાના લીધે પણ.

મહેન્દ્ર સિંહ ધોની (સુશાંત સિંહ રાજપૂત) મૂળ ફુટબૉલ પ્લેયર છે, પણ એક દિવસ ક્રિકેટ કોચ તેને જુએ છે. જબરદસ્ત ગોલકીપર બનવાની ક્ષમતા ધરાવતા ધોનીમાં તેને વિકેટકીપર દેખાય છે અને ધોનીની લાઇફ ચેન્જ થવાની શરૂ થાય છે. જોકે પપ્પા પાન સિંહ (અનુપમ ખેર) ઇચ્છે છે કે ધોનીને એક સારી સરકારી નોકરી મળી જાય. પપ્પાની ઇચ્છા પૂરી કરવા માટે ધોની રેલવે-સ્ટેશન પર ટિકિટચેકરની નોકરી સ્વીકારી લે છે, પણ પોતાની ક્રિકેટ છોડવા તે રાજી નથી. રેલવે-સ્ટેશન અને ક્રિકેટ વચ્ચે ધોની હિંમત હાર્યા વિના દોડાદોડી કરે છે અને પોતાની કરીઅરને આગળ વધારે છે. કરીઅરને આગળ વધારવાની આ દોટમાં જ તેની લાઇફમાં પ્રિયંકા (દિશા પટણી) આવે છે અને તેની ક્રિકેટની દિશામાં તેના દરવાજાઓ પણ એ જ સમયે ખૂલવા માંડે છે. જોકે નાનકડા ગામના ધોનીને સિલેક્ટરથી માંડીને બોર્ડના સભ્યો કોઈ સિરિયસલી લેવા તૈયાર નથી. હવે ધોનીનો નવો સંઘર્ષ શરૂ થાય છે.

‘એમ. એસ. ધોની - ધ અનટોલ્ડ સ્ટોરી’નું ડિરેક્શન નીરજ પાન્ડેનું છે અને ફિલ્મનું મ્યુઝિક અમાન મલિક, રોચક કોહલીનું છે. મહેન્દ્ર સિંહ ધોનીનું કૅરૅક્ટર યોગ્ય રીતે નિભાવી શકાય એ માટે સુશાંત સિંહ રાજપૂતે પંદર દિવસનો ક્રિકેટ-કૅમ્પ જૉઇન કર્યો હતો અને દિલ્હીમાં રહીને ઇન્ટરનૅશનલ પ્લેયરની બૉડી-લૅન્ગ્વેજ કેવી હોય છે એ શીખ્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK